બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / c j chavda important statement that 18 lakh voters are duplicates in the state

નિવેદન / રાજ્યમાં 18 લાખ મતદારો ડુપ્લિકેટ ! કહ્યું, ચૂંટણી પંચ કોઈ પગલાં ન ભરે તો..:કોંગ્રેસના MLA સી. જે ચાવડાનો આરોપ

Khyati

Last Updated: 04:33 PM, 20 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં મતદાર યાદી સુધારણા ઝૂંબેશ શરૂ થવાની છે. ચાર રવિવાર આ ઝુંબેશ ચાલશે . આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે ચાવડાએ મહત્વનું નિવેદન આપ્યુ

  • મતદાર યાદી અંગે સી.જે.ચાવડાનું નિવેદન 
  • ચૂંટણી કમિશનરને રજુઆત કરી છે-સી.જે.ચાવડા
  • મતદાર યાદીમાં અનેક ભૂલ છે-સી.જે.ચાવડા

રાજ્યમાં મતદાર યાદી સુધારણા ઝૂંબેશ આવતીકાલથી શરૂ થઇ રહી છે. 21 અને 28 તથા 4 અને 11 સપ્ટેમ્બરે મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચાલશે. આમ ચાર રવિવાર મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચાલશે અને 10 ઑક્ટોબરે છેલ્લી મતદાર યાદી જાહેર કરાશે. જેને લઇને કોંગ્રેસના ધારાસભ્ય સી.જે ચાવડાએ મતદાર યાદીને લઇને કેટલાક આક્ષેપો કર્યા. 

મતદાર યાદીમાં અનેક ભૂલો- સી.જે ચાવડા

તેઓએ જણાવ્યું કે મતદારયાદીમાં અનેક ભૂલ છે . ચૂંટણી કમિશનરને રજૂઆત કરી છે. તેઓએ આરોપ લગાવતા જણાવ્યું કે મહેસાણામાં 11 હજાર મતદારો ડુપ્લીકેટ નોંધાયા છે.  ગાંધીનગર ઉત્તરમાં 8 થી 10 હજાર ડુપ્લીકેટ મતદારો છે. એક જ સોસાયટી એક જ ઘરમાં ડુપ્લીકેટ મતદારો સામે આવ્યા છે.  Blo કામગીરી કરતા નથી તેમની સામે કાર્યવાહી થવી જોઈએ તેમ સી.જે.ચાવડાએ જણાવ્યું હતું.

ચૂંટણી પંચ પગલા ભરે નહી તો..- સી.જે ચાવડા 

વધુમાં જણાવ્યું કે ડુપ્લીકેટ મતદારો હયાત છે મરણ પામેલા નથી. 2017માં 1000 કરતા ઓછા મતથી કોંગ્રેસ 20 બેઠક હારી હતી. રાજ્યમાં 18 લાખ મતદારો ડૂપ્લીકેટ છે. ચૂંટણી પંચ કોઈ પગલાં ન ભરે તો હાઇકોર્ટનો સહારો લઈશું તેમ સી.જે.ચાવડાએ જણાવ્યું હતું. 

આ વર્ષે 11 લાખ નવા મતદારો

ઉલ્લેખનીય છે કે  રાજ્યમાં નવા 11 લાખ 15 હજાર 312 મતદારો નોંધાયા.  18 થી 19 વર્ષની ઉંમરના કુલ 6 લાખ 51 હજાર 75 મતદારો નોંધાયા છે જ્યારે 20 થી 29 વર્ષની વય જૂથના 6 લાખ 52 હજાર 274 મતદારો નોંધાયા.  મતદાર યાદીમાં પુરુષ મતદારો કુલ 2 કરોડ 50 લાખ 86 હજાર 28 જ્યારે રાજ્યમાં મહિલા મતદાર કુલ 2 કરોડ 33 લાખ 85 હજાર 448 નોંધાયા.  રાજ્યમાં ત્રીજી જાતિના કુલ 1288 મતદારો નોંધાયા છે આમ  રાજ્યમાં કુલ 4 કરોડ 84 લાખ 72 હજાર 764 મતદારો થયા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ