બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Call Us Whatever You Want, Mr Modi. We Will...": Rahul Gandhi Rebuts PM Modi

કોંગ્રેસ નેતાનો વાર / 'જે કહેવું હોય તે કહો પરંતુ અમે તો...' PM મોદીને ટોણો મારતાં રાહુલ ગાંધીએ આપ્યો આવો જવાબ

Hiralal

Last Updated: 02:50 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીને જવાબ આપતાં કહ્યું કે વિપક્ષી મોરચો મણિપુરનું દુખ-દર્દ દૂર કરવાનું કામ કરશે.

  • રાહુલ ગાંધીએ પીએમ મોદીને ટોણો મારીને આપ્યો જવાબ
  • કહ્યું અમને ગમે તે નામથી બોલાવો અમે મણિપુરના લોકોના આંસૂ લુછીશું
  • પીએમ મોદીએ વિપક્ષી INDIA મોરચાના નામને આતંકી સંગઠન સાથે સરખાવ્યું હતું 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન અને પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાને ટાંકીને વિપક્ષી મોરચા INDIA પર આકરા પ્રહારો કર્યાના કલાકો પછી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ તીખા પ્રહારો સાથે વળતો પ્રહાર કર્યો હતો.

શું ટ્વિટ કર્યું રાહુલ ગાંધીએ 
ટ્વિટર પર રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વિપક્ષી મોરચો મણિપુરનું દુખ-દર્દ દૂર કરવાનું કામ કરશે અને પૂર્વોત્તર રાજ્યમાં "ભારતના વિચારને ફરીથી બનાવવામાં" મદદ કરશે. રાહુલે કહ્યું કે મિ. મોદી, તમારે જે નામથી અમને બોલાવવા હોય તે નામથી બોલાવો. અમે ભારત છીએ. અમે મણિપુરને સાજા કરવામાં અને દરેક સ્ત્રી અને બાળકના આંસુ લૂછવામાં મદદ કરીશું. અમે મણિપુરના બધા લોકો માટે પ્રેમ અને શાંતિ પાછા લાવીશું. અમે મણિપુરમાં ભારતના વિચારને ફરીથી બનાવીશું. 

મોદીએ INDIA મોરચા પર સાધ્યું નિશાન 
ભાજપના સંસદીય દળની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે વિપક્ષ પર તીખી ટિપ્પણી કરી હતી. વિપક્ષના નવા મોરચા INDIAને અડફેટે લેતા મોદીએ કહ્યું કે નામમાં INDIA કે ઇંડિયન લગાવવાથી કોઈ ભારતીય નથી થઈ જતું. તેમણે કહ્યું કે આતંકી સંગઠન ઈડિયન મુજાહિદ્દીન અને બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના નામોમાં પણ INDIAનો સમાવેશ થતો હતો.  

કેમ આગમાં શેકાઈ રહ્યું છે મણિપુર
નોર્થ ઈસ્ટ રાજ્ય મણિપુરમાં 3 મેના દિવસે મૈતઈ સમુદાયને એસટીનો દરજ્જો આપવાની માગની વિરોધમાં હિંસા ફાટી નીકળી હતી. કુકી સમુદાય મૈતઈને એસટીનો દરજ્જો આપવાની વિરૃદ્ધમાં છે અને આ મુદ્દે બન્ને સમુદાયો વચ્ચે ભારે લોહિયાળ હિંસા થઈ હતી જેમાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મણિપુરની મુલાકાત લઈ ચૂક્યા છે. વિપક્ષો મણિપુર હિંસા મુદ્દે સંસદમાં પીએમ મોદીના નિવેદનની માગ કરી રહ્યાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ