બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / camp hanuman temple will be placed at riverfront

જાણવું જરુરી / અમદાવાદના કેમ્પના હનુમાન મંદિરની જગ્યા બદલવાની તૈયારી,જાણો મંદિરના ટ્રસ્ટ મંડળે શું આપ્યુ કારણ

Khyati

Last Updated: 03:45 PM, 11 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ ખસેડવા પ્રક્રિયા શરૂ, આર્મીની સુરક્ષા જળવાય તથા ભક્તો 24 કલાક દર્શન કરી શકે તે માટે મંદિર ખસેડવાની તૈયારી

  • અમદાવાદ કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ ખસેડવા પ્રક્રિયા શરૂ
  • ટ્રસ્ટ દ્વારા મંદિરને જ આર્મી કેન્ટોનમેન્ટમાંથી બહાર લાવવા પ્રયાસ
  • ટ્રસ્ટ મંડળે કેન્દ્ર સરકાર સમક્ષ જગ્યા મેળવવા કરી રજૂઆત 

અમદાવાદમાં આવેલા કેમ્પના હનુમાન મંદિર અન્ય જગ્યાએ ખસેડવાની ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. આ મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો ત્યારે હવે મંદિરના ટ્રસ્ટ તરફથી નિવેદન સામે આવ્યુ છે.  અમદાવાદ કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ ખસેડવા પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. કેમ્પ હનુમાનનું મંદિર આર્મી કેન્ટોનમેન્ટમાં આવેલું છે. જેના કારણે ક્યારેક સુરક્ષાના કારણોસર ભક્તોને દર્શન માટે પ્રવેશ મળતો નથી. જેથી મંદિર રીવરફ્રન્ટ પર ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ટ્રસ્ટ મંડળે કેન્દ્ર સરકાર સમક્ષ જગ્યા મેળવવા કરી રજૂઆત 

અમદાવાદ કેમ્પ હનુમાન મંદિરના ટ્રસ્ટે જણાવ્યું હતું કે ટ્રસ્ટ મંડળે કેન્દ્ર સરકાર સમક્ષ જગ્યા મેળવવા રજૂઆત કરી છે.  રિવરફ્રન્ટ પાસે લઇ જવા માટે આર્મીને પણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.  રાજ્ય સરકાર, AMC, આર્મી તથા કેન્દ્ર સરકાર તરફથી પરવાનગી મળ્યા બાદ જ અમદાવાદ કેમ્પ હનુમાન મંદિર ખસેડવામાં આવશે. મહત્વનું છે કે કેમ્પનું હનુમાન મંદિર આર્મી હસ્તક છે. જેથી  મંદિરમાં પ્રવેશ, પ્રસાદ અને હવનને લઇને સમસ્યા થાય છે. આર્મીની સુરક્ષાના કારણોસર અનેક વખત દરવાજા બંધ કરી દેવામાં આવે છે .જેથી ભક્તોએ દર્શન કર્યા વિના પાછા ફરવાનો વારો આવે છે. ત્યારે જો મંદિરને ખસેડવામાં આવે તો ભક્તોને સમયની સમસ્યા ન થાય.

 

પ્રસાદનો વિવાદ

કેમ્પ હનુમાન મંદિરમાં પ્રસાદ અત્યાર સુધી મંદિરના પૂજારીઓ દ્વારા વહેંચવામાં આવતો હતો. કોરોનાને કારણે દોઢ વર્ષ પ્રસાદ વિતરણ બંધ હતું. પરંતુ કોરોના મહામારી રાજ્યમાં ઓછી થયા બાદ છેલ્લા 6 મહિનાથી પ્રસાદ વિતરણનું કામ ટ્રસ્ટી મંડળે લીધું છે. 2 વર્ષ પ્રસાદ વિતરણ સંપૂર્ણ બંધ રહ્યું હતું. કહેવાઈ રહ્યું છે કે હનુમાન જયંતી બાદ ટ્રસ્ટીઓની બેઠક મળશે, જે બાદ ફરીથી પ્રસાદ વિતરણ શરૂ થશે.

લીઝ પર લેવામાં આવી છે મંદિરની જમીન

મહત્વનું છે કે મંદિરની જમીન 1945થી કેન્ટોન્મેન્ટ પાસે લીઝ પર લેવામાં આવી છે. દર 20 વર્ષે લીઝ રિન્યૂ થાય છે, એક વર્ષનું ભાડું 34 હજાર રુપિયા છે. મંદિર આર્મીના વિસ્તારમાં આવેલું હોવાથી સુરક્ષાના કારણોસર ટ્રસ્ટીઓ તેને બીજી જગ્યાએ શિફ્ટ કરવા તૈયાર થયા હતા, જોકે તે વખતે પૂજારીઓએ તેનો વિરોધ કર્યો હતો. તેમણે ટ્રસ્ટીઓને પત્ર લખી પોતાના નિર્ણય પર ફેરવિચારણા કરવા પણ અપીલ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ