બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / IPO ભરો છો પણ નથી લાગતો? આ રીતે કરો એપ્લાઈ, એલોટમેન્ટના ચાન્સ વધી જશે

બિઝનેસ / IPO ભરો છો પણ નથી લાગતો? આ રીતે કરો એપ્લાઈ, એલોટમેન્ટના ચાન્સ વધી જશે

Chintan Chavda

Last Updated: 10:43 PM, 13 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Increase Chances IPO Allotment: હાલના સમયમાં લગભગ દરેક લોકો IPO ભરતા હોય છે પરંતુ તેમને ફરિયાદ હોય છે કે તેમણે અલોટમેન્ટ નથી થતું. તમે આ ટિપ્સ ફોલો કરીને તમે એલોટમેન્ટની શક્યતા વધારી શકો છો.

વર્તમાન સમયમાં મોટાભાગના દરેક લોકો સાઈડ ઈનકમ માટે IPO ભરતા હોય છે.  દર અઠવાડિયે કોઈને કોઈ કંપનીનો IPOનું લોન્ચ અથવા લિસ્ટિંગ થઈ રહ્યું છે. એવામાં IPO ભરીને પૈસા કમાવા માંગતા ઇન્વેસ્ટરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જો કે, મોટાભાગના લોકોની એક જ ફરિયાદ છે કે તેઓ IPO ભરે છે પરંતુ તેમનું અલોટમેન્ટ નથી થતું. જો તમને પણ આ સમસ્યા હોય તો ચિંતા ન કરો તમે અમુક ટિપ્સ  ફોલો કરીને IPO એલોટમેન્ટની  શક્યતા વધારી શકો છો.

ipo-new

અલોટમેન્ટ ન થવાના કારણો

IPO એલોટમેન્ટ ન થવાના સૌથી સામાન્ય કારણો મુખ્ય ઓવર સબ્સ્ક્રિપ્શન અને કોમ્પ્યુટરાઇઝ્ડ લોટરી સિસ્ટમ છે. જ્યારે કંપનીને ઇશ્યૂ કરતાં વધુ અરજીઓ મળે છે, ત્યારે મોટાભાગના ઇન્વેસ્ટરોની સંભાવના ઓછી થઈ જાય છે. જો કે, જો કંપની IPO ઓફર કરતાં વધુ અરજીઓ મેળવે છે, તો તે કોમ્પ્યુટરાઇઝ્ડ લોટરીનું આયોજન કરે છે જ્યાં દરેક અરજદારને સમાન તક મળે છે. એવામાં સારું નસીબ ધરાવતા લોકોને જ IPO એલોટમેન્ટ મળે છે. આ ઉપરાંત, ઇન્વેલિડ અરજીઓ, ઇશ્યુ પ્રાઇસના નીચા બેન્ડથી સબ્સ્ક્રાઇબ કરવાના પ્રયાસો વગેરેને કારણે પણ IPO ફાળવણીની આશાને ઝટકો આપે છે.

એલોટમેન્ટની શક્યતા

IPO એલોટમેન્ટની કોઈ ગેરંટી આપવામાં આવતી નથી પરંતુ અમુક ટિપ્સ ફોલો કરીને એલોટમેન્ટની શક્યતા વધારી શકાય છે. દાખલા તરીકે IPO માટે શક્ય તેટલી વધુ લોટ માટે અરજી કરો જેની ભારે માંગ છે. રિટેલ રોકાણકાર મેઇન બોર્ડ IPOમાં રૂ. 2 લાખ સુધીનો લગાવી શકે છે.

તમે અલગ-અલગ પાન કાર્ડ દ્વારા ડિમેટ એકાઉન્ટમાંથી IPO માટે અરજી કરી શકો છો. આવી સ્થિતિમાં IPOની અલોટમેન્ટની શક્યતાઓ વધી જાય છે.

app promo4

કેટલાક IPO એવા છે જેની ચર્ચા બજારમાં ઓછી છે પરંતુ તેમની પાસેથી અપેક્ષાઓ વધારે છે. આવા સમયમાં  IPO નું સબસ્ક્રિપ્શન લિમિટેડ હોય છે અને એલોટમેન્ટની શક્યતા વધે છે.

વધુ વાંચો:રૂપિયા હોય તો દાવ લગાવી દેજો! આ કંપનીના શેરમાં આવશે 53 ટકાનો બમ્પર ઉછાળો!

બીજા દિવસે IPO માટે અરજી કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ઘણી વખત, ટેકનિકલ કારણોસર, ત્રીજા દિવસે IPO એપ્લિકેશનમાં સમસ્યા આવે છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે જેની ખાસ નોંધ લેવી)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPO Business Tips Stock Market
Chintan Chavda
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ