બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:53 PM, 21 June 2025
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના IPO ની રાહ જોઈ રહેલા રોકાણકારો માટે સારા સમાચાર આવી રહ્યા છે. સેબીના ચેરમેન તુહિન કાંત પાંડેએ જણાવ્યું છે કે હવે NSEના IPO અંગે કોઈ બાધા નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું NSE IPO આ વર્ષે દિવાળી પહેલા આવી શકે છે, ત્યારે તેમને કોઈપણ સમયરેખા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
ADVERTISEMENT
આ મહિનાની શરૂઆતમાં NSEના મેનેજિંગ ડિરેક્ટર અને CEO આશિષ કુમાર ચૌહાણે જણાવ્યું હતું કે NSE મૂડી બજાર નિયમનકાર તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC)ની રાહ જોઈ રહ્યું છે અને એકવાર તે મળી જાય પછી સ્ટોક એક્સચેન્જ બહુપ્રતિક્ષિત IPO માટે તેના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કરવાની પ્રોસેસ શરૂ કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગયા મહિને સેબીના ચેરમેને જણાવ્યું હતું કે NSE IPO સંબંધિત પેન્ડિંગ મુદ્દાઓ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે અને નિયમનકાર આ પ્રોસેસને આગળ ધપાવશે. FE CFO એવોર્ડ્સમાં બોલતા સેબીના ચેરમેને જણાવ્યું હતું કે બજારની હેરફેર સહન કરવામાં નહીં આવે અને તેઓ તેના પર નજર રાખશે કારણ કે SME પ્રારંભિક સાર્વજનિક ઓફર (IPO) માં હેરફેર વધી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મૂડી બજાર નિયમનકારે તાજેતરના સમયમાં SME IPO સંબંધિત અનેક આદેશો જારી કર્યા છે. જેમાં ફંડ સાઈફનિંગ, ઇશ્યૂ સબ્સ્ક્રિપ્શનમાં હેરાફેરી, ખોટા ખુલાસાઓ અને અન્ય અનિયમિતતાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમને એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, "અમે આના પર સતત નજર રાખીશું. ભવિષ્યમાં બજારમાં હેરાફેરી થવાના કિસ્સામાં અમે ખૂબ જ કડક વલણ અપનાવીશું. ડેરિવેટિવ્ઝ ટ્રેડ્સ, ખાસ કરીને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં હેરફેરના મુદ્દાઓ પણ સામે આવ્યા છે અને સેબી આ બાબતોની તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.