બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:00 PM, 13 June 2025
શેર માર્કેટમાં રોકાણ રિસ્કભર્યું હોય છે. પરંતુ અમુક શેર ઈન્વેસ્ટર્સને જોરદાર રિટર્ન પણ આપે છે. આવો જ એક શેર છે Wanburyનો. જેના શેરમાં માત્ર 5 વર્ષમાં 1475 ટકાનો વધારો જોવા મળ્યો છે. જૂન 2020 માં કંપનીના શેરનો ભાવ 19 રૂપિયા હતો. હવે કંપનીનો રેટ 299.35 રૂપિયાના લેવલે પહોંચી ગયો છે. Wanburyના શેરમાં થયેલા ઉછાળાને કારણે પોઝિશનલ રોકાણકારોના પૈસા માત્ર 5 વર્ષમાં 1 લાખ રૂપિયાથી વધીને 15 લાખ રૂપિયા થઈ ગયા છે.
ADVERTISEMENT
છેલ્લા એક વર્ષમાં Wanburyના શેરના ભાવમાં 93 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. જૂન મહિનામાં શેરમાં 4 ટકાનો વધારો થયો છે. મે મહિનાની શરૂઆતમાં શેરના ભાવમાં 25.50 ટકાનો વધારો થયો હતો. એપ્રિલમાં 1 ટકા અને માર્ચ મહિનામાં 37 ટકાનો વધારો થયો છે.
ADVERTISEMENT
કંપનીનો ૫૨ સપ્તાહનું હાઈ લેવલ 330 રૂપિયા છે અને ૫૨ સપ્તાહનું નીચું લેવલ 151.10 રૂપિયા છે. કોવિડ સમયે કંપનીના શેરનો ભાવ 18 રૂપિયા હતો. ત્યારથી કંપનીના શેરના ભાવમાં 1565 રૂપિયાનો વધારો થયો છે.
ADVERTISEMENT
બ્રોકરેજ હાઉસ વેન્ચુરા સિક્યોરિટીઝ વેનબરીના શેરના પ્રદર્શન અંગે બુલિશ છે. આ બ્રોકરેજ હાઉસે આ સ્ટોકને BUY ટેગ આપ્યો છે. બ્રોકરેજ હાઉસે 459 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇઝ રેટ નક્કી કર્યો છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે કંપનીના શેરનો ભાવ આગામી 24 મહિનામાં આ લેવલે પહોંચી શકે છે. એટલે કે 299 રૂપિયા પર કંપનીના શેરની કિંમત 53 ટકા વધી શકે છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.