બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Bullet train pillar structure collapses in Vadodara

ચકચાર / વડોદરામાં બુલેટ ટ્રેન માટેના પિલરનું સ્ટ્રક્ચર નમી જતાં કામગીરી પર ઉઠ્યા સવાલ, અડધી રાતે અધિકારીઓમાં મચી ગઈ દોડધામ

Malay

Last Updated: 12:45 PM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરાના વિશ્વામિત્રી સ્ટેશન પાસે નિર્માણાધીન બુલેટ ટ્રેનના પિલરનું સ્ટ્રક્ચર અચાનક નમી જતાં ખળભળાટ, અધિકારીઓએ રાત્રે જ નમી ગયેલા પિલરને ઉભા કરવાની કામગીરી કરાવી શરું.

  • બુલેટ ટ્રેનના પિલરના સળિયા નમી ગયા 
  • ટ્રેનનો પિલ્લર નમી પડતા તંત્ર થયું દોડતું
  • કામગીરી સામે ઉભા થયા અનેક સવાલો

વડોદરા ન્યૂઝઃ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની ખામી કે પછી નબળી કામગીરી ન થાય એ માટે પણ પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એવામાં વડોદરામાં ગઈકાલે રાત્રે નિર્માણાધીન બુલેટ ટ્રેનના પિલરનું સ્ટ્રક્ચર અચાનક નમી જતાં અધિકારીઓમાં દોડાદોડી થઈ ગઈ હતી.

બુલેટ ટ્રેનનું પિલર નમી પડતા તંત્ર થયું દોડતું 
વડોદરાના વિશ્વામિત્રી સ્ટેશન પાસે ગઈકાલે રાત્રે બુલેટ ટ્રેનના પિલરનું સ્ટ્રક્ચર અચાનક નમી ગયું હતું. આ અંગેની જાણ થતાંની સાથે જ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. બુલેટ ટ્રેનની કામગીરી સંભાળતા અધિકારીઓ રાત્રે જ વિશ્વામિત્રી સ્ટેશન પાસે દોડી આવ્યા હતા અને પિલરને ઉભા કરવાની કામગીરી શરું કરાવી હતી. 

અધિકારીઓએ રાત્રે જ કામગીરી કરાવી શરૂ
અધિકારીઓએ રાત્રે જ ક્રેનની મદદથી નમી ગયેલા પિલરની કામગીરી શરૂ કરાવી હતી. અધિકારીઓની હાજરીમાં જ પિલર પરથી નમી ગયેલા સળિયા સીધા કરાયા હતા. નિર્માણાધીન બુલેટ ટ્રેનના પિલરનું સ્ટ્રક્ચર અચાનક નમી પડતા કામગીરી સામે સવાલો ઉઠી રહ્યાં છે. એવામા હાઇ સ્પીડ રેલ તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે તે એક મોટો સવાલ છે.

2 કલાકમાં પહોંચી જવાશે અમદાવાદથી મુંબઈ
અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિમી લંબાઈની ભારતની પ્રથમ હાઈ સ્પીડ રેલ લાઈન બનાવી રહ્યું છે, જેનો 352 કિમીનો રૂટ ગુજરાતના નવ જિલ્લાઓ અને મહારાષ્ટ્રના ત્રણ જિલ્લામાંથી પસાર થશે. મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટની કુલ લંબાઈ 156 કિમી અને નગર હવેલીમાં 4 કિમી છે. પ્રોજેક્ટનું કામ આ તમામ જિલ્લાઓમાં શરૂ થઈ ચૂક્યું છે. આ કોરિડોરમાં 12 સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. બુલેટ ટ્રેનની સ્પીડ 320 કિમી પ્રતિ કલાકની હશે. બુલેટ ટ્રેન બે કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચશે.

સળગતા સવાલ
- કેવા પ્રકારનું કામ કરવામાં આવ્યું કે નિર્માણાધીન પિલરનું સ્ટ્રક્ચર નમી ગયું? 
- શું કોઈ ધારાધોરણ મુજબ પિલરનું કામ નથી કરવામાં આવતું? 
- શું કામની નબળી ગુણવત્તાને લીધે પિલરના સળિયા નમી ગયા? 
- કોની બેદરકારીના લીધે નિર્માણાધીન પિલરના સળિયા નમી ગયા ? 
- શું હાઈસ્પીડ રેલવેતંત્ર કસૂરવાર વિરુદ્ધ કાર્યવાહી કરશે? 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ