બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Budget 2024 / Budget / જૂની ટેક્સ રિજીમનો આવતા વર્ષે ચાલુ રહેશે કે નહીં? નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યો જવાબ
Last Updated: 10:29 PM, 23 July 2024
નાણામંત્રીનિર્મલા સીતારમણે મંગળવારે આવકવેરા પ્રણાલીમાં કેટલાક ફેરફારોની જાહેરાત કરી, જેનાથી મધ્યમ વર્ગ અને નોકરીયાત લોકોને રાહત મળી. આ બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનને 50 ટકા વધારીને 75,000 રૂપિયા કરવાની અને નવી ટેક્સ સિસ્ટમ હેઠળ ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરમિયાન નાણામંત્રીએ જણાવ્યું હતુ કે શું જૂની ટેક્સ સિસ્ટમ આવતા વર્ષે ખતમ થશે કે પછી ચાલુ રહેશે.
ADVERTISEMENT
અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું
નિર્મલા સીતારમણે આવી અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું અને કહ્યું કે જૂની ટેક્સ સિસ્ટમ ક્યારે નાબૂદ થશે. આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે હું એટલું જ કહી શકું છું કે સરકારનો ઉદ્દેશ્ય ટેક્સ સિસ્ટમને સરળ બનાવવાનો છે. અમે એ પણ કહી શકતા નથી કે જૂની ટેક્સ વ્યવસ્થા નાબૂદ થશે કે નહીં.
ADVERTISEMENT
નવી અને જુની ટેક્સ રિજીમમાં શુ અંતર છે?
જૂના કર પ્રણાલીમાં અનેક પ્રકારની કપાત અને મુક્તિ ઉપલબ્ધ હતી. જેમાં ઘરનું ભાડું અને રજા મુસાફરી ભથ્થું તેમજ કલમ 80C, 80D, 80CCD (1B) અને 80CCD (2) હેઠળ કપાતનો સમાવેશ થાય છે. જ્યારે નવી ટેક્સ સિસ્ટમમાં આવી છૂટનો કોઈ વિકલ્પ નથી. સરળ શબ્દોમાં કહીએ તો, નવી કર પ્રણાલીમાં આવકવેરાના દરો ઓછા છે પરંતુ કપાત અને મુક્તિ પણ ઓછી છે.
શું જણાવ્યુ નાણામંત્રીએ?
સંસદમાં બોલતા, નિર્મલા સિતારમણે કહ્યું કે બે તૃતીયાંશ કરતા વધુ વ્યક્તિગત કરદાતાઓએ નાણાકીય વર્ષ 2023-24માં નવી આવકવેરા વ્યવસ્થાનો વિકલ્પ પસંદ કર્યો છે. ગયા નાણાકીય વર્ષમાં 8.61 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. નવી આવકવેરા પ્રણાલી હેઠળ, નવા ટેક્સ સ્લેબ 1 એપ્રિલ 2024 (આકારણી વર્ષ 2025-26) થી લાગુ થશે.
વધું વાંચોઃ NEET UG પરીક્ષા ફરીવાર નહીં યોજાય, સુપ્રીમ કોર્ટનો આદેશ, કહ્યું 'પુરાવા પૂરતા નથી
આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે નવી સિસ્ટમ હેઠળ 3 લાખ રૂપિયા સુધીની આવકને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવશે. પ્રસ્તાવ મુજબ 3 થી 7 લાખ રૂપિયાની આવક પર પાંચ ટકા, 7 થી 10 લાખ રૂપિયાની આવક પર 10 ટકા અને 10-12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા ટેક્સ લાગશે. જોકે, 12-15 લાખ રૂપિયાની આવક પર 20 ટકા ટેક્સ લાગતો રહેશે અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર પહેલાની જેમ 30 ટકા ટેક્સ લાગતો રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.