ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ફિલ્મ અને ધારાવાહિક અભિનેતા રામ કપૂરના પિતાનું અવસાન થયું છે, મહત્વનું છે કે તેઓ એક એડ એજન્સીના સીઇઓ હતા, જે એજન્સીની ક્લાયન્ટ ભારતની પ્રખ્યાત દૂધ ડેરી બ્રાન્ડ અમૂલ પણ હતી, મહત્વનું છે કે અનિલ કપૂરે જ અમૂલની જાણીતી ટેગલાઇન 'ધ ટેસ્ટ ઓફ ઈન્ડિયા' બનાવી છે.
ADVERTISEMENT
12 એપ્રિલના રોજ તેમનું અવસાન થયું
ADVERTISEMENT
ફિલ્મ અભિનેતા રામ કપૂરના પિતા અનિલ કપૂરનું 74 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ એક ઉદ્યોગપતિ હતા, સોમવારે 12 એપ્રિલના રોજ તેમનું અવસાન થયું હતું.રામ કપૂરે બુધવારે સોશિયલ મીડિયા પર એક નોંધ લખી હતી.આ સાથે તેણે અમૂલનો આભાર પણ માન્યો હતો જેણે વિશેષ શ્રદ્ધાંજલિ આપવા માટે એક બિલબોર્ડ બનાવ્યો હતો. રામ કપૂરે આ હોર્ડિંગ શેર કરીને તેમણે લખ્યું કે, 'અમૂલની ટ્રિબ્યુટથી હું નિ:શબ્દ છું, તમે એક મહાન વ્યક્તિ હતા પિતાજી, હું તમને મિસ કરું છું.'
ગૌતમી કપૂરે પણ 14 મી એપ્રિલના રોજ ગુરુવારે સોશિયલ મીડિયા પર પણ આ જાણકારી શેર કરી હતી.તેમણે લખ્યું હતું કે, 'પિતાજી તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો. સૌથી મજબૂત જે વ્યક્તિની મને જાણકારી છે તમે જ હતા.' રામ કપૂરના પિતા અનિલ કપૂરનું નામ બિલી હતું. તેઓ આ નામથી જ લોકપ્રિય હતા . તેઓ એક એડ એજન્સીના સીઈઓ રહી ચૂક્યા છે.અમૂલ આ એજન્સીની ક્લાયન્ટ રહી છે, અનિલ કપૂરે 'અમૂલ: ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા' ટેગલાઇન બનાવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
લોકોને તેમની ભૂમિકા પસંદ આવે છે
રામ કપૂર એક ફિલ્મ અને ટીવી એક્ટર છે, તે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં દેખાયા છે. તેમની ભૂમિકાઓ ખૂબ પસંદ આવી છે. તેઓ એક લોકપ્રિય અભિનેતા તરીકે ઓળખાય છે. તેણે 'બડે અચ્છે લગતે હૈ' સિરિયલમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી અને લોકોને આ તેમનું ભજવેલું પાત્ર પણ ખૂબ ગમ્યું હતું.
ADVERTISEMENT
મહત્વનું છે કે રામ કપૂરની ખૂબ જ ફેન ફોલોઇંગ છે તેઓ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે તેમની તસવીરો અને વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવે છે તે ઘણી વાર તેના ચાહકો સાથે વાતચીત કરે છે રામ કપૂરે ઘણી ફિલ્મોમાં કોમેડીઝ ભજવી છે જેની ખૂબ જ પ્રશંસા પણ થઈ છે. આ સિવાય તેઓ ગંભીર ભૂમિકાઓ માટે પણ જાણીતા છે.
સંકળાયેલા મુદ્દાઓ