બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ઈરાન-ઈઝરાયલ જંગ વચ્ચે સોનાના ભાવમાં મોટો જમ્પ, 1 લાખને પાર ગોલ્ડ, આગળ શું થશે?

બિઝનેસ / ઈરાન-ઈઝરાયલ જંગ વચ્ચે સોનાના ભાવમાં મોટો જમ્પ, 1 લાખને પાર ગોલ્ડ, આગળ શું થશે?

Chintan Chavda

Last Updated: 09:04 PM, 16 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold Price Today: COMEX પર સોનાનો રજીસ્ટેંસ 3,476 ડોલર માનવામાં આવે છે. જો વર્તમાન ગતિ ચાલુ રહે તો તે 3,540 ડોલર સુધી પહોંચી શકે છે. MCX પર સોનાને 98,900 રૂપિયા પર સપોર્ટ મળી રહ્યો છે.

સોમવાર, 16 જૂનના રોજ સ્થાનિક વાયદા બજાર (MCX) પર સોનાના ભાવે એક નવો ઇતિહાસ રચ્યો. ઓગસ્ટ ડિલિવરી માટે સોનાનો ભાવ દિવસના પહેલા ભાગમાં 1,01,078 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. જોકે, તે થોડા સમય પછી ઠંડો પડ્યો અને લગભગ 1,00,290 રૂપિયા સ્થિર થયો. આ ઉછાળો મુખ્યત્વે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા લશ્કરી તણાવને કારણે જોવા મળ્યો, જેના કારણે વિશ્વભરમાં સુરક્ષિત રોકાણોની માંગમાં વધારો થયો.

gold-rate-final

કેમ ચડ્યું સોનું?

ઇઝરાયલે ઇરાન સામે નવેસરથી લશ્કરી કાર્યવાહી કરી છે, જેના કારણે સમગ્ર પશ્ચિમ એશિયામાં વ્યાપક યુદ્ધનો ભય ઉભો થયો છે. અમેરિકાએ પણ સંભવિત હસ્તક્ષેપની ચેતવણી આપી છે અને ઇઝરાયલે અપાતકાલીન સ્થિતિ જાહેર કરી છે. આ સમયે, વિશ્વભરના ઇન્વેસ્ટરોને લાગે છે કે આ યુદ્ધ આગામી સમયમાં શેરબજાર પર અસર કરી શકે છે. આ જ કારણ છે કે રોકાણકારો સોનામાં પોતાના પૈસાનું રોકાણ કરી રહ્યા છે, જેને સેફ હેવન કહેવામાં આવે છે. આ પહેલી વાર નથી જ્યારે બે દેશો વચ્ચે વધતા તણાવને કારણે સોનામાં તેજી આવી હોય. અગાઉ, ભારત-પાકિસ્તાન તણાવ, રશિયા-યુક્રેન તણાવ અને અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધમાં પણ સોનામાં તેજી જોવા મળી હતી.

app promo4

બીજી બાજુ, યુએસ ડોલરની મજબૂતી અને 18 જૂને US Federal Reserve ની પોલિસી મિટિંગે ઇન્વેસ્ટરોને સતર્ક રાખ્યા છે. પરંતુ તાજેતરના યુએસ ફુગાવાના ડેટા (CPI) સકારાત્મક હોવા છતાં, ઈરાન અને યુએસ વચ્ચે પરમાણુ વાટાઘાટો તૂટી જવાનો ભય છે, જે સોનાને વધુ ઉપર ધકેલી શકે છે.

વધુ વાંચો:ભારતમાં પેટ્રોલ 500 રૂપિયા લિટર થઇ જશે? જાણો વિદેશ મંત્રીએ કેમ ચેતવણી આપી

આગળ શું થશે?

COMEX પર સોનાનો રજીસ્ટેંસ 3,476 ડોલર માનવામાં આવે છે. જો વર્તમાન ગતિ ચાલુ રહે તો તે 3,540 ડોલર સુધી પહોંચી શકે છે. MCX પર સોનાને 98,900 રૂપિયા પર સપોર્ટ મળી રહ્યો છે. જો તણાવ ચાલુ રહે તો, ભવિષ્યમાં સોનાનો ભાવ ફરીથી 1,02,000 રૂપિયા સુધી પહોંચી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Iran Israel War Gold price Business News
Chintan Chavda
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ