બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / બિઝનેસ / ભારત / Budget / Budget 2024: Amid India-Maldives tension, big announcement about Lakshadweep in the budget

Budget 2024 / બજેટ 2024: ભારત-માલદીવ તણાવ વચ્ચે બજેટમાં લક્ષદ્વીપને લઇ મોટું એલાન, હાથ ધરાશે મેગા પ્રોજેક્ટ

Megha

Last Updated: 02:40 PM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજેટ રજૂ કરતાં સમયે નાણામંત્રીએ ટુરિઝમ સેક્ટર વિશે પણ ઘણી જાહેરાતો કરી. સાથે જ માલદીવ સાથે ચાલી રહેલ તણાવ વચ્ચે બજેટમાં લક્ષદ્વીપને મોટી ભેટ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

  • નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે ઘણી મોટી જાહેરાતો કરી. 
  • નાણામંત્રીએ ટુરિઝમ સેક્ટર વિશે પણ ઘણી જાહેરાતો કરવામાં આવી છે. 
  • બજેટમાં લક્ષદ્વીપને મોટી ભેટ આપવાની પણ જાહેરાત કરવામાં આવી. 

મોદી સરકારની બીજી ટર્મનું અંતિમ બજેટ નાણામંત્રી નિર્મલા સિતારમણે લોકસભામાં રજૂ કર્યું. નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ છઠ્ઠું બજેટ છે. આ એક વચગાળાનું બજેટ છે, જે આગામી ત્રણ મહિનાના ખર્ચનો હિસ્સો ધરાવે છે. લોકસભાની ચૂંટણી બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. તેમના વચગાળાના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રની મોદી સરકારની ઘણી સિદ્ધિઓ ગણાવી, સાથે જ ઘણી મોટી જાહેરાતો પણ કરી છે.  

બજેટ રજૂ કરતાં સમયે નાણામંત્રીએ ટુરિઝમ સેક્ટર વિશે પણ ઘણી જાહેરાતો કરી હતી. માલદીવ સાથે ચાલી રહેલ તણાવ વચ્ચે બજેટમાં લક્ષદ્વીપને મોટી ભેટ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. નિર્મલા સીતારમણે કહ્યું કે લક્ષદ્વીપ સહિત ઘણા ટાપુઓ માટે નવી પ્રવાસન યોજનાની ઘોષણા કરવામાં આવશે. 

એ વાત તો જાણીતી જ છે કે માલદીવની સરકારના મંત્રીઓ દ્વારા વડાપ્રધાન મોદી પર વાંધાજનક ટિપ્પણી પછી સોશિયલ મીડિયા પર માલદીવને બૉયકોટ કરવામાં આવ્યું હતું. એ બાદ ભારતના પ્રવાસીઓ લક્ષદ્વીપ જવા લાગ્યા હતા. નિર્મલા સીતારમણે કહ્યું કે લક્ષદ્વીપમઆ સુવિધાઓ માટે નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. જેના કારણે રોજગારી પણ વધશે.

નિર્મલા સીતારમણે કહ્યું કે 2025માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું બજેટ વધારીને 11.11 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે, લક્ષદ્વીપ સહિતના આપણા ટાપુઓ પર પોર્ટ કનેક્ટિવિટી, પ્રવાસન માળખાકીય સુવિધાઓ અને સુવિધાઓ માટેના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.'

વધુ વાંચો: એક ક્લિકમાં મોદી સરકારના ટૂંકા અને ટચ બજેટને સરળ રીતે સમજો, 8 પોઈન્ટ સૌથી અગત્યના

આ સાથે જ વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે રાજ્યોમાં ઘણા સુધારાની જરૂર છે. આ સુધારામાં મદદ કરવા માટે આ વર્ષે 50 વર્ષની વ્યાજમુક્ત લોનના રૂપમાં રૂ. 75,000 કરોડની જોગવાઈનો પ્રસ્તાવ છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહનઃ 
બજેટ ભાષણમાં નાણામંત્રીએ કહ્યું કે રેલવે-સમુદ્ર માર્ગને જોડવા પર ભાર મૂકવામાં આવશે. આ નિર્ણય પ્રવાસન કેન્દ્રોના વિકાસને વેગ આપશે. હાલ પ્રવાસન ક્ષેત્રે વિકાસ ઝડપી બની રહ્યો છે અને આ માટે  પ્રવાસન ક્ષેત્રમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 11 ટકા વધુ ખર્ચ કરવામાં આવશે.

Budget 2024 Was there a change in the income tax slab or not Finance Minister Nirmala Sitharaman announced

નવી સરકાર ચાર્જ સંભાળ્યા બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરશે.
મોદી સરકાર 2.0નું છેલ્લું બજેટ નવી સંસદમાં આજે એટલે કે સામાન્ય ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાના કાર્યકાળનું છઠ્ઠું બજેટ રજૂ કર્યું છે અને આ બજેટ વચગાળાનું બજેટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જ સ્પષ્ટ કર્યું હતું કે નવી સરકાર ચાર્જ સંભાળ્યા બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વચગાળાના બજેટમાં પણ મોદી સરકાર સામાન્ય લોકો અને કરદાતાઓ માટે રાહતનો ડબ્બો ખોલી શકે છે. 

બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી 9મી ફેબ્રુઆરી સુધી ચાલશે. 
નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટને મંજૂરી આપવા માટે કેબિનેટની બેઠક પહેલા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. જ્યાં બજેટને મંજૂરી આપ્યા પછી, રાષ્ટ્રપતિએ નિર્મલા સીતારમણને દહીં-ખાંડ ખવડાવ્યા હતા. એક દિવસ પહેલા એટલે કે 31 જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદને સંબોધિત કરી હતી અને તેમણે મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી.  સંસદનું બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી શરૂ થયું હતું અને  9મી ફેબ્રુઆરી સુધી ચાલશે. 

વધુ વાંચો: મિડલ ક્લાસને 300 યુનિટ વીજળી મફત મળશે, પણ કઈ રીતે? શું છે સરકારનો પ્લાન

2019 ના વચગાળા બજેટમાં શું જાહેરાત કરવામાં આવી હતી?
પરંપરા મુજબ, વોટ ઓન એકાઉન્ટમાં કોઈ મોટી નીતિની જાહેરાત કરવામાં આવતી નથી. 2019 ના વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગને આકર્ષવા માટે, સરકારે 5 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવકને આવકવેરામાંથી મુક્તિ આપી હતી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 12 કરોડ ખેડૂતોને 6,000 રૂપિયા રોકડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. 

આ મહિનામાં આવી શકે છે પૂર્ણ બજેટ 
વચગાળાનું બજેટ એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિના માટે કેન્દ્ર સરકારના જરૂરી ખર્ચને પહોંચી વળવા એડવાન્સ ગ્રાન્ટ માટે સંસદની મંજૂરી માંગે છે. એપ્રિલ/મેમાં સામાન્ય ચૂંટણીઓ પછી ચૂંટાયેલી નવી સરકાર કદાચ જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ કરશે. આદર્શ આચારસંહિતા લાગુ થયાના થોડા અઠવાડિયા પહેલા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ