બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:49 PM, 18 June 2025
આજે 21મી સદીમાં માણસની લાઇફ સ્ટાઇલ બદલાય છે. મોજ શોખ ઊંચા અને વધતાં જાય છે અને સામે આવક ઓછી દેખાઈ છે. માણસ વધુમાં વધુ પૈસા કમાવાનું વિચારતો હોઈ અને પોતાનો વ્યવસાય કરવાની ઈચ્છા ધરાવે છે. તો તમને જણાવી દઈએ કે જો તમે તમારી નોકરીથી કંટાળી ગયા છો અથવા નાના વ્યવસાયથી તમારી કારકિર્દી શરૂ કરવા માંગો છો, તો આજે ઘણી તકો છે.
ADVERTISEMENT
ઘણા નાના વ્યવસાયો છે જે તમે ખૂબ જ ઓછા રોકાણથી શરૂ કરી શકો છો અને ઘણી કમાણી કરી શકો છો આજે અમે તમને 4 નાના વ્યવસાયિક વિચારો વિશે વિગતવાર જણાવીશું. જે તમે ફક્ત 20,000 રૂપિયાથી શરૂ કરી શકો છો. આ વ્યવસાયો સ્થાનિક બજાર અને ભારતના વર્તમાન વલણોને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
પહેલી વાત ખોરાકની છે, દરેકને ખોરાક અને પાણી ગમે છે, જો ક્યાંક કંઈક અનોખું મળે તો લોકો તેનો સ્વાદ માણવા માટે સેંકડો કિલોમીટરની મુસાફરી કરીને કરીને ત્યાં પહોંચે છે.
1.ચા/નાસ્તાની દુકાન અથવા ક્લાઉડ કિચન
ADVERTISEMENT
ભારતમાં ચા અને ફાસ્ટ ફૂડની માંગ હંમેશા રહે છે, ખાસ કરીને ઓફિસો, કોલેજો અથવા ભીડભાડવાળા બજારોમાં. તમે આ વ્યવસાય ફક્ત ૨૦ હજાર રૂપિયાથી શરૂ કરી શકો છો. જો તમે સ્વાદિસ્ટ ભોજન બનાવો છો, તો દરેક જગ્યાએ તેની માંગ છે, આની શરૂઆત તમે ફૂટપાથ અથવા તમારા ઘરના રસોડામાંથી કરી શકો છો. આ વ્યવસાય ઓછા ખર્ચે શરૂ કરી શકાય છે, અને તેને ઓનલાઈન ડિલિવરી દ્વારા પણ તેને વધારી શકાય છે.
શહેરોમાં કામ કરતા લોકો અને વિદ્યાર્થીઓ ઘરે બનાવેલા ખોરાકને પસંદ કરે છે. ઓફિસો, હોસ્ટેલ અને પીજીમાં ઘરે બનાવેલા ટિફિન સેવાની હંમેશા માંગ હોય છે. સ્થાન અને મેનુના આધારે, પ્રતિ ટિફિન કિંમત 50-150 રૂપિયા સુધીની હોય છે. જો તમે દરરોજ ઓછામાં ઓછા 50 ટિફિન સપ્લાય કરો છો, ,તો દર મહિને 100 રૂપિયા (100 x 50 x 25 દિવસ = 125,000 રૂપિયા/મહિને) નું વેચાણ શક્ય છે. જો આપણે 30% ખર્ચ ધારીએ, તો દર મહિને લગભગ 37,000 રૂપિયા ખર્ચ થશે અને આવક લગભગ 88,000 રૂપિયા માસિક થશે. શરૂઆતમાં, તમે ડિલિવરી કરો અને પછી તમે સ્થાનિક ડિલિવરી બોય પણ રાખી શકો છો. જ્યારે આ કામ મોટું થશે, ત્યારે તમે તેને કેટરિંગ સર્વિસમાં પણ ફેરવી શકો છો. આનાથી લગ્ન અને પાર્ટીઓ માટે બુકિંગ મળવાનું શરૂ થશે, અને પછી આવક પણ વધવા માંડે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સીઝનલ વ્યવસાયમાં થોડું વધારે રોકાણ કરવું પડશે. પરંતુ સામે કમાણી પણ જબરદસ્ત છે. આ માટે તમારે ફક્ત ભારતના તહેવારોની સીઝન જેમ ક રક્ષાબંધન દરમિયાન રાખડીનો વ્યવસાય, દિવાળી પર લાઇટિંગ અને સજાવટની વસ્તુઓ, હોળી પર રંગો અને પિચકારી પર ધ્યાન આપવું પડશે. આ ઉપરાંત, દેશમાં ઘણા તહેવારો છે જેના પર તમે સંબંધિત સામાન વેચીને ઘણી કમાણી કરી શકો છો. સૌ પ્રથમ, તમે તમારા ઘરેથી સામાન વેચી શકો છો, જ્યારે પડોશના લોકોને તમારા કામ વિશે ખબર પડશે, ત્યારે સામાનનું વેચાણ ઘરેથી જ શરૂ થશે.
આ ઉપરાંત, તમે સ્થાનિક બજારને લક્ષ્ય બનાવી શકો છો. નાના શહેરો અને નગરોમાં સાપ્તાહિક બજારો યોજાય છે, જ્યાં તમે તહેવારો સંબંધિત વસ્તુઓ વેચી શકો છો. તમે ઓનલાઈન પ્લેટફોર્મને પણ લક્ષ્ય બનાવી શકો છો.સીઝનલ વ્યવસાય માટે, તમારે તહેવાર પહેલા જથ્થાબંધ માલ ખરીદવો પડે છે અને તહેવાર દરમિયાન ઊંચા ભાવે વેચવો પડે છે.
ADVERTISEMENT
3.હાથથી બનાવેલા ઉત્પાદનો (ઝવેરાત, સાબુ, મીણબત્તી) વેચવાથી .
ઓનલાઈન અને ઓફલાઈન બજારોમાં હાથથી બનાવેલા ઉત્પાદનોની માંગ વધી રહી છે. કારણ કે લોકોને અનોખી અને પર્યાવરણને અનુકૂળ વસ્તુઓ ગમે છે. તમે આ વ્યવસાય 20 હજારમાં પણ શરૂ કરી શકો છો, દરેક સ્થાનિક બજારમાં કાચો માલ ઉપલબ્ધ થશે. ઉત્પાદનના પેકેજિંગ પર વધારે ધ્યાન આપવું જોઈએ. ગ્રાહકોની વાત કરીએ તો, તમે સ્થાનિક બજાર અને સોશિયલ મીડિયા દ્વારા વેચી શકો છો. જો તમે ઇચ્છો તો, તમે ઘરે મીણબત્તી બનાવવાનું કામ શરૂ કરી શકો છો. જે લગભગ 20 હજાર રૂપિયામાં શરૂ થશે. જ્યાં સુધી વેચાણની વાત છે, તમે સ્થાનિક દુકાનદારોને વહેચી શકો છો. તમે ઓનલાઈન પણ વેચી શકો છો, રંગબેરંગી મીણબત્તીઓ ઘણી વેચાય છે.
4.સ્ટેશનરી અને મોબાઈલ એસેસરીઝ
જો તમે સ્કૂલ-કોલેજ અને કોઈપણ ઓફિસની બહાર સ્ટેશનરી અને મોબાઈલ એસેસરીઝ લઈને ઉભા રહેશો, તો તમને ઘણા ખરીદદારો મળશે. કારણ કે બાળકોમાં સ્ટેશનરી અને યુવાનોમાં મોબાઈલ એસેસરીઝની માંગ હંમેશા રહે છે. જો તમે નવી વસ્તુઓ લાવશો, તો તે તરત જ વેચાઈ જશે. શરૂઆતમાં, તમે પેન, પેન્સિલ, કલર, ડાયરી, ઝેરોક્ષ અને સ્ટીકરો જેવી વસ્તુઓ રાખી શકો છો. આ ઉપરાંત, તમે સસ્તા મોબાઈલ એસેસરીઝ જથ્થાબંધ ખરીદીને વેચી શકો છો. તમે આ વ્યવસાય ફક્ત 10 થી 20 હજાર રૂપિયાથી શરૂ કરી શકો છો. જથ્થાબંધ વસ્તુઓ ખરીદીને છૂટક વેચાણ કરીને, માર્જિન 4-5 ગણું થઈ શકે છે.
આ પણ વાંચો : ATMથી ડેબિટ કાર્ડ, 1 જુલાઈથી બેંકિંગ નિયમો બદલાશે, તમારા ખિસ્સા પર સીધી અસર
નોંધ: જ્યારે તમે 10-20 હજાર રૂપિયાનું રોકાણ કરીને કામ શરૂ કરો છો, ત્યારે તમારું ધ્યાન વ્યવસાયને વિસ્તૃત કરવા પર હોવું જોઈએ, શરૂઆતના તબક્કામાં થોડા ઓછા માર્જિન પર કામ કરો, પછી જેમ જેમ વેચાણ વધે તેમ તેમ બજાર પ્રમાણે માર્જિન નક્કી કરો. બીજી મહત્વની વાત એ છે કે જ્યારે તમે 20-30 હજારની નોકરી છોડીને આ પ્રકારનું કામ શરૂ કરો છો,ત્યારે ૩૦ હજારના પગારને ભૂલી જાઓ, વધુ સારો રસ્તો એ છે કે તમે દરરોજ 1000 રૂપિયા કમાવા પર ધ્યાન આપો. જો શરૂઆતમાં 1000 રૂપિયા બચે છે, તો ચિંતા કર્યા વિના આગળ કામ કરતા રહો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.