બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / બિઝનેસ / Business Tips Jojoba Farming gets bumper earning to farmers

બિઝનેસ ટિપ્સ / ઉગાડો માત્ર 15 રૂપિયાનો આ છોડ, ઉજ્જડ જમીનમાં પણ 100 વર્ષ સુધી ફળ આપશે, એમાંય થશે ફાયદો

Vidhata

Last Updated: 09:56 AM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરમ અને સૂકાં વાતાવરણમાં આ પાકની ખેતી સરળતાથી થઈ શકે છે. જો કે, મોટાભાગના ખેડૂતો હજુ પણ આના આર્થિક ફાયદા વિશે જાણતા નથી. ચાલો જાણીએ કે આ પાકની ખેતી કેવી રીતે થઈ શકે

આપણા દેશમાં ખેતીના ક્ષેત્રમાં છેલ્લા એક દાયકામાં લાખો લોકોએ હાથ અજમાવ્યો છે અને વિવિધ પ્રકારના પાકની ખેતી કરીને સારી કમાણી પણ કરી છે. પહેલા એવો સમય હતો કે જયારે લોકો એવું માનતા પણ ખેતીમાં મહેનત વધારે અને કમાણી ઓછી છે. પણ હવે સમય બદલાઈ ગયો છે. હવે સરકાર પણ સતત નવી કૃષિ તકનીકો અને પાકની એવી જાતો ઉગાડવાની સલાહ આપી રહી છે. ત્યારે આજે તમને એવા પાકની ખેતી વિશે જણાવી રહ્યા છીએ જેને ન તો વધારે પાણીની જરૂર હોય છે અને ન તો ફળદ્રુપ જમીનની જરૂર હોય છે. વાત કરી રહ્યા છીએ જોજોબાની ખેતી વિશે. જોજોબા એ એક ખાસ પાક છે જે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ઉગાડી શકાય છે. જોજોબા એક રોકડિયો પાક છે, જેની ખેતી ખેડૂતોને ઘણો ફાયદો કરાવે છે. 

જોજોબાની ખેતી કેવી રીતે કરી શકાય? 

જોજોબા સૂકા વિસ્તારોમાં ઉગે છે અને ખાસ વાત એ છે કે તેની ખેતી કરવા માટે વધારે મહેનત કરવાની જરૂર નથી પડતી. ગરમ અને સૂકાં વાતાવરણમાં સરળતાથી તેની ખેતી કરી શકાય છે. ઓછી સિંચાઈ કરીને પણ જોજોબાનાં છોડ સરળતાથી વધે છે. રેતાળ જમીનમાં જોજોબા છોડ ઉગાડવો સૌથી સરળ છે, તેમાં કોઈ ખાતર ઉમેરવાની જરૂર નથી. જોજોબા ઓછી મહેનતે પણ બમ્પર નફાકારક પાક છે, કારણ કે તેની ખેતી માટે ન તો વધારે સિંચાઈની જરૂર પડે છે કે ન તો વધારે કાળજીની. જોજોબાની ખેતી પાણીની કટોકટીથી પીડાતા સૂકા વિસ્તારો માટે અમૃત સમાન છે. એટલે જ જોજોબાના ફળને રણનું સોનેરી ફળ કહેવામાં આવે છે. જોજોબા વૃક્ષો 3 થી 5 મીટર ઊંચા થાય છે. વિશેષ વાત એ છે કે એકવાર તમે તેના છોડને ખેતરોમાં રોપશો, પછી તમે તેમાંથી આગામી 150 વર્ષ સુધી પાક મેળવી શકો છો.

કેવી રીતે મોટી આવક મેળવી શકીએ - 

ઓછા પાણીવાળા વિસ્તારોમાં, ઉજ્જડ જમીન અને રેતાળ વિસ્તારોમાં પણ તેના વૃક્ષો વાવીને મોટી કમાણી કરી શકાય છે. જોજોબાનાં બીજની કિંમત 500 રૂપિયા પ્રતિ કિલો હોવાનું કહેવાય છે. જયારે તેના છોડની કિંમત માત્ર 15 થી 30 રૂપિયા છે. પરંતુ, જોજોબાના બીજમાંથી કાઢેલું તેલ 7000 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાય છે. વિશ્વમાં જોજોબાની ઘણી માંગ છે, તેથી આ પાકના ભાવ પણ ઘણા સારા મળે છે. 20 કિલો જોજોબા બીજમાંથી 10 કિલો તેલ કાઢવામાં આવે છે. 

આ માટે ઉપયોગી છે જોજોબા -

જોજોબા પ્લાન્ટનો ઉપયોગ મૂળભૂત રીતે ત્વચાના રોગોથી સંબંધિત કોસ્મેટિક ઉત્પાદનો અને દવાઓ બનાવવામાં થાય છે. જોજોબાના બીજમાંથી કાઢવામાં આવેલા તેલમાં વેક્સ એસ્ટર્સ જોવા મળે છે, જેનો ઉપયોગ ચહેરા અને ત્વચા માટે મોઇશ્ચરાઇઝર, શેમ્પૂ-કન્ડિશનર, હેર ઓઇલ, લિપસ્ટિક, એન્ટિ-એજિંગ અને સન કેર પ્રોડક્ટ્સમાં થાય છે. એટલું જ નહીં તેનો ઉપયોગ કેમિકલ અને દવાઓ બનાવવામાં પણ મોટા પાયે થાય છે.

રણમાં ઉગે છે જોજોબા - 

જોજોબાની ખેતીનો ઇતિહાસ અમેરિકાના એરિઝોના, કેલિફોર્નિયા, મેક્સિકો અને મોજાવે રણ સાથે જોડાયેલો છે. જો કે, ભારતમાં જોજોબાની ખેતી મુખ્યત્વે રાજસ્થાનના સૂકા વિસ્તારોમાં થાય છે, જેથી થાર રણમાં રણીકરણ અટકાવી શકાય. આ પાક રણ અને ઉજ્જડ જમીનમાં પણ ખેડૂતો માટે નવી આશા છે. જે ખેડૂતો તેના ફાયદાઓથી અજાણ છે તેઓ ખૂબ ઓછા ખર્ચે તેમની આવક વધારવાના સાધન તરીકે તેનો ઉપયોગ કરી શકે છે. માહિતી અનુસાર, ભારતમાં લગભગ 600 થી 700 હેક્ટર જમીન પર ખેડૂતો જોજોબાની ખેતી કરે છે. જેમાં રાજસ્થાનમાં લગભગ 400 થી 500 હેક્ટર જમીનમાં સૌથી વધુ ખેતી થાય છે. આ પછી ગુજરાતના ખેડૂતો 100 હેક્ટર જમીનમાં અને મહારાષ્ટ્રમાં લગભગ 50 હેક્ટર જમીનમાં જોજોબા ઉગાડી રહ્યા છે. 

વધુ વાંચો: આ સ્મોલ કેપ કંપનીએ રોકણકારોને કર્યા માલામાલ, 1 લાખના થયા 23 કરોડ રૂપિયા, તમારી પાસે છે શેર

જો કે, કૃષિ નિષ્ણાતોના મતે પંજાબ, હરિયાણા, ઓરિસ્સા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં જોજોબાની ખેતી કરીને સરળતાથી પૈસા કમાઈ શકાય છે. તેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ છોડથી 150 વર્ષ સુધી પાક મેળવી શકાય છે તેથી ખેડૂતો પાસે આવનારા ઘણા વર્ષો સુધી પૈસા કમાવવાની તક હશે. કોસ્મેટિક ઉત્પાદનો બનાવવા માટે તેની માંગ સૌથી વધુ છે. સમગ્ર વિશ્વમાં સૌંદર્ય પ્રસાધનોનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ