બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Cannabis Bill to legalize its use in the country is approved in German Cabinet, Government counted its benefits

વિશ્વ / ATMમાંથી દારૂ આપતા આ દેશમાં ગાંજો લીગલ કરવાની તૈયારી: સરકારે ગણાવ્યા અનેક ફાયદા, જોકે અમુક શરતો લગાવાશે

Vaidehi

Last Updated: 05:15 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જર્મનીમાં સરકાર ગાંજો લીગલ કરવાની તૈયારીમાં છે. સરકારે તેના ફાયદા ગણાવ્યાં જે બાદ કેબિનેટમાં કાયદાને લઈને મંજૂરી મળી ગઈ છે.

  • જર્મની સરકાર ગાંજો લીગલ કરવાની તૈયારીમાં
  • કાયદો બનાવવા કેબિનેટની મળી ગઈ મંજૂરી
  • પ્રસ્તાવમાં ફાયદાઓ અને ફેરફારોની વાત કરવામાં આવી

જર્મનીમાં ગાંજાને લીગલ કરવાની તૈયારી ચાલી રહી છે. ગાંજાનાં સામાન્ય ઉપયોગ માટેનો કાયદો બનાવવા માટે કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સરકારનાં આ પગલાં પર પ્રશ્નો ઊઠતાં સ્વાસ્થ્ય મંત્રી લોટરબાખે તેના ફાયદાઓ જણાવ્યાં. તેમણે કહ્યું કે આ કાયદાનો એ અર્થ નથી કે ગાંજો હાનિકારક નથી. આ કાયદાનો ઉદેશ્ય બાળકો અને યુવાઓની સુરક્ષા કરવાનો છે.  

જાણો આ કાયદાથી દેશને અને દેશનાં યુવાઓને કઈ-રીતે ફાયદાઓ થશે? જર્મની સરકારે દલીલ દરમિયાન આ પોઈન્ટસ્ રજૂ કર્યા:

1.લિમિટ નક્કી કરવામાં આવી
મીડિયા રિપોર્ટ અનુસાર જર્મની સરકારનું કહેવું છે કે આ કાયદાથી બદલાવ આવશે. સરકારે પ્રસ્તાવમાં કહ્યું કે 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનાં લોકોને દરરોજ 25-50 ગ્રામ લેવાની પરવાનગી મળશે. 18થી 21 વર્ષનાં ઉંમરનાં લોકો માટે 30 ગ્રામ મંથલી લિમિટ રહેશે.

2.ક્લબમાં ગાંજાનો ઉપયોગ પ્રતિબંધિત
યુવાનોને દર મહિને નિયત માત્રામાં ગાંજો લેવાની પરવાનગી આપવામાં આવી છે પરંતુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ક્લબોમાં ગાંજાનાં ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.

3. ગાંજાનાં 3 છોડ વાવવાની છૂટ
સરકારનાં પ્રસ્તાવ મૂજબ ગાંજા સાથે સંકળાયેલ 3 ખાસ પ્રકારનાં છોડ ઘરમાં ઊગાડી શકાશે. 

4. ગાંજો ઊગાડવો અને ઉપયોગ કરવાનો વિકલ્પ 
નવા પ્રસ્તાવ અંતર્ગત 5 વર્ષ બાદ જર્મની નક્કી કરવામાં આવેલા શહેરોની દુકાનોમાં જ ગાંજો વેંચવાનો લાયસેંસ આપશે. ફાર્મેસીની જગ્યાએ વયસ્કો જ તેને ઊગાડી શકશે અને ઉપયોગ પણ કરી શકશે.

5. કેનાબિસ સોશિયલ ક્લબ
દેશનાં વયસ્ક લોકો બિન-લાભકારી કેનાબીસ સોશિયલ ક્લબનો ભાગ બની શકશે. એક પુખ્ત વ્યક્તિ એક જ ક્લબનો સભ્ય બની શકશે.

મીડિયા અનુસાર, સરકારે ગાંજો લીગલ કરવાનાં ફાયદા ગણાવતાં કહ્યું કે તેનાથી ગાંજાની કાળાબજારી ઓછી થશે. તેના ગેરકાયદેસર ડીલર્સનો પર્દાફાશ કરી શકાશે. નવા પ્રસ્તાવનો ઉદેશ્ય છે કે લોકો તેના સાથે સંકળાયેલ ખરાબ પ્રોડક્ટસનો ઉપયોગ ન કરે. નવો પ્રસ્તાવ આ ડ્રગ સાથે સંકળાયેલા ગુનાઓને રોકવામાં મદદ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ