બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / BJP releases the 8th list of the Lok Sabha Candidates from Odisha, Punjab and West Bengal

લોકસભા ચૂંટણી / સની દેઓલનું પત્તું કપાયું, ભાજપે ઉમેદવારોની 8મી યાદી જાહેર કરી, AAPના રિંકુ સિંહને પણ ટિકિટ

Hiralal

Last Updated: 09:48 PM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપે લોકસભા ચૂંટણી માટેવધુ એક યાદી જાહેર કરી છે જેમાં 3 રાજ્યોમાંથી ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે.

ભાજપે લોકસભા ઉમેદવારોની 8મી યાદી જાહેર કરી છે જેમાં 3 રાજ્યો ઓડિશા, પંજાબ અને પશ્ચિમ બંગાળમાંથી ઉમેદવારો જાહેર કરાયા છે. ભાજપે પંજાબની છ અને ઓડિશાની ત્રણ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. 8મી યાદીમાં સૌથી ઉડીને આંખે વળગે તેવું નામ સની દેઓલનું છે પંજાબની ગુરદાસપુર બેઠક પરથી તેમની ટિકિટ કાપવામાં આવી છે અને તેને બદલે દિનેશ સિંહ 'બબ્બુ'ને ટિકિટ આપવામાં આવી છે. અમૃતસર બેઠક પરથી ભાજપે તરણજીતસિંહ સંધુ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો બીજી તરફ પાર્ટીએ પટિયાલા લોકસભા સીટથી પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહની પત્ની પ્રનીત કૌરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં છે. ભાજપે ફરીદકોટ બેઠક પરથી હંસ રાજ હંસને મેદાનમાં ઉતાર્યા છે. હંસ રાજ હંસ હાલમાં ઉત્તર પશ્ચિમ દિલ્હી મત વિસ્તારમાંથી લોકસભાના સાંસદ છે. ભાજપે લુધિયાણાથી રવનીત સિંહ બિટ્ટુ અને જલંધરથી સુશીલ કુમાર રિંકુને મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે જ ભાજપે ઓડિશાની ત્રણ બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. અન્ય ઉમેદવારોમાં જાજપુરથી રવીન્દ્ર નારાયણ બેહરા, કંધમાલથી સુકંતાકુમાર પાણિગ્રહી અને કટકથી ભર્તૃહરિ મહતાબનો સમાવેશ થાય છે.

બળવાખોર નેતાઓ પર દાવ 
ભાજપે આમ આદમી પાર્ટીના બળવાખોર સુશીલ કુમાર રિંકુ અને કોંગ્રેસના બળવાખોર રવનીત સિંહ બિટ્ટુ અને પ્રનીત કૌર પર દાવ લગાડ્યો છે. પંજાબના પૂર્વ સીએમ બેયંત સિંહના પૌત્ર રવનીત બિટ્ટુ તાજેતરમાં જ ભાજપમાં જોડાયા હતા, રવનીત બિટ્ટુ લુધિયાણાના હાલના સાંસદ છે. તેમને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવતા હતા. 

પટિયાલાથી પ્રનીત કૌરને મળી ટિકિટ
ભાજપે પટિયાલાથી પ્રનીત કૌરને  ટિકિટ આપી છે. પ્રનીતે આ મહિનાની શરૂઆતમાં ભાજપમાં જોડાવા માટે કોંગ્રેસ પણ છોડી દીધી હતી. તેમણે ભાજપમાં જોડાતાં કહ્યું હતું કે, "હવે સમય આવી ગયો છે કે જેઓ આપણાં બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવા સક્ષમ છે તેમની સાથે જોડાવાનો સમય આવી ગયો છે. એ જ રીતે જલંધરના સાંસદ સુશીલકુમાર રિંકુએ પણ તાજેતરમાં આમ આદમી પાર્ટી સામે બળવો કરીને ભાજપમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીએ પોતાના 8 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જેમાં પાર્ટીએ રિંકુને જલંધરથી ફરી ટિકિટ આપવાની જાહેરાત કરી હતી, પરંતુ રિન્કુએ આપ છોડીને ભાજપમાં સામેલ થવાનો નિર્ણય કર્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

2024 લોકસભા ચૂંટણી Lok Sabha elections lok sabha elections 2024 લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Elections 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ