બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / આ બેંકે ગ્રાહકોને આપી ભેટ,લોનના વ્યાજ દરમાં કર્યો મોટો ઘટાડો!
Maulik Patel
Last Updated: 07:46 PM, 14 June 2025
જાહેર ક્ષેત્રની કેનેરા બેંકે રેપો રેટ લિંક્ડ લોન પર વ્યાજ દરમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. આનાથી સુધારેલા રેપો આધારિત વ્યાજ દર 8.75 ટકાથી ઘટીને 8.25 ટકા થયો છે. નવા દરો 12 જૂન, 2025થી અમલમાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ગયા અઠવાડિયે મુખ્ય પોલિસી રેપો રેટમાં 0.5 ટકાનો ઘટાડો કર્યા બાદ કેનેરા બેંકે આ પગલું ભર્યું છે. આ ઘટાડા સાથે, કેનેરા બેંક RBIના પગલા પછી વ્યાજ દરમાં 0.50 ટકાના ઘટાડાનો સંપૂર્ણ લાભ તેના ગ્રાહકોને આપી રહી છે.
ADVERTISEMENT
હોમ લોન અને ઓટો લોનના દરમાં ઘટાડો
ADVERTISEMENT
કેનેરા બેંક દ્વારા એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટાડાથી તમામ પ્રકારની લોન માટે લઘુત્તમ વ્યાજ દરમાં ઘટાડો થયો છે. આના કારણે, હોમ લોન પર વ્યાજ દર વાર્ષિક 7.90 ટકાથી ઘટીને 7.40 ટકા થઈ ગયો છે. જ્યારે, ઓટો લોન દર વાર્ષિક 8.20 ટકાથી ઘટીને 7.70 ટકા થઈ ગયો છે.
ADVERTISEMENT
વધારે વાંચો: શું UPI વ્યવહાર પર લાગશે ચાર્જ? જાણો સરકારે શું કહ્યું
RBIએ દર ઘટાડ્યો હતો
ADVERTISEMENT
નિવેદન મુજબ, આ પગલું કેનેરા બેંકના ગ્રાહક-કેન્દ્રિત નીતિઓ પર સતત ધ્યાન કેન્દ્રિત કરવા અને લોનની સરળ સુલભતા દ્વારા આર્થિક પ્રગતિને ટેકો આપવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ઉલ્લેખનીય છે કે દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષામાં, RBIએ મુખ્ય નીતિ દર રેપો 0.5 ટકા ઘટાડીને 5.5 ટકા કર્યો હતો.આ સાથે, તેણે કેશ રિઝર્વ રેશિયો (CRR) એક ટકા ઘટાડીને ત્રણ ટકા કરવાની પણ જાહેરાત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.