બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Case of murder after rape with a girl in Hazira, Accused Sujit convicted, Surat court verdict

દુષ્કર્મ આરોપી / એકને આજીવન કેદ, બેને ફાંસી હવે સુરતમાં ચોથો દુષ્કર્મી પણ દોષિત જાહેર, કોર્ટ 29 ડિસેમ્બરે સંભળાવશે સજા

Kiran

Last Updated: 04:23 PM, 23 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના હજીરામાં બાળકી સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપીને 29 ડિસેમ્બરે કોર્ટ સજા સંભળાવશે, આજે કોર્ટ દ્વારા બંને પક્ષની દલીલો સાંભળવામાં આવી હતી,

 

  • હજીરામાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાનો મામલો
  • આરોપી સામે 53 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા 
  • આરોપી સુજીત સાકેત મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી

સુરતના હજીરામાં બાળકી સાથે  દુષ્કર્મ બાદ હત્યા કેસમાં  કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યા છે. આરોપી 5 વર્ષની  બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા  કરવાના કેસમાં કોર્ટે આરોપીને 302, 377 સહિતના ગુન્હામાં કસૂરવાર ઠેરવ્યો છે. સુરતના હજીરામાં બાળકી સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપીને 29 ડિસેમ્બરે કોર્ટ સજા સંભળાવશે, આજે કોર્ટ દ્વારા બંને પક્ષની દલીલો સાંભળવામાં આવી હતી, બંને પક્ષે કોર્ટમાં દલીલ કરી હતી અને બચાવ પક્ષે આરોપીને ઓછી સજા થાય તેવી દલીલ કરી હતી જ્યારે સરકારી વકીલે આરોપીને ફાંસીની સજા થાય તેવી દલીલ કરી હતી. સરકાર પક્ષ તરફથી ફાંસીની સજાની માંગ કરી  33 જેટલા જજમેન્ટ રજૂ કરાયા હતા. હાલ તો કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો છે અને ચુકાદો અનામત રાખ્યો છે હવે કોર્ટે આરોપીને 29 ડિસેમ્બરે સજા સંભળાવશે. 


 

આરોપી સામે 53 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા 

મૂળ મધ્ય પ્રદેશ નો રહેવાસી આરોપી સુજીત સાકેતે 30 એપ્રિલે 5 વર્ષની બાળકી સાથે સૃષ્ટી વિરુધનું કૃત્ય કર્યું હતું અને બાદમાં તેની કર્પિણ હત્યા કરી દીધી હતી, આરોપી બાળકીને ચીકલેટ આપવાની લાલચે બહાને લઈ ગયો હતો અને બાદમાં બાળકીને હવસનો શિકાર બનાવી હતી. મહત્વનું છે કે અલગ અલગ 26 સાક્ષીઓની તાપસ કરવામાં આવી હતી અને 53 જેટલા દસ્તાવેજી પુરાવવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપી સુજીત સાકેતને સુરત કોર્ટે કસૂરવાર ઠેરવી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ સરકારી અને બચાવપક્ષ વકીલની દલીલો પણ કરી હતી બચાવપક્ષે આરોપીને ઓછી સજા થાય તે માટે દલીલ કરી હતી. તો  સરકારી વકીલે આરોપીને ફાંસીની સજા થાય તે માટેની માંગ કરવામાં આવી હતી.

આરોપી દિનેશ બૈસાનેને કોર્ટે ફાંસીની સજા

અગાઉ, પાંડેસરા પ્રેમનગર 10 વર્ષીય માસૂમ દુષ્કર્મ અને હત્યા મામલે આરોપી દશરથ બૈસાણેને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. આરોપીને સુરત કોર્ટે સજા સંભળાવી હતી. આરોપીએ બાળકીને વડાપાઉંની લાલચ આપી લઈ ગયો હતો અને બાદમાં નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં આરોપીએ દુષ્કર્મ ગુજારીને બાળકીને માથામાં ઈટ મારી હત્યા કરી હતી. પાંડેસરા પોલીસે આરોપીને ઝડપી 15 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા રજૂ કર્યા હતા. 

આરોપી ગુડ્ડુ મધેશ યાદવને ફાંસીની સજા

અગાઉ, સુરતના પાંડેસરા-વડોદ વિસ્તારના શ્રમજીવી પરિવારની માત્ર અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરી દીધી હતી અને બાળકીનો મૃતદેહ ઝાડી ઝાખરામાં નાંખી દીધો હતો. દિવાળીની રાત્રે દુષ્કર્મ આચરી હત્યાના કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. આરોપી ગુડ્ડુ મધેશ યાદવને ફાંસીની સજા ફટકારાતાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાની કોર્ટે મોડી સાંજે ગુડ્ડુ યાદવને તમામ ગુનામાં દોષી જાહેર કર્યો હતો. 

શ્રમિક પરિવારની અઢી વર્ષની બાળકી બનાવી હતી શિકાર 

આ કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં પડતો હોઈ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી. કોર્ટે બંને પક્ષોની સજાના મુદ્દે દલીલો સાંભળ્યા બાદ ચુકાદો મંગળવારે મુલત્વી રાખ્યો હતો. મહત્વનું છે કે શ્રમિક પરિવારની અઢી વર્ષની બાળકીને 4 ડિસેમ્બરે દિવાળીની રાત્રે મૂળ બિહારનો આરોપી ગુડ્ડુ મધેશ યાદવ ઉઠાવી ગયો હતો. આ હવસખોરે બાળકીને  પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની ઝાડીમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કરી માસૂમનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. 

અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા ગુડ્ડુ યાદવને પણ સજા 

આ ઘટનાના ફૂટેજ અને ગેટ એનાલીસીસના આધારે પોલીસે આરોપી ગુડ્ડુ યાદવની ગણતરીના દિવસોમાં ધરપકડ કરી હતી.સુરતમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં પોલીસે ગુડ્ડુ યાદવ સામે 7 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી.આરોપીએ બાળકીને તેના ઘરમાંથી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું જે બાદ ઘરથી થોડા અંતરે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. 3 દિવસમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો અને પોલીસે 246 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારે હવે આ મામલે સરકારી વકીલ નયન સુખડવાલાએ નિવેદન આપ્યું હતું. પોલીસે રેકોર્ડ બ્રેક સાત જ દિવસમાં પોકસો કેસોની ખાસ અદાલતમાં 246 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. આરોપી ગુડ્ડકુમાર યાદવ પીડિત બાળકીનો પાડોશી હતો. આરોપી ગુડ્ડકુમાર યાદવ પણ બે સંતાનનો પિતા છે. આરોપી સેક્સ મેનિયાક હોવાનું સાબિત થયું હતું. પોલીસને ગુડ્ડુના મોબાઇલમાંથી 149 પોર્ન વીડિયો મળ્યા હતા. મોબાઇલ દુકાનના માલિક સાગર શાહની પણ ધરપકડ કરાઇ હતી. સાગર પોર્ન વીડિયો ડાઉનલોડ કરી મેમરી કાર્ડ ભરી આપતો હતો. સાગર શાહ સામે IPC કલમ 292 હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો હતો.

ગુનાની ગંભીરતા અને રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં કેસ

સરકારી વકીલે આ કેસમાં દલીલ કરી હતી કે, ગુનાની ગંભીરતા અને રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં કેસ છે તે જોતાં આરોપીને ફાંસીની સજા કરવી જોઈએ. આ કેસ  રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં ગણવો જોઈએ, સરકાર પક્ષે જણાવ્યું હતું કે પોક્સો કેસોમાં સજાના આવેલા સુધારા, આ કાયદા પાછળનો હેતુ તથા કાયદાનું અને ન્યાયનું શાસન સમાજમાં જળવાઈ રહે તે ધ્યાને લઈને ફાંસીની સજા કરવી જોઈએ. આરોપીએ માત્ર અઢી વર્ષની બાળકી સાથે આચરેલા દુષ્કર્મ હત્યા જેવા જઘન્ય અપરાધની ગંભીરતાને ધ્યાને લેતા આરોપીને ફાંસીની સજા આપવા સરકાર પક્ષે માંગ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ