બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / ટેક અને ઓટો / Can we claim insurances of the damaged vehicles during the war or bomb blasting ?

જાણવા જેવું / શું યુદ્ધમાં વ્હીકલ પર મિસાઇલ પડે કે બૉમ્બ ફાટે, તો ક્લેમ કરી શકાય? જાણો એક્સપર્ટના મતે

Vaidehi

Last Updated: 04:10 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુદ્ધનાં સમયે મોટાપાયે નુક્સાન થાય છે જેમાં વાહનોને પણ ગંભીર નુક્સાન પહોંચે છે. તેવામાં આપણને સવાલ થાય કે શું જંગમાં વાહનોને થયેલા નુક્સાનની ભરપાઈ વીમા કંપનીઓ કરે છે કે નહીં?

  • ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધને લીધે અર્થવ્યવસ્થાને મોટું નુક્સાન
  • યુદ્ધનાં કારણે વાહનોને પણ થાય છે ગંભીર નુક્સાન
  • સવાલ એ છે કે શું યુદ્ધમાં ડેમેજ થયેલ વાહનોને ઈંશ્યોરેન્સ મળે છે?

રશિયા અને યૂક્રેનની વચ્ચેનાં યુદ્ધની આગ હજુ શાંત નહોતી થઈ ત્યાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે મોટું યુદ્ધ શરૂ થઈ ગયું. દરેક પ્રકારનાં યુદ્ધ સમયે જે-તે દેશની અર્થવ્યવસ્થાને મોટું નુક્સાન પહોંચતું હોય છે. તેવામાં સામાન્ય માણસને સવાલ થાય કે યુદ્ધનાં કારણે જો ગાડીને નુક્સાન થયું હોય તો તેનો ઈંશ્યોરેન્સ ક્લેમ કરી શકાય છે કે નહીં.

પ્રાકૃતિક આફત સમયે કરી શકાય છે ક્લેમ
એક્સપર્ટસ કહે છે કે વધુપડતી ઈંશ્યોરેન્સ કંપનીઓ પ્રાકૃતિક આપદાઓ જેવી કે પૂર, વરસાદ, વીજળી પડવી કે ભૂકંપ જેવી દુર્ઘટનાઓમાં વાહનોનાં વીમા ક્લેમનો સ્વીકાર કરી લેતી હોય છે. કેટલીક માનવનર્મિત ઘટનાઓ જેવીકે આતંકવાદ, આગ લાગવી, દંગા જેવી પરિસ્થિતિમાં પણ જો વાહનને નુક્સાન પહોંચે છે તો તેના પર પણ ક્લેમને સ્વીકારવામાં આવે છે. પરંતુ મોટર ઈંશ્યોરેન્સમાં એક એક્સક્લૂઝન ક્લોઝ પણ હોય છે જે અંતર્ગત કેટલાક ખાસ પ્રકારની ઘટનાઓને વીમા ક્લેમના સેક્શનની બહાર રાખવામાં આવ્યું છે.

યુદ્ધમાં નહીં મળે ઈંશ્યોરેન્સ?
એક્સપર્ટસ કહે છે કે એક્સક્લૂઝન ક્લોઝ યુદ્ધ જેવી સ્થિતિમાં કે કોઈ અન્ય દેશ તરફથી કરવામાં આવેલા હુમલા, સૈન્ય કાર્યવાહી જેવી સ્થિતિમાં વાહનને નુક્સાન પહોંચે છે તો તેના પર કોઈ ક્લેમ મેળવી શકાશે નહીં. આ એક્સક્લૂઝન ક્લોઝ વીમા કંપનીઓની સિક્યોરિટી માટે છે તેથી યુદ્ધની સ્થિતિમાં વ્યાપક ધોરણે થતાં નુક્સાનની ભરપાઈ દરમિયાન નાદાર જાહેર ન થઈ જાય.

ક્લેમ મળી શકશે નહીં
યુદ્ધ એટલે કે બોમ્બ બ્લાસ્ટ, મિસાઈલ વગેરેને લીધે જો વાહનને નુક્સાન પહોંચે છે તો તેના પર ક્લેમ લઈ શકાશે નહીં. આ સિવાય બાયો-કેમિકલ, પરમાણુ હુમલો કે યુદ્ધનાં સમયે આગનાં કારણે થનારા નુક્સાન પર પણ વાહન માલિક કોઈ ક્લેન નહીં કરી શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ