બ્રેકિંગ ન્યુઝ

logo
logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

logo

'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન

logo

ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો

VTV / ભારત / Lok Sabha Election 2024 dates may be announced today, know how the schedule may be

Lok Sabha Election 2024 / લોકસભા ચૂંટણીની તારીખો આજે થઇ શકે છે જાહેર, જાણો કેવું હોઇ શકે છે શેડ્યૂલ

Megha

Last Updated: 09:30 AM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીની જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને આજે તારીખોની જાહેરાત કરવામાં આવી શકે છે. આ સાથે જ દેશમાં ચૂંટણી આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે.

લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં રાજકીય તાપમાન ઘણું ઊંચું પંહોચી ગયું છે. દરેક પાર્ટીઓ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહી છે, એવામાં લોકસભા ચૂંટણીની તારીખને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. સૂત્રો અનુસાર ચૂંટણી પંચ 15 માર્ચે એટલે કે આજે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.

Media reports from Delhi claim that Gujarat assembly elections will be held in two phases

ચૂંટણીની તારીખને લઈને એક મોટું અપડેટ
ટૂંકમાં કહીએ તો લોકસભા ચૂંટણીની જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં હવે ગમે ત્યારે તારીખોની જાહેરાત થઈ શકે છે. તારીખોની જાહેરાત થતાંની સાથે જ દેશમાં ચૂંટણી આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે. રાજકીય પક્ષોએ અનેક પ્રકારના બંધનોનું પાલન કરવું પડશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થઈ શકે છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે બુધવારે કહ્યું કે આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

2019માં લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ હતી
જાણીતું છે કે 2019માં લોકસભા ચૂંટણીની જાહેરાત 10 માર્ચે કરી દેવામાં આવી હતી અને એ લોકસભા ચૂંટણી 11 એપ્રિલથી 19 મે વચ્ચે 7 તબક્કામાં યોજાઈ હતી. ચૂંટણીના પરિણામો 23 મેના રોજ જાહેર થયા હતા.  2019માં 11 એપ્રિલ, 18 એપ્રિલ, 23 એપ્રિલ, 29 એપ્રિલ, 6 મે, 12 મે અને 19 મેના રોજ મતદાન થયું હતું.

તે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 303 બેઠકો અને ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનને 353 બેઠકો મળી હતી. તેની સામે કોંગ્રેસ પાર્ટીએ 52 બેઠકો જીતી અને કોંગ્રેસના નેતૃત્વવાળી ગઠબંધનને 92 બેઠકો મળી હતી. તો અન્ય પક્ષોને 97 બેઠકો મળી હતી. લોકસભા ચૂંટણીની સાથે આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ હતી.

વધુ વાંચો: મેગા ઓપિનિયન પોલ: ભાજપ પ્લસને 400 બેઠકો મળશે ખરી? કયા રાજ્યમાં કોણ કેટલી બેઠકો જીતી શકે? સર્વેના રિઝલ્ટ જાહેર

આ વખતની વાત કરીએ તો લોકસભા ચૂંટણીની સાથે જ ચૂંટણી પંચ જમ્મુ-કાશ્મીર, આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની પણ જાહેરાત કરી શકે છે. સાથે જ એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણી પણ 2019ની જેમ સાત તબક્કામાં યોજાઈ શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ