બ્રેકિંગ ન્યુઝ
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. આ વખતે ચાર હસ્તીઓને પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવ્યું છે. 17ને પદ્મ ભૂષણ સન્માન અને 107 લોકોને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યું છે. પદ્મ ભૂષણ સન્માન મેળવનારા લોકોમાં એક નામ છે બુદ્ધદેવ ભટ્ટાચાર્ય. જેમણે પુરસ્કાર લેવાની ના પાડી દીધી છે.
ADVERTISEMENT
#UPDATE | In a statement, former West Bengal CM Buddhadeb Bhattacharjee says he will not accept the Padma Bhushan award https://t.co/YiEYyxTNGH
— ANI (@ANI) January 25, 2022
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું કહેવું છે કે, તેમને આ વિશે જાણ કરવામાં આવી નહોતી. તેમને સાર્વજનિક બાબતોને ધ્યાનમાં રાખીને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેઓ 2000થી 2011 સુધી બંગાળના મુખ્યમંત્રી રહ્યા હતાં.
ADVERTISEMENT
CPIM મહાસચિવ સીતારામ યેચુરીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું કહેવું છે કે, મને પદ્મભૂષણ પુરસ્કાર વિશે કંઈ ખબર નથી. મને આ અંગે કોઈએ કંઈ જણાવ્યું પણ નથી. જો મને પદ્મભૂષણ આપવામાં આવ્યું છે, તો હું તેને અસ્વિકાર કરું છું.
ADVERTISEMENT
Former Party PB member & WB CM Buddhadeb Bhattacharya had this to say on the Padma Bhushan award announcement.
— Sitaram Yechury (@SitaramYechury) January 25, 2022
“I don't know anything about Padman Bhusan award,none has said anything about it. If I have been given Padma Bhushan I refuse to accept it.”
ADVERTISEMENT
કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે બુદ્ધદેવ ભટ્ટાચાર્યના આ નિર્ણય પર કહ્યું કે, તેમણે યોગ્ય કર્યું. તેઓ ગુલામ નહીં આઝાદ બનવા માગે છે.
બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ પુરસ્કાર નહીં સ્વિકારવાની વાત કરવાથી રાજકીય પ્રતિક્રિયા આવવા લાગી છે. સોશિયલ મીડિયા પર તેમના આ પ્રકારના નિર્ણયથી લોકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર દ્વારા 128 લોકોને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. પદ્મ પુરસ્કારોની આ જાહેરાત બાદ વિવાદ પણ થયો છે. પદ્મ વિભૂષણ મેળવનારામાંથી એક પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ પુરસ્કાર લેવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, આ અંગે તેમને જણાવવામાં આવ્યું નહોતું. જેથી તે પુરસ્કાર લઇ શકે નહીં. બુદ્ધદેવ 2000થી 2011 સુધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હતી. તે જાદવપુર વિધાનસભાથી સળંગ 24 વર્ષ સુધી ચૂંટાયા હતા. તેમણે સિંગુર અને નંદીગ્રામ જેવા આંદોલનના કારણે સત્તા ગુમવવી પડી હતી. બુદ્ધદેવ ભટ્ટાચાર્ય બાદ બંગાળની પ્રખ્યાત સિંગર સંધ્યા મુખર્જીએ પણ પદ્મ શ્રી લેવાનો ઈન્કાર કરી દીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.