બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / વિશ્વ / Boycott Maldives affected maldives tourism revenue, 44 thousand families are in danger

OMG / ભારત સાથે પંગો ભારે પડ્યો! માલદીવને દરરોજ થઈ રહ્યું છે આટલા કરોડનું નુકસાન

Vaidehi

Last Updated: 05:43 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારથી ભારતીયોએ Boycott Maldives શરૂ કર્યું છે ત્યારથી માલદિવ્સને કરોડો રૂપિયાનું નુક્સાન થઈ રહ્યું છે. માલદીવે પોતે જ કહ્યું કે બૉયકોટનાં કારણે દેશનાં 44 હજાર પરિવારો પર સંકટ આવ્યું છે.

  • બૉયકોટ માલદીવની દેશ પર ગંભીર અસર થઈ
  • માલદિવ્સને દરરોજ થઈ રહ્યું છે કરોડો રૂપિયાનું નુક્સાન
  • ભારતીયોની નારાજગીને લીધે માલિવનાં 44 હજાર પરિવારો સંકટમાં

હાલમાં માલદીવ સરકારનાં કેટલાક અધિકારીઓએ પ્રધાનમંત્રીની લક્ષદ્વીપ ટ્રિપને લઈને અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. જે બાદ બૉયકોટ માલદીવનો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગયો. હવે માલદીવને લોકોનાં રોષનાં પરિણામો ભોગવવા પડી રહ્યાં છે. માલદીવને ભારતીયોએ બૉયકોટ કર્યું જે બાદ દેશને દરરોજ કરોડો રૂપિયાનું નુક્સાન થઈ રહ્યું છે. જો કે માલદીવે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે અહીં ફરવાનો ખર્ચ અડધો કરી દીધો છે તેમ છતાં ભારતીયો અહીં જવા માટે તૈયાર નથી થઈ રહ્યાં.

44 હજાર પરિવારો પર સંકટ
આ વિવાદથી પહેલાં માલદીવ ભારતીયોનું ફેવરેટ ફરવાનું સ્થળ હતું. દરવર્ષે લાખો ભારતીયો અહીં ફરવા માટે જતાં હતાં. પણ ભારતીયોનાં બૉયકોટનાં લીધે માલદીવે પોતે કહ્યું કે હવે તેના 44000 પરિવારો સંકટમાં છે. ભારતીયોની નારાજગીને લીધે તેના ટૂરિઝમ ઈંડસ્ટ્રી પર ખરાબ અસર થઈ છે. ઓનલાઇન ટ્રાવેલ પોર્ટલ પર પણ લોકોએ માલદીવ ફરવાનાં ઓપ્શન્સ શોધવાનું બંધ કરી દીધું છે. 

દરરોજ 8.6 કરોડ રૂપિયાનું નુક્સાન
માલદીવને હવે દરરોજ કરોડો રૂપિયાનું નુક્સાન ભોગવવું પડે છે. 2023માં દુનિયા ફરવાનાં મામલામાં ભારતીયોની સંખ્યા વધી છે અને 20230 સુધી ભારત ચોથા સ્થાન પર પહોંચી શકે છે. ગતવર્ષે માલદીવમાં ભારતીયોએ 38 કરોડ ડોલર રૂપિયાનો ખર્ચ કર્યો છે. એનો અર્થ થાય છે કે જો ભારતીયો અહીં ફરવા જવાનું બંધ કરે છે તો માલદીવને દરરોજ 8.6 કરોડ રૂપિયાનું નુક્સાન થઈ શકે છે.

વધુ વાંચો: PM મોદી સામે વાંધાજનક ટીપ્પણી કરનાર માલદીવના મંત્રીઓ બરખાસ્ત, મુઈજ્જૂ સરકારે લીધું એક્શન

અડધા થઈ ગયાં છે ભાવ
ઓનલાઈન ટ્રાવેલ બુકિંગ માર્કેટ પર 50%થી વધારે કબજો ધરાવતાં પોર્ટલ મેકમાયટ્રિપ અનુસાર છેલ્લાં એક અઠવાડિયાંમાં લક્ષદ્વીપની ઈંક્વાયરી 3400% વધી ગઈ છે. લોકોનું આકર્ષણ હટ્યા બાદ માલદીવે ફરવાનાં ખર્ચામાં આશરે 40%નો ઘટાડો કરી દીધો છે. આ સિવાય ભારતથી માલદીવની ફ્લાઈટના ભાડામાં પણન મોટો ઘટાડો થયો છે. જે ભાડું પહેલાં 20 હજાર રૂપિયા વન- વે હતું તે હવે ઘટીને 12 થી 15 હજાર રૂપિયા થઈ ગયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ