બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Politics / Bjp May Announce Candidates Early On Weak 160 Lok Sabha Seats

લોકસભા ચૂંટણી / 2024ની ચૂંટણી માટે BJPએ તૈયાર કર્યું મિશન 160: વિરોધી પાર્ટીઓના ધબકારા વધારી દે તેવી રણનીતિ તૈયાર

Priyakant

Last Updated: 03:01 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 News: લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ ભાજપ 160 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવાનું વિચારી રહી છે, આ એવી બેઠકો છે જ્યાં ભાજપને નબળી માનવામાં આવે છે

  • લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો કવાયતમાં 
  • ભાજપે પણ લોકસભા જીતવા મિશન 160 તૈયાર કર્યું 
  • ચૂંટણીની જાહેરાતપહેલા જ 160 બેઠકો માટે ઉમેદવાર જાહેર કરી શકે 

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો કવાયતમાં લાગી ગયા છે. આ દરમિયાન હવે ભાજપે પણ લોકસભા જીતવા મિશન 160 તૈયાર કર્યું હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, મિશન 2024ના લક્ષ્યને હાંસલ કરવા માટે ભાજપ વ્યાપક રણનીતિ પર કામ કરી રહી છે. તે લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ 160 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવાનું વિચારી રહી છે. આ એવી બેઠકો છે જ્યાં ભાજપને નબળી માનવામાં આવે છે. 

BJP Central Election Committee (File Photo)

'વીક સીટ' પર સ્થિતિ મજબૂત કરવા કવાયત 
સૂત્રોએ જણાવ્યું છે કે, ભાજપે આવી 'વીક સીટ' પર પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે કામ કરવાનું શરૂ કર્યું છે. આમાંની મોટાભાગની 'નબળી' બેઠકો દક્ષિણ અને પૂર્વ ભારતમાં ઓળખવામાં આવી છે. ભાજપને આશા છે કે, ઉમેદવારોની વહેલી જાહેરાતથી તેને હરીફો સામે મોટો ફાયદો મળી શકે છે. આ 160 બેઠકોમાં કેટલાક દિગ્ગજ નેતાઓના લોકસભા મતવિસ્તારોનો પણ સમાવેશ થાય છે. આને 40 ક્લસ્ટરોમાં વિભાજિત કરવામાં આવ્યા છે અને છેલ્લા કેટલાક મહિનામાં એક વ્યાપક કવાયત હાથ ધરવામાં આવી છે. 

BJP Central Election Committee (File Photo)

વરિષ્ઠ નેતાઓએ તૈયાર કર્યો રોડમેપ 
કેટલાય વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓએ સાથે મળીને રોડમેપ તૈયાર કર્યો હતો. તે વિસ્તારોમાં ઘણા દિવસો ગાળવાની સાથે સાથે પાયાના સ્તરે પાર્ટી સંગઠનને મજબૂત કરવાનું કામ કર્યું.  આ યાદીમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના વેલ્લારી લોકસભા મતવિસ્તાર, સપા પ્રમુખના મૈનપુરી મતવિસ્તાર અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવનો સમાવેશ થાય છે. આ તમામ સીટો પર બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અથવા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહે એક-એક રેલીને સંબોધિત કરી છે. ભાજપની આ રણનીતિ વિપક્ષી છાવણીમાં હલચલ મચાવી શકે છે.

BJP Central Election Committee (File Photo)

ક્યારે થઈ શકે છે ઉમેદવારોની જાહેરાત ? 
જો મીડિયા અહેવાલો અને સૂત્રોનું માનીએ તો ભાજપ હવે ચૂંટણી પહેલા ઘણી લોકસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવાનું વિચારી રહી છે. જોકે આનો સીધો ફાયદો ઉમેદવારોને થઈ શકે અને ઉમેદવારો તેમની અને પક્ષની સ્થિતિ મજબૂત કરવા માટે પૂરતો સમય મેળવી શકે. આમાંની મોટાભાગની બેઠકો દક્ષિણ અને પૂર્વીય રાજ્યોમાં છે, જ્યાં ભાજપ હજુ સુધી પોતાના દમ પર સત્તા જીતી શક્યું નથી. કદાચ તેથી જ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વને લાગે છે કે અહીં થોડી ઉતાવળ કરવી જોઈએ. સૂત્રોએ જણાવ્યું હતું કે આ સંવેદનશીલ લોકસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવા અંગેનો અંતિમ નિર્ણય આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પછી તરત જ લેવામાં આવી શકે છે.

BJP Central Election Committee (File Photo)

160 લોકસભા બેઠકોમાં ભાજપે 2019માં ગુમાવેલી મોટાભાગની બેઠકોનો સમાવેશ થાય છે. જોકે, કેટલાક જીતી શકાય તેવા મતવિસ્તારોનો પણ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે કારણ કે પક્ષનું માનવું છે કે, તે બેઠકો સ્થાનિક સામાજિક અને રાજકીય પરિબળોને કારણે પડકારરૂપ બની રહે છે. રોહતક અને બાગપત જેવી બેઠકો ભાજપે જીતી હતી, પરંતુ તેઓ પણ તેમાં સામેલ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટી આ 160 બેઠકો પર તેના સંગઠનાત્મક તંત્રને વિસ્તારવા અને મતદારો સુધી પહોંચવા માટે કામ કરી રહી છે. 2019ની ચૂંટણીમાં ભાજપે આવી જ રીતે મુશ્કેલ બેઠકોની યાદી તૈયાર કરી હતી અને તેમાંથી મોટી સંખ્યામાં જીત મેળવી હતી. ભાજપે 2019માં 543 સભ્યોની સંસદમાં 303 બેઠકો જીતી હતી, જ્યારે 2014માં 282 બેઠકો હતી. તાજેતરમાં BJP એ કદાચ પ્રથમ વખત મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી માટે ઘણા ઉમેદવારોની જાહેરાત કરી હતી કે જ્યારે ચૂંટણી શેડ્યૂલની જાહેરાત થવાની બાકી છે. આને લોકસભા ચૂંટણીની રણનીતિનું ટ્રેલર માનવામાં આવી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ