ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / car holder get problem to FASTag stock finish in all banks at ahmedabad

અમદાવાદ / ટોલ માટે ફરજિયાત ફાસ્ટેગનો સ્ટોક તમામ બેંકોમાં ખૂટી ગયો, કારધારકોને હાલાકી

Published By: Kashyap

Last Updated: 05:31 PM, 28 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફરજિયાત ફાસ્ટ ટેગ માટે ૧૫ જાન્યુઆરીની તારીખ નક્કી કરાઈ છે જોકે હાલમાં માત્ર પ૦ ટકા વાહનો પાસે ફાસ્ટેગ છે. અત્યાર સુધી કોમ‌િર્શયલ વિહિકલ ધરાવતા ટ્રાન્સપોર્ટર ફાસ્ટેગ લઈ રહ્યા છે, પરંતુ ફોર વ્હીલરધારકો હજુ પણ ફાસ્ટેગ બાબતે ઉદાસીન છે. ફરજિયાત ફાસ્ટેગના અમલીકરણથી ૧પ જાન્યુઆરી બાદ ટોલ પ્લાઝા પર એક જ કેશ લાઇન હશે, જેના પર પર લાંબી કતારો લાગે તો નવાઈ નહીં

ADVERTISEMENT

  • ફાસ્ટેગ માટે ટોલ બૂથ પર ધક્કો ખાવો પડે છે
  • કારધારકો ફાસ્ટેગ માટે ઉદાસીન બેન્કોમાં પણ સ્ટોક ખૂટી ગયો

આ ઉપરાંત ઓનલાઇન ફાસ્ટેગ મેળવવા ૧૯ નવેમ્બર પછી કરેલી તમામ અરજીમાં પૈસા પરત આવતા હોવાની ફરિયાદ વધી રહી છે જ્યારે નેશનલાઇઝ બેન્ક પાસે ફાસ્ટેગનો સ્ટોક નથી તેવું જાણવા મળે છે, જેના કારણે  ફાસ્ટેગ લેવા માટે ટોલનાકા પરના આઉટલેટ સુધી વાહનચાલકોને લાંબા થવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. આગામી ૧પ જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવી રહ્યું છે ત્યારે  વાહનચાલકો ઓનલાઇન ફાસ્ટેગ મેળવવા અરજી કરે તો દસ દિવસ બાદ પૈસા પરત આવે છે, જ્યારે એસબીઆઇ, બીઓબી અને આઇઓબી જેવી નેશનલાઇઝ બેન્કમાં ફાસ્ટેગ નથી. વાહનધારકોને ખાનગી બેન્કનાં ફાસ્ટેગ મેળવવા ટોલ પ્લાઝાના આઉટલેટ પર જવું પડે છે.


સરકારી બેન્કનાં ફાસ્ટેગ અને પેટીએમ જેવાં અન્ય કંપનીનાં ફાસ્ટેગ વેચતા ડીલર પાસે ફાસ્ટેગ મળી રહે છે. એસબીઆઇના ડીલરના જણાવ્યા મુજબ તેમની પાસે એસબીઆઇનાં માત્ર હેવી વિહિકલનાં ફાસ્ટેગ છે, જ્યારે ફોર વ્હીલર માટે પેટીએમનાં છે. ફાસ્ટેગ માટે હાઇવે ઓથો‌રિટી દ્વારા જાહેર સ્થળ પર કે મોલમાં કીઓસ્ક મશીન મૂકવાની જાહેરાત થઇ હતી, પરંતુ આવા કોઇ પણ જાહેર સ્થળ પર હાલમાં ફાસ્ટેગ મળતાં નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Bank Fastags ahmedabad અમદાવાદ ટોલ પ્લાઝા ફાસ્ટેગ ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ