બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / પંચાયત સિઝન 4 સ્ટ્રીમ થતા જ 'રિંકી' એ પંચાયત 5ની રિલીઝ પર આપી મોટી અપડેટ

મનોરંજન / પંચાયત સિઝન 4 સ્ટ્રીમ થતા જ 'રિંકી' એ પંચાયત 5ની રિલીઝ પર આપી મોટી અપડેટ

Chintan Chavda

Last Updated: 11:40 PM, 24 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Panchayat 5 Release Update: પંચાયતની સીઝન 4 આજે રીલીઝ થઈ ગઈ છે. વેબ સીરિઝમાં રિંકીનું પાત્ર ભજવતી અભિનેત્રી સાનવિકાએ આગામી સિઝનએને લઈને ઘણી માહિતી આપી દીધી છે. તો ચાલો જાણીએ કે અભિનેત્રીએ શું કહ્યું..

2025 ની મચ અવેટેડ વેબ સીરિઝ 'પંચાયત 4' રીલીઝ થઈ ગઈ છે. જ્યારથી આ વેબ સીરિઝની રીલીઝ ડેટની જાહેર થઈ ત્યારથી લોકો 24 જૂનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ વેબ સીરિઝને ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. જોકે, સોશિયલ મીડિયા પર આવેલા રીએક્શન પર ધ્યાન આપીએ તો લોકોનું કહેવું છે કે 'પંચાયત' આગળના ત્રણ સિઝન જેવી ચોથી સિઝન નથી. આમ છતાં, પંચાયત 4 લોકોને એન્ટરટેન કરી રહી છે. આ દરમિયાન આ વેબ સીરિઝની આગામી સિઝન પંચાયત 5 ને લઈને મોટું અપડેટ આવી ગયું છે. વેબ સીરિઝમાં રિંકીનું પાત્ર ભજવતી અભિનેત્રી સાનવિકાએ આગામી સિઝનએને લઈને ઘણી માહિતી આપી દીધી છે. તો ચાલો જાણીએ કે અભિનેત્રીએ શું કહ્યું..

સાનવિકાએ પંચાયત 5 ને લઈને માહિતી આપી

સાનવિકાએ એક ઇંટરવ્યૂમાં વેબ સીરિઝ પંચાયત 5 વિશે ઘણા અપડેટ આપ્યા. અભિનેત્રીએ કહ્યું, 'પંચાયત 5 ની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે અને આશા છે કે આગામી વર્ષના મિડ કે વર્ષમાં કોઈ પણ સમયે રીલીઝ કરવામાં આવશે. આની રાઇટિંગ શરૂ થઈ ગઈ છે અને અમે સિઝન 5 ની શૂટિંગ કદાચ આ વર્ષના એન્ડમાં અથવા આગામી વર્ષ સુધી શરૂ થઈ શકે છે. રાઇટિંગ પૂરું થયા બદ અમે શૂટિંગ શરૂ કરી દઇશું.' આ સિવાય સાનવિકાએ પંચાયત 4 માં પોતાના પાત્રને લઈને પણ વાત કરી.

app promo4

વધુ વાંચો: ISROમાં અધિકારી બનવાની તક, છેલ્લી તારીખ 14 જુલાઈ, ફટાફટ કરો એપ્લાય

વેબ સીરિઝ 'પંચાયત 4' ની કહાની

વેબ સીરિઝ 'પંચાયત 4' માં ફુલેરા ગામમાં ચુંટણી બતાવવામાં આવી છે. ચુંટણીમાં વર્તમાન પ્રધાન મંજુ દેવી અને ક્રાંતિ દેવી વચ્ચે ટક્કર થઈ રહી છે. આ સિવાય સચિવ જી અને રિંકીની કેમેસ્ટ્રી લોકોનું ધ્યાન ખેંચી રહી છે. વેબ સીરિઝ 'પંચાયત 4' માં જિતેન્દ્ર કુમાર, નિના ગુપ્તા, રડહુવિર યાદવ, સુનિતા રાજવર, સાનવિકા, દુર્ગેશ કુમાર સહિત ઘણા સ્ટાર્સ કામ કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Panchayat 5 Panchayat 4
Chintan Chavda
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ