બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / બોલિવૂડ / Boney Kapoor to make wife Sridevi's biopic, a unique 'announcement' about the late actress

Sridevi Biography / બોની કપૂર બનાવશે પત્ની શ્રીદેવીની બાયોપિક, દિવંગત અભિનેત્રીને લઈ કરી અનોખી 'ઘોષણા'

Megha

Last Updated: 01:22 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિર્માતા બોની કપૂરે તેમની દિવંગત પત્ની અને પીઢ અભિનેત્રી શ્રીદેવીની બાયોપિકનું શીર્ષક 'શ્રીદેવી - ધ લાઈફ ઓફ અ લેજેન્ડ'ની જાહેરાત કરી છે.

  • શ્રીદેવીને લઈને એક નવી અપડેટ સામે આવી છે
  • બોની કપૂર બનાવશે શ્રીદેવીની બાયોપિક 
  • શ્રીદેવીની બાયોપિક 'ધ લાઈફ ઓફ અ લિજેન્ડ'ની જાહેરાત કરવામાં આવી 

Sridevi Biography: બૉલીવુડની અભિનેત્રી શ્રીદેવીની લોકપ્રિયતા વિશે એ વાત પરથી જાણી શકાય છે કે આજે પણ દુનિયાના દરેક વ્યક્તિના દિલો પર તે રાજ કરી રહી છે. શ્રીદેવીને કોઈ પણ ઓળખની જરૂર નથી. એમની એક્ટિંગ અને સુંદરતાના લગભગ દરેક લોકો દિવાના છે. હાલ શ્રીદેવીને લઈને એક નવી અપડેટ સામે આવી છે જેને સાંભળીને એમના ચાહકો ખૂબ ખુશ થઈ જશે. જણાવી દઈએ કે અભિનેત્રી શ્રીદેવીના પતિ બોની કપૂરે તેના સોશ્યલ મીડિયા પર એક અનાઉસમેન્ટ કરી છે. 

બોની કપૂર બનાવશે બાયોપિક 
નિર્માતા બોની કપૂરે તેમની દિવંગત પત્ની અને પીઢ અભિનેત્રી શ્રીદેવીની બાયોપિકનું શીર્ષક 'શ્રીદેવી - ધ લાઈફ ઓફ અ લેજેન્ડ'ની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે બોની કપૂરે ત્રણ દાયકામાં માત્ર ભારતીય સિનેમામાં જ નહીં પણ તમિલ અને તેલુગુ ઉદ્યોગમાં પણ બેક ટુ બેક હિટ ફિલ્મો આપી છે. આજે બોની કપૂરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમની સ્વર્ગસ્થ પત્ની અને સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવીની બાયોપિક 'ધ લાઈફ ઓફ અ લિજેન્ડ'ની જાહેરાત કરી હતી. જણાવી દઈએ કે આ પુસ્તક ધીરજ કુમાર દ્વારા લખવામાં આવ્યું છે, બોની કપૂરે તેના સોશિયલ મીડિયા પર ફક્ત એક શબ્દ "ઘોષણા" સાથે આ સમાચાર શેર કર્યા છે. 

બોની કપૂરે કહ્યું કે, 'શ્રીદેવી પ્રકૃતિની શક્તિ હતી. તે સૌથી વધુ ખુશત્યારે હતી જ્યારે તેને તેની કળાને સ્ક્રીન પર તેના પ્રસંશકો સાથે શેર કરી હતી. ધીરજ કુમાર એક એવા વ્યક્તિ છે જે તેણીને કુટુંબ માને છે. તેઓ સંશોધક, લેખક અને કટારલેખક હતા. અમને આનંદ છે કે તેઓ એક પુસ્તક લખી રહ્યા છે જે તેમના અસાધારણ જીવનને સૌથી વધુ અનુકૂળ આવે છે.

જણાવી દઈએ કે આ પુસ્તક ભારતીય સિનેમામાં અજોડ કારકીર્દી ધરાવતા સર્વશ્રેષ્ઠ સુપરસ્ટાર શ્રીદેવીનું સંપૂર્ણ ચિત્ર આપે છે. શ્રીદેવીએ 50 વર્ષમાં તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દીમાં 300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને તેમને પદ્મશ્રી, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, રાજ્ય સરકારના પુરસ્કારો અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સમ્માનિત પણ કરવામાં આવ્યા હતા. અત્યારે સૌથી સારી વાત એ છે કે ફેન્સને ફરી એકવાર અભિનેત્રીની ઝલક જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ