બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Bridge collapses in Surendranagar, landslides in Rajkot, Meteorological Department forecast

2 મિનિટ 12 ખબર / સુરેન્દ્રનગરમાં બ્રિજના કટકા તો રાજકોટમાં વોકળો જમીનદોસ્ત, હવામાન વિભાગનું વરસાદ અંગે શું અનુમાન?, ખેડૂતો માટે ગુડ ન્યૂઝ

Dinesh

Last Updated: 07:26 AM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : રાજ્યમાં 4 દિવસ હળવા વરસાદની આગાહી, હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં 26 તાલુકાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. આગામી 3 દિવસ રાજ્યમાં વરસાદ પડવાની સંભાવનાં છે. તેમજ આજે 26 તાલુકાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  જેમાં સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતનાં પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, ભરૂચ,  તાપી, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત વડોદરા, આણંદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

It has rained universally in areas including Junagadh, Vadodara, Narmada, Amreli

રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે કહ્યું કે, 30 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં હલચલ જોવા મળશે જેને લઈ અરબ સાગરમાં વાવાઝોડું સર્જાય તેવી સંભાવના છે.અંબાલાલ પટેલે કહ્યું કે, 27 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન વરસાદ વરસી શકે છે તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ પડવાની સંપૂર્ણ શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ વરસી શકે છે. 2 ઓક્ટોબરે બંગાળમાં વાવાઝોડું સર્જાઈ શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતાઓ છે. તેમણે કહ્યું કે, કચ્છના કેટલાક ભાગમાં વરસાદ પડવાની શક્યતા છે તેમજ 27 સપ્ટેમ્બરે ગુજરાતમાંથી ચોમાસાની પીછેહટ થશે. લો પ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન વાવાઝોડાનું સર્જન થઈ શકે છે તેમ અંબાલાલએ આગાહી કરી છે. 

ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. મેઘરાજાએ કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. જો કે, એક બે દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પર થોડી બ્રેક લાગી હોય તેવું પણ લાગી રહ્યું છે. તો જૂનાગઢ, વડોદરા, નર્મદા, અમરેલી સહિતના વિસ્તારમાં મેઘરાજાની ધબધબાટી યથાવત જોવા મળી છે. જૂનાગઢ જિલ્લામાં સવાર બાદ વરસાદી માહોલ જામ્યો છે. માણાવદરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વરસાદને લઇ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ચોમાસું પાકને પાછોતરા વરસાદથી ફાયદો થયો છે 

ગુજરાતમાં વરસાદની હાલ કોઈ જ સિસ્ટમ એક્ટિવ નહીં, ક્યાંક ધીમીધારે તો ક્યાંય  છૂટોછવાયો વરસે તેવી શક્યતા/ ambalal forecast arrival of meghraja in gujarat  from today heat ...

રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં મોટી દુર્ઘટના ઘટી છે. ગણપતિ પંડાલ પાસે વોકળાનો સ્લેબ ધરાશાયી થતા અનેક લોકો વોકળામાં ખાબક્યાં હતા. ગણપતિ પંડાલ પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. તે સમય દરમિયાન અચાનક વોકળાનો સ્લેબ ધરાશાયી થતા દૂર્ઘટના ઘટી હતીસમગ્ર ઘટનાને પગલે સ્થાનિક લોકોએ બચાવની કામગીરી હાથ ધરી હતી. દુર્ઘટનામાં 10થી વધુ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે.  પાપ્ત વિગતો મુજબ પંડાલ પાસેનો આ સ્લેબ જૂનો અને જર્જરિત હોવાથી આ દૂર્ઘટના બની હોવાની માહિતી છે. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. 

રાજકોટમાં સર્વેશ્વર ચોક પાસે ગણપતિ પંડાલ પાસે વોકળાનો સ્લેબ ધરાશાયી થતા અનેક લોકો વોકળામાં ખાબક્યાં હતા. જે દૂર્ઘટનામાં એક મહિલાનું મોત થયું છે તેમજ અનેક લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. જો કે, સમગ્ર ઘટનાને લઈ અત્યારે રાહત કામગીરી ચાલું છે. જે સમગ્ર ઘટનાને લઈ કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે.કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતએ જણાવ્યું કે, 35 વર્ષ જૂનું બાંધકામ અને રાજકોટમાં આ પ્રથમ RMC દ્વારા વોકળો વેચવામાં આવ્યો હતો. વધુમાં કહ્યું કે, જર્જરિત શિવમ કોમ્પલેક્ષ 1 અને 2માં ઘટી ઘટના ઘટી છે તે બન્ને બિલ્ડીંગો વોકળા પર બનાવવામાં આવી છે. જર્જરિત હોવા છતાં કોઈ નોટિસો ફટકારાઈ પણ ન હતી. કોંગ્રેસ નેતા ગોપાલ અનડકટએ જવાબદાર  સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.

Congress leader Mahesh Rajput statement regarding the accident near Sarveswar Chowk in Rajkot

રાજ્યમાં અવારનવાર બ્રિજ દુર્ઘટના સામે આવી રહી છે. જે સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે. આજે સુરેન્દ્રનગરમાં મોટી બ્રિજ દુર્ઘટના સામેં આવી છે. સુરેન્દ્રનગરના વસ્તડીનો જર્જરિત બ્રિજ ધરાશાયી થઈ જતા અફરાતફરી મચી જવા પામી હતી. ખાસ વાત એ છે કે ખખડધજ બ્રિજ મામલે vtv ન્યુઝ દ્વારા કુંભકર્ણની નિંદ્રામાં સુતેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવા છતાં નગરોળ તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. જેને લઈને આ કિસ્સો સામે આવ્યો છે.110 ગામને જોડતો બ્રિજ  ધરાશાયી થતા ગામોનો સંપર્ક તૂટ્યો છે. બ્રિજ પરથી ડમ્પર પસાર થઇ રહ્યું હતી. આ વેળા બ્રિજનો ભાગ નીચે ત્રાટકતા ડમ્પરમાં સીધું જ નદીમાં ખાબક્યુ હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ઉહાપોહ મચી ગયો હતો. ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા સબંધિત તંત્રને જાણ કરતા ડમ્પરમાં સવાર 4 લોકોનું  રેસ્ક્યૂ કરાયું હતું. જેને લઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 

ગઈ કાલે દેશને વડાપ્રધાને વધુ 9 વંદે ભારત ટ્રેનની ભેટ આપી હતી. વડાપ્રધાન મોદી આજે 9 વંદે ભારતને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.  આ 9 ટ્રેન શરૂ થતા ભારતમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા 33 થશે. ત્યારે આજે જામનગર- અમદાવાદ, હૈદરાબાદ-બેંગલુર, કાસરગોડ-તિરૂવનંતપુરમ, જયપુર-ઉદયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, ચેન્નઈ-તિરૂનેલવેલી, પુરી-રાઉરકેલા, વિજયવાડા-ચેન્નઈ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થઈ હતી. વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલી રીતે 9 ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું. 9 ટ્રેનની ભેટ સાથે ગુજરાતમાં સૌરાષ્ટ્રને પહેલી વંદે ભારત ટ્રેન મળતા સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે આ ટ્રેન જામનગરથી અમદાવાદ વચ્ચે પ્રથમ વંદે ભારત ટ્રેન દોડશે. તેમજ આ ટ્રેન 6 સ્ટોપ કરશે.  જેમાં જામનગરથી રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી અને અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેન દોડશે. 

PM Modi said 'the day is not far when Vande Bharat will connect every corner of the country'

 કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, તા. 22 સપ્ટેમ્બરનાં રોજ ગાંધીનગર ખાતે મારા અધ્યક્ષ સ્થાને ખરીફ પાકોની ટેકાનાં ભાવે ખરીદી કરવા અંગેની વ્યવસ્થા અંગે ચર્ચા વિચારણા કરવા માટે મીટીંગ મળી હતી. આ મીટીંગમાં રાજ્યનાં ખેડૂતોનાં ખરીફ પાકોનાં ઉત્પાદન ટેકાનાં ભાવે ખરીદવા માટે વિવિધ નિર્ણય લેવામાં આવેલ હતા.  મગફળીની ખરીદી માટે 9 લાખ 98 હજાર મેટ્રીકટન મગફળી ટેકાનાં ભાવે ખરીદી લગભગ રૂપિયા 6364 કરોડની કિંમતની  મગફળી ટેકાનાં ભાવે ખરીદ કરવાનો સરકારે નિર્ણય લીધો છે અને 420 કરોડ ઉપરાંતનાં 91343 મેટ્રીકટન સોયાબીનની પણ ખરીદી કરવાનો સરકારે નિર્ણય લીધો છે.  ઉપરાંત મગ અને અડદની પણ ટેકાનાં ભાવે ખરીદી કરવાની સરકારે કાર્યવાહી હાથ ધરી છે. મગફળીનો ટેકાનો ભાવ 6377 પ્રતિ ક્વિન્ટલ,  મગનો ટેકાનો ભાવ 8558 પ્રતિ ક્વિન્ટલ, અડદનો ટેકાનો ભાવ 6950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સોયાબીનનો ટેકાનો ભાવ 4600 પ્રતિ ક્વિન્ટલે અગાઉ જાહેર કરવામાં આવેલ હતો. અને એ મુજબ આ ખરીદી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. 

આગામી વર્ષમાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈને તમામ રાજકીય પક્ષો અત્યારથી જ રાજકીય વાઘા સજાવી મેદાને ઉતરી ગયા છે. ત્યારે લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસે પણ કાર્યકરોમા જોમજુસ્સો ભરવા સહિતની તૈયારી શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે પ્રભારીઓ અને સિનિયર નેતાઓ સાથે બેઠક યોજાઈ હતી. બાદ કોંગ્રેસના સિનિયર નેતાઓના શિરે જિલ્લાની જવાબદારીઓ સોંપવામાં આવી છે.ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને જિલ્લાવાર  જવાબદારીઓ સોપાઈ છે. જેને લઈને હવે સિનિયર નેતાઓ જિલ્લા ખૂંદશે. જ્યા જુદા જુદા પ્રાંતનો પ્રવાસ કરી નેતાઓ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ આ રિપોર્ટ પ્રદેશ પ્રમુખને સોંપાશે. જિલ્લાની સ્થાનિક પરિસ્થિતી, સંગઠનની અસરકારતા, ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન સહિત વિવિધ કાર્યક્રમો અંગે બેઠક યોજવાની વાતમાં પણ એકસુરતા સંધાઈ છે. સ્થાનિક આગેવાનો સાથે લોકસભાની ચૂંટણી પ્રક્રિયા, સંગઠન, સામાજીક સમીકરણો અને સ્થાનિક પ્રશ્નો બાબતે ચર્ચા કરી અહેવાલ તૈયાર કરશે.

ભારત અને કેનેડા વચ્ચેના બગડતા સંબંધોને કારણે જે માતા-પિતા કેનેડામાં અભ્યાસ કરે છે તેઓ સૌથી વધુ ટેન્શનમાં જોવા મળે છે. આ વાલીઓએ બંને દેશોની સરકારોને આ સમસ્યાનો ઉકેલ શોધવા વિનંતી કરી છે. વાત જાણે એમ છે કે, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ છે. હરદીપ સિંહ નિજ્જર 1996માં નકલી પાસપોર્ટ દ્વારા ભારતથી કેનેડા ગયો હતો. અહીં તે ખાલિસ્તાની ગતિવિધિઓમાં સામેલ હતો અને ભારત વિરોધી એજન્ડા ચલાવતો હતો. આ વર્ષે જૂનમાં કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે શહેરમાં ગુરુદ્વારા બાદ અજાણ્યા હુમલાખોરો દ્વારા તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલે તપાસ ચાલી રહી છે. પરંતુ ટ્રુડોએ ભારતીય એજન્ટો પર હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે, જેના કારણે ભારત-કેનેડાના સંબંધો બગડ્યા છે. 

The effect of 'bitterness' between India and Canada! Parents of Indian students are worried

છેલ્લા ઘણા સમયથી જેની આતુરતાથી રાહ જોવામાં આવતી હતી તે ક્ષણ આવી ગઈ છે. આજે અભિનેત્રી પરિણિતી ચોપરા અને આપ નેતા રાઘવ ચઢ્ઢા લગ્નના બંધનથી બંધાઈ ગયા છે. આજથી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા એક નવું જીવન શરૂ કરવા જઈ રહ્યા છે. બંનેએ આજે ઉદયપુરના લીલા પેલેસમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા છે. દંપતીની ખુશી સાતમા આસમાને છે. બંને આજે પતિ-પત્ની બની ગયા છે. બોલિવૂડની પ્રતિભાશાળી અને ખૂબસૂરત અભિનેત્રી પરિણીતી ચોપરા મિસમાંથી મિસિસ બની ગઈ છે. પરિણીતી અને AAP નેતા રાઘવ ચઢ્ઢા 24 સપ્ટેમ્બરે એકબીજાના થઈ ગયા છે. બંને ઉદયપુરમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા છે. દંપતીના સપનાના લગ્ન માટે લીલા પેલેસને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો હતો. બંને સાત ફેરા સુધી સાથે રહ્યા છે. સમાચાર આવી રહ્યા છે કે લગ્ન બાદ પરિણીતી પણ વિદાય લઈ રહી છે. તેમાં 'દુલ્હે કા સહરા' ગીત વગાડવામાં આવ્યું છે.

Parineeti Chopra and Raghav Chadha, who got married, got their first look together.

ભારતીય ટીમ વર્લ્ડકપ પહેલા શાનદાર ફોર્મમાં છે. આજે બીજી વન-ડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી સિરીઝ પર કબ્જો કર્યો છે. વરસાદ વિક્ષેપિત બીજી વનડેમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવ્યું છે. પ્રથમ રમત રમીને ભારતે શ્રેયસ અય્યર (105), શુભમન ગિલ (104) અને સૂર્યકુમાર યાદવ (અણનમ 72)ની શાનદાર ઇનિંગ્સને કારણે 50 ઓવરમાં 5 વિકેટે 399 રન બનાવ્યા હતા. આ પછી ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 9 ઓવર પછી વરસાદ આવ્યો અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને 33 ઓવરમાં 317 રનનો રિવાઇઝ્ડ ટાર્ગેટ મળ્યો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 217 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી બોલિંગમાં અશ્વિન અને જાડેજાએ અજાયબીઓ કરી હતી. બંનેએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.ભારતીય ટીમે પ્રથમ વનડે મેચમાં 5 વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. 

IND vs AUS:India's great victory against Australia, captured the series, after the batsmen, the bowlers did a great job

 

 

 

 

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ