બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / BJP and Congress booked 9 chartered planes and 7 luxurious helicopters for campaigning

હવાઈ પ્રચાર / બાપ રે! એક મહિનાના પ્રચાર માટે ભાજપ-કોંગ્રેસના નેતાઓ કરશે રૂ. 100 કરોડની હવાઈયાત્રા, 9 ચાર્ટર્ડ વિમાન-7 હેલિકોપ્ટર બુક

Malay

Last Updated: 08:33 AM, 12 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ વખતે ભાજપ અને કોંગ્રેસે પ્રચાર માટે 9 ચાર્ટર્ડ વિમાન અને 7 લક્ઝુરિયસ હેલિકોપ્ટર બુક કર્યા છે. જેથી ચૂંટણીના પ્રચારમાં ઓછા સમયમાં વધુ સ્થળે પહોંચી શકાય.

  • ભાજપ-કોંગ્રેસે અમદાવાદ, મુંબઈ, દિલ્લીથી ચાર્ટર્ડ વિમાન બુક કર્યા
  • 9 ચાર્ટર્ડ વિમાન અને 7 લક્ઝુરિયસ હેલિકોપ્ટર થયા બુક
  • એક મહિનાના હવાઈ પ્રચાર માટે બન્ને પાર્ટી રૂપિયા 100 કરોડનો કરશે ખર્ચ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને તમામ રાજકીય પાર્ટીઓએ પ્રચાર-પ્રસારના શ્રીગણેશ કરી દીધા છે, ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને આમ આદમી પાર્ટી ટક્કર આપશે. જેને લઇ ભાજપ-કોંગ્રેસ પ્રચાર-પ્રસાર કરવામાં પાછીપાની કરે એવું લાગી રહ્યું નથી. કારણ કે ચૂંટણીના એક મહિના પહેલાં જ ભાજપ અને કોંગ્રેસે અમદાવાદ, મુંબઈ અને દિલ્લીથી 9 ચાર્ટર્ડ વિમાન તથા 7 લક્ઝુરિયસ હેલિકોપ્ટર બુક કર્યાં છે. આ વિમાન અને હેલિકોપ્ટર માટે રાજકીય પક્ષો પ્રતિ કલાકના રૂપિયા 25થી 50 હજાર સુધીનું ભાડું ચૂકવશે. 

હવાઈ પ્રચાર માટે 100 કરોડ રૂપિયોનો ખર્ચ કરશે રાજકીય પાર્ટીઓ
મળતી માહિતી મુજબ, ભાજપે પ્રચાર માટે 4 હેલિકોપ્ટર અને 3 ચાર્ટર્ડ વિમાન બુક કર્યા છે. અમદાવાદમાં કેટલીક ચાર્ટર્ડ કંપનીઓ પાસે ઓપન કોન્ટ્રાક્ટ કર્યો છે. આજે દિલ્હીથી એક હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ વિમાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું છે. આ માટે ગાંધીનગર કમલમ ઓફિસ પાછળ એક હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે, જ્યારે કોંગ્રેસે પ્રચાર-પ્રસાર માટે 1 વિમાન અને 1 હેલિકોપ્ટર બુક કર્યું છે. આમ રાજકીય પાર્ટીઓ હવાઈ પ્રચાર કરવામાં અંદાજે 100 કરોડ રૂપિયાનો ધુમાડો કરશે. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આપ પાર્ટી ગુજરાતમાં દિલ્હીથી ચાર્ટર્ડ લઇને આવે છે. આ પાર્ટી દ્વારા એરપોર્ટ પર અગાઉથી કોઇ એરક્રાફ્ટ-હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રાખાયું નથી.

ભાજપના 40 સ્ટાર પ્રચારક નેતા પ્રચાર કરશે
ભાજપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ 40 સ્ટાર પ્રચારકો ગુજરાતની તમામ વિધાનસભાની બેઠકો ખૂંદી વળશે. ગુજરાતના વિધાનસભા ચૂંટણી જીતવા માટે ભાજપના 40 સ્ટાર પ્રચારક નેતાઓના નામ સામે આવ્યાં છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના નેતાઓ સ્ટાર પ્રચારકની કામગીરી કરશે. જેમાં ફિલ્મ અભિનેતા-નેત્રી અને રાજનીતિ સાથે સંકળાયેલા નેતાઓનું નામ પણ સામેલ છે જેમાં પરેશ રાવલ, હેમા માલિનીના નામ છે.

જુઓ, ભાજપના સ્ટાર પ્રચાર નેતાઓના નામ

1.નરેન્દ્રભાઈ મોદી
2.  જે.પી. નડ્ડા
3 રાજનાથ સિંહ 
4. અમિતભાઈ શાહ
5. નીતિન ગડકરી 
6.સી. આર. પાટીલ
7.ભૂપેન્દ્રભાઈ પટેલ
8.અર્જુન મુંડા 
9. સ્મૃતિ ઈરાની
10.  ધર્મેન્દ્ર પ્રધાન
11. મનસુખભાઈ માંડવિયા 
12. ભૂપેન્દ્ર યાદવ
13. પરષોત્તમભાઈ રૂપાલા
14. ભારતીબેન શિયાળ
15.સુધીરજી ગુપ્તા 
16. યોગી આદિત્યનાથ
17. શિવરાજસિંહ ચૌહાણ
18. હેમંત બિશ્વ શર્મા
19. દેવેન્દ્ર ફડણવીસ
20.વિજય રૂપાણી
21. નીતિન પટેલ
22.વજુભાઈ વાળા
23. રત્નાકર
24.દિનેશ લાલ યાદવ (નિરહુઆ)
25.રવિ કિશન 
26.મનોજ તિવારી
27.તેજસ્વી સૂર્ય
28.હર્ષ સંઘવી
29. હેમા માલિની
30.પરેશભાઈ રાવલ
31. પ્રદિપસિંહ વાઘેલા
32.વિનોદભાઈ ચાવડા
33. મનસુખભાઈ વસાવા
34. પૂનમબેન મેડામ
35. પ્રશાંતભાઈ કોરાટ
36.શંભુપ્રસાદજી ટુંડિયા 
37. કુંવરજીભાઈ બાવળિયા
38.ગણપતભાઈ વસાવા
39. પરષોત્તમભાઈ સોલંકી
40.પરિન્દુ ભગત

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ