બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ભારત / Politics / Case of sexual harassment filed against former Karnataka CM Yeddyurappa

BIG NEWS / કર્ણાટકના પૂર્વ CM યેદિયુરપ્પા વિરૂદ્ધ કરાયો જાતીય સતામણીનો કેસ, POCSO અંતર્ગત FIR દાખલ

Priyakant

Last Updated: 10:11 AM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BS Yeddyurappa Latest News: એક મહિલાએ યેદિયુરપ્પા પર તેની 17 વર્ષની પુત્રીનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો

BS Yeddyurappa : કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ  યેદિયુરપ્પા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, એક મહિલાએ યેદિયુરપ્પા પર તેની 17 વર્ષની પુત્રીનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. સગીર બાળકીની માતાએ આ મામલે બેંગલુરુના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. ફરિયાદ મુજબ કથિત જાતીય સતામણી 2 ફેબ્રુઆરીએ થઈ હતી જ્યારે માતા અને પુત્રી છેતરપિંડીના કેસમાં મદદ માંગવા યેદિયુરપ્પા પાસે ગયા હતા.

યેદિયુરપ્પાની ઓફિસે 53 કેસની યાદી જાહેર કરી
બીએસ યેદિયુરપ્પાના કાર્યાલયે આ મામલે નિવેદન જાહેર કર્યું છે. યેદિયુરપ્પાની ઓફિસ દ્વારા આવા 53 કેસોની યાદી જાહેર કરવામાં આવી છે, જે ફરિયાદકર્તાએ પહેલાથી જ અલગ-અલગ બાબતોને લઈને દાખલ કરી છે. યેદિયુરપ્પાની ઓફિસે ભારપૂર્વક જણાવ્યું છે કે, ફરિયાદીને આવી ફરિયાદો કરવાની આદત છે.

કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે બીએસ યેદિયુરપ્પા 
યેદિયુરપ્પા 2008 અને 2011માં કર્ણાટકના CM રહી ચુક્યા છે, ત્યારબાદ મે 2018માં થોડા સમય માટે અને ફરીથી જુલાઈ 2019 થી 2021 સુધી. અઠવાડિયાની અટકળો અને અનિશ્ચિતતા પછી તેમણે 2021 માં રાજીનામું આપ્યું. પોતાના નિર્ણયની જાહેરાત કરતી વખતે યેદિયુરપ્પા મંચ પરથી રડી પડ્યા અને કહ્યું કે, રાજ્યની જનતાનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

વધુ વાંચો: લોકસભા ચૂંટણીની તારીખો આજે થઇ શકે છે જાહેર, જાણો કેવું હોઇ શકે છે શેડ્યૂલ

યેદિયુરપ્પા બાદ બોમાઈ CM બન્યા
યેદિયુરપ્પા બાદ BJPના બસવરાજ સોમપ્પા બોમાઈ કર્ણાટકના 23મા મુખ્યમંત્રી બન્યા. બોમાઈએ જુલાઈ 2021 થી મે 2023 સુધી આ પોસ્ટ પર કામ કર્યું. 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપે બોમાઈને હાવેરી મતવિસ્તારમાંથી પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ