બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / bihar cm nitish kumar one consuming spurious liquor will die chhapra hooch tragedy

લઠ્ઠાકાંડ / બિહારમાં મોતની પોટલીએ 39ના જીવ લીધા: CMએ કહ્યું જવાબદારી તમારી જ, જે પીશે એ મરશે જ...

Dhruv

Last Updated: 12:36 PM, 15 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારમાં ઝેરી દારૂના કારણે મૃતકોની સંખ્યા વધીને 39 થઈ જતા ભાજપે રાજીનામું માંગતા આ મુદ્દે નીતિશકુમારે કહ્યું કે, જે પીશે એ તો મરશે જ.

  • બિહારમાં ઝેરી દારૂથી મૃતકોની સંખ્યા વધીને 39 થઈ
  • ભાજપે રાજીનામું માંગતા નીતિશકુમારનું મોટું નિવેદન
  • જે પીશે એ તો મરશે જ: નીતિશકુમાર

બિહારમાં દારૂબંધી લાગુ છે પરંતુ ઝેરી દેશી દારૂના કારણે થયેલા મોતને લઈને સરકાર હાલ સવાલોના વર્તુળમાં ઘેરાઇ ગઇ છે. બિહાર વિધાનસભાના શિયાળુ સત્રમાં પણ ભાજપ સતત નીતિશ કુમાર (CM નીતીશ કુમાર) ને ઘેરી રહી છે અને આ અંગે ભાજપ જવાબ માંગી રહ્યું છે. ભાજપ સતત નીતિશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યું છે. દરમ્યાન સીએમ નીતિશ કુમારે આ અંગે મોટું નિવેદન આપતા જણાવ્યું કે, 'દેશભરમાં ઝેરી દારૂના કારણે લોકોના મોત થાય છે. બિહારમાં દારૂબંધી સફળ છે.'

ગમે તેટલા સારા કામ કરો તો પણ કોઈ ને કોઈ તો ખોટું કરશે જ: નીતિશકુમાર
બિહારમાં દારૂબંધી અંગે ઉઠાવવામાં આવેલા સવાલ પર નીતિશ કુમારે કહ્યું કે તમામ પક્ષોના લોકોએ સાથે મળીને આ નિર્ણય લીધો છે. એક બાદ એક લોકોએ શપથ લીધા હતા. સમાજમાં તમે ગમે તેટલા સારા કામ કરો તો પણ કોઈ ને કોઈ તો ખોટું કરશે જ. ગુનાખોરી રોકવા માટે કાયદા બન્યા છે, પરંતુ તેમ છતાં હત્યાઓ થાય છે. ભાજપ રાજીનામાની માંગ કરી રહી છે. એમ કહીને કે આ કાયદાથી કોઈ ફાયદો નથી. તેની પર નીતીશ કુમારે કહ્યું કે દારૂબંધીના કાયદાથી અનેક લોકોને ફાયદો છે.

નીતિશ કુમારે કહ્યું કે, “જ્યારે બિહારમાં દારૂબંધી ન હોતી ત્યારે પણ લોકો નકલી દારૂ પીને મૃત્યુ પામતા હતા. અન્ય રાજ્યોમાં પણ આવી ઘટનાઓ બને છે. લોકોએ સતર્ક રહેવું જોઈએ. બિહારમાં દારૂ પર પ્રતિબંધ હોવાથી કોઈને કોઈ નકલી વેચાશે, લોકો તે પીને મૃત્યુ પામ્યા છે. નીતિશ કુમારે કહ્યું કે દારૂ એ ખરાબ આદત છે. તેને ના પીવો જોઇએ.'

ગરીબોને ન પકડો, આ ધંધો કરનારાઓને પકડો: નીતિશકુમાર
બિહારના CM નીતિશ કુમારે કહ્યું કે, મે અધિકારીઓને કહ્યું છે કે ગરીબોને ન પકડો, આ ધંધો કરનારાઓને પકડો." દારૂબંધીના કાયદાથી ઘણા લોકોને ફાયદો છે, ઘણા લોકોએ દારૂ છોડી દીધો છે. નીતીશે અપીલ કરી હતી કે કોઈએ દારૂ સાથે જોડાયેલો ધંધો ન કરવો જોઈએ અને કોઈ બિઝનેસ કરે, જરૂરિયાત પડી તો સરકાર અન્ય ધંધા માટે 1 લાખ રૂપિયા સુધી આપવા તૈયાર છે.

તમને જણાવી દઇએ કે, બિહારના સારણમાં ઇસુઆપુર અને મશરક સ્ટેશન ક્ષેત્રમાં કથિત રીતે ઝેરી દારૂ પીવાના કારણે 39 લોકોના મોત થયા છે. મૃતકોના પરિવારજનોના જણાવ્યાં અનુસાર, મોત દારૂ પીવાથી થયા છે. જોકે આ મુદ્દા પર પ્રશાસન ચુપ છે. એવું કહેવાઇ રહ્યું છે કે, હાલમાં અનેક લોકો હોસ્પિટલમાં ભરતી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ