બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / BJP notified 16 candidates telephonically

BIG NEWS / અંતે ભાજપનું કોકડું ઉકેલાયું! બાકી રહેતા 16 ઉમેદવારોના નામ ફાઇનલ! જાણો કઇ બેઠક પરથી અલ્પેશ ઠાકોર લડશે ચૂંટણી?

Dinesh

Last Updated: 04:04 PM, 14 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ દ્વારા જાહેર કરવામાં બાકી 16 ઉમેદવારને ટેલીફોનીક જાણ કરાઇ, અલ્પેશ ઠાકોરની ટિકિટ નક્કી તે ગાંધીનગર દક્ષિણથી ચૂંટણી લડશે: સૂત્ર

  • ભાજપે 16 ઉમેદવારને ટેલીફોનીક જાણ કરી 
  • અલ્પેશ ઠાકોરની ટિકિટ નક્કી: સૂત્ર
  • ગાંધીનગર દક્ષિણથી લડશે અલ્પેશ: સૂત્ર


ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે મતદાનની તારીખોનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે. જેના કારણે તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું છે.  રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એક વાર ફરી સત્તા વાપસી માટે તનતોડ મહેનત કરી રહી છે. વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ વચ્ચે ભાજપે 166 બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. તેમજ 16 બેઠકો પર ઉમેદવારોને લઈ ભજપનું કોકડું ગુચવાયું હતું. પરંતું સૂત્રો દ્વારા પાપ્ત માહિતી અનુસાર ભાજપનું કોકડું ઉકેલાયું છે અને તમામને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે.

ભાજપનું કોકડું ઉકેલાયું
ભાજપ દ્વારા જાહેર કરવામાં બાકી 16 ઉમેદવારની મામલો. 16 ઉમેદવારને લઈ ભાજપમાં જે કોકડું ગુચવાયું હતું તે હવે ઉકેલાઈ ગયું છે.  બાકી રહેતી બેઠકના ઉમેદવાર નક્કી છે તેવી સૂત્રો દ્વારા માહિતી પાપ્ત થઈ રહી છે. માહિતી એવી છે કો, તમામ 16 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. પાપ્ત વિગતો અનુસાર અલ્પેશ ઠાકોરની ટિકિટ નક્કી છે અને ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે જે બાબતે સત્તાવાર રીતે જાહેરાત કરાઈ નથી પરંતુ ટૂંક સમયમાં થશે.

વઢવાણ બેઠકના સમીકરણો બદલાયા?
સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ બેઠકને લઈ કોકડું ગૂંચવાતું જ જાય છે. પહેલા ભાજપે વઢવાણ બેઠક પર બ્રહ્મસમાજના જીગ્ના પંડ્યાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. જે બાદમાં અચાનક વઢવાણ બેઠક પર ભાજપે છેલ્લી ઘડીએ નામ બદલ્યુ છે. વઢવાણ બેઠક પર છેલ્લી ઘડીએ ભાજપ દ્વારા રાજકીય દાવ ખેલી સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ જગદીશ મકવાણાને ટિકિટ આપી દેવામાં આવી છે. 

હવે બ્રહ્મ સમાજમાં રોષ 
વઢવાણ બેઠક પર અગાઉ જીગ્ના પંડ્યાને ઉમેદવાર જાહેર કર્યા બાદ અચાનક વળાંક આવ્યો છે. જેમાં ભાજપે જગદીશ મકવાણાને ટિકિટ આપતા બ્રહ્મસમાજ અગ્રણી મિલન શુક્લએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ આ બ્રહ્મસમાજનું અપમાન છે. આ સાથે સૌરાષ્ટ્રમાં બ્રહ્મસમાજને ભાજપે એકપણ ટિકિટ આપી ન હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. 

કોણ છે જીજ્ઞા પંડ્યા ? 
વઢવાણ બેઠક પર બ્રાહ્મણ સમાજના અને વર્ષ 2007થી ભાજપના સક્રિય કાર્યકર્તા છે. જીજ્ઞા પંડ્યાને ભાજપે વઢવાણ બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદબરોબર ફોર્મ ભરવાના એક દિવસ અગાઉ જ વઢવાણ બેઠક પર રાજકીય ડ્રામા સર્જાયો હતો. આ તરફ  જીજ્ઞા પંડ્યાએ જણાવ્યું હતું કે, પાર્ટીનો આદેશ સર્વોપરી છે અને પ્રધાનમંત્રી તેમજ ભાજપે મને તક આપી તે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ