બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Car crashes into old man in Botad

જો કરી છે / બોટાદમાં ભાંગતી રાતે વૃદ્ધાને કારે લીધી અડફેટે, પોલીસના બોર્ડ વાળી કારમાં દારૂની મળી બોટલો

Mehul

Last Updated: 02:06 PM, 13 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદના બોડી ગામે મધરાતે એક વૃદ્ધાને પૂરપાટ વેગે જઈ રહેલી કારે અડફેટમાં લીધા હતા.જોવાની વાત એ છે કે, કાર ઉપર પોલીસ લખેલું બોર્ડ હતું અને ચાલક દારૂના નશામાં ધૂત હોવાની આશંકા

  • બોટાદના બોડી ગામે સુતેલા  વૃદ્ધા પર ચઢાવી કાર 
  • ચાલક દારૂના નશામાં ધૂત હોવાની પ્રબળ આશંકા 
  • પોલીસ લખેલી કારમાંથી મળી વિદેશી દારૂની બોટલો  


બોટાદના બોડી ગામે મધરાતે એક વૃદ્ધાને પૂરપાટ વેગે જઈ રહેલી કારે અડફેટમાં લીધા હતા.જોવાની વાત એ છે કે, કાર ઉપર પોલીસ લખેલું બોર્ડ હતું અને ચાલક દારૂના નશામાં ધૂત હોવાની આશંકા પ્રબળ બની છે. આ એટલા માટે કે, કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે.દારૂના નશામાં,ચાલકે કાબૂ ગુમાવ્યો હોવાની પણ આશંકા છે. મધરાતે દુકાનના પાટીયા પર ઊંઘી રહેલા વૃદ્ધા પર કાર ચઢાવી દેવામાં આવી હતી. કારની સ્પીડના કારણે વીજ થાંભલા સાથે કાર ટકરાતા થાંભલો પડી ગયો હતો.  

કાર પોલીસની તો ચાલક કોઈ બીજો ? 
બોટાદના બોડી ગામે કાર ચાલકે વૃદ્ધાને ટક્કર મારતાં વૃદ્વા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેથી ઈજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલે ખસેડાયા છે. રાત્રીના 3 વાગ્યાની આસપાસ પુરપાટ ઝડપે આવેલી કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં રોડ પાસેની દુકાનમાં સુતેલા વૃદ્ધા પર કાર ફરી વળી હતી. અકસ્માતથી સિમેન્ટના પતરા સહિત ઈલેક્ટ્રિક પોલ પણ તુટી ગયા હતા. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. અનુમાન લગાવાઈ રહ્યુ છે કે, દારૂના નશામા સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હોવાથી આ એકસ્માત સર્જાયો હશે. ઉલ્લેખનીય છે કે, જે કારથી વૃદ્ધાને ટક્કર વાગી હતી કે કાર પર પોલીસ લખેલુ બોર્ડ હતુ, જેમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી. જેથી પોલીસે સ્થળે પહોંચી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ