બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / સુરત / BJP MLA Kumar Kanani and private luxury bus operators face off

હાલાકી / સુરતમાં ધારાસભ્ય-બસ ઓપરેટરોની ખેંચતાણમાં પ્રજા પરેશાન: શહેરની બહાર રઝળી પડ્યા હજારો મુસાફરો, જાણો શું છે મામલો

Malay

Last Updated: 08:39 AM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધારાસભ્ય કુમાર કાનાણી સામે સુરતમાં ખાનગી બસ એસોસિએશને બાંયો ચઢાવી છે. આજથી એક પણ ખાનગી બસ સુરત શહેરમાં પ્રવેશ કરશે નહીં તેવો નિર્ણય એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે.

  • સુરતમાં ધારાસભ્ય અને બસ ઓપરેટરો આમને-સામને
  • આજથી સુરત શહેરમાં લક્ઝરી બસ નહીં પ્રવેશે
  • તમામ બસ સુરતની બહાર વાલક પાટિયાથી ઉપડશે
  • બસોમાંથી મુસાફરોને વાલક પાટિયા પાસે ઉતારી દેવાયા 

સુરતના વરાછા વિસ્તારના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી અને ખાનગી લક્ઝરી બસ ઓપરેટરો આમને સામને આવ્યા છે. ધારાસભ્ય કુમાર કાનાણીની ફરિયાદ બાદ હવે ખાનગી બસ એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી એક પણ ખાનગી બસ સુરત શહેરમાં પ્રવેશ કરશે નહીં. તમામ બસ સુરતની બહાર વાલક પાટિયાથી ઉપડશે. શહેરના મુસાફરોએ વાલક પાટિયા પહોંચવું પડશે. જાહેરનામાની સમય અવધિમાં પણ ખાનગી બસ પ્રવેશ કરશે છે. 

મુસાફરોને ભારે હાલાકી 
સુરત ખાનગી બસ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, આજથી એક પણ ખાનગી બસ સુરત શહેરમાં પ્રવેશ કરશે નહીં. અંદાજે 450થી વધુ બસો સુરત શહેર હદ વિસ્તારની બહાર વાલક પાટિયા પાસેથી જ ભરાશે. મુસાફરોને વાલક પાટિયા પાસે જ ઉતારવામાં આવશે. આજે પહેલા જ દિવસે સૌરાષ્ટ્ર, ઉ.ગુજરાતથી આવતી બસો વાલક પાટિયા અટકાવી દેવામાં આવી હતી. બસોમાંથી મુસાફરોને વાલક પાટિયા પાસે ઉતારી દેવાયા હતા. જેના કારણે હજારો મુસાફરો વાલક પાટિયા પર રઝળી પડ્યા હતા. વાલક પાટિયા પાસે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. આજે 200થી વધુ બસ વાલક પાટિયા રોડ પર ઉભી રાખી દેવાઈ હતી. કેટલાક મુસાફરોને તેમના સંબંધીઓ શહેરમાંથી રિસિવ કરવા આવ્યા હતા. 

 

કુમાર કાનાણીના પત્ર બાદ પોલીસે કરી હતી કાર્યવાહી
આપને જણાવી દઈએ કે, સુરતમાં ટ્રાફિકને લઈ ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પ્રતિબંધિત સમયમાં પ્રવેશતા વાહનોને ઝડપી કાર્યવાહી કરી હતી. પ્રતિબંધિત સમયમાં શહેરમાં પ્રવેશી રહેલા ભારે વાહનો અને લક્ઝરી બસને રોકીને પોલીસે દંડની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ જાહેરનામાંનો ભંગ કરનારા વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો. 

After MLA Kumar Kanani's letter the police system came into action

કુમાર કાનાણીએ ટ્રાફિક DCPને લખ્યો હતો પત્ર 
સુરતના વરછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ભારે વાહનોને લઈ ટ્રાફિક DCPને પત્ર લખ્યો હતો. તેમણે પત્રમાં લખ્યું હતું કે, સુરત શહેરમાં પોલીસ કમિશરના જાહેરનામાં મુજબ લક્ઝરી બસો માટે સવારે 7થી રાત્રીના 10 વાગ્યા સુધી તેમજ અન્ય ભારે વાહનો માટે સવારે 8થી બપોરે 1 વાગ્યા તથા સાંજે 5થી રાત્રીના 10 વાગ્યા સુધી પ્રતિબંધિત સમયમાં વાહનો ન પ્રવેશવા દેવા માટે જાહેરનામું છે, પરંતુ આ પ્રતિબંધિત સમયની અંદર જાહેરનામાનો ભંગ કરી કોઈપણ ડર વગર બેફામ વાહનો ચાલે છે અને ટ્રાફિકની સમસ્યામાં અસહ્ય વધારો કરે છે. 


તેમણે એમ પણ લખ્યું છે કે, આવા વાહનો સામે પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, તો આવા વાહનોને પ્રતિબંધિત સમયની અંદર પ્રવેશવા ન દેવા માટેની સખત કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી, તેનું કારણ મને લેખિતમાં 7 દિવસમાં જણાવશો. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ