બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / BIG NEWS: Will there be any change in timing of night curfew in Gujarat ? News you need to know
રાત્રિ કર્ફ્યૂના સમયમાં થઈ શકે ફેરફાર
ADVERTISEMENT
સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, રાત્રી કર્ફ્યૂ 10 વાગ્યાને બદલે 9થી સવારના 6 વાગ્યા સુધી થઇ શકે છે. તો આ સાથે જ લગ્ન,ધાર્મિક અને રાજકીય પ્રસંગોને લઇને પણ નવા નિયમો જાહેર કરવામાં આવી શકે છે.
અંબાજી મંદિર કરાયું બંધ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, કોરોનાના વધી રહેલા સંક્રમણને પગલે સરકારી કર્મચારીઓ માટે 15 જાન્યુઆરીએ રજા જાહેર કરવામાં આવી છે. તો આ સાથે જ 51 શક્તિપીઠ પૈકીના અંબાજી મંદિરને પણ ભક્તોના પ્રવેશ પર પણ પાબંધી લાદવામાં આવી છે.
ગુજરાતમાં આજે નોંધાયેલા કેસની વિગત
ADVERTISEMENT
ગુજરાતની ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઇ ચૂકી છે. આજે કોરોનાના 10,019 કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. તો 2 દર્દીના મોત થયા છે. તો કોરોનાને માત આપીનો આજે કુલ 4831 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 55,798 પહોંચી ગઇ છે. હાલ ગુજરાતમાં કુલ 54 દર્દીઓ વેન્ટિલેટર પર છે, બાકીના તમામ સ્ટેબલ છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો અને દર્દીઓ ઓછા સાજા થતા રિકવરી રેટ ઘટ્યો છે. આજે 92.73 ટકા રિકવરી રેટ નોંધાયો છે. આજે 3,11,217 લોકોને રસી અપાઈ ચૂકી છે. આમ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 836140 દર્દી સાજા થયા અને કુલ 10142 દર્દીના મોત થયા છે. તો રાજ્યમાં 38,446 લોકોનું રસીકરણ કરાયું છે.
ADVERTISEMENT
3 જિલ્લાઓમાં કોરોનાની ગંભીર સ્થિતિ
રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 3,164 કેસ નોંધાયા છે. તો સુરતમાં 3,259, વડોદરામાં 1,373 અને રાજકોટમાં 373 કેસ નોંધાયા છે.
ADVERTISEMENT
કયા શહેર અને જિલ્લામાં કેટલા કોરોનાના કેસ?
અમદાવાદ શહેરમાં 3090 સુરત શહેરમાં 2986, વડોદરા શહેરમાં 1274, રાજકોટ શહેરમાં 296, વલસાડમાં 183, ગાંધીનગર શહેરમાં 142, ભરુચમાં 118, સુરતમાં 273, ભાવનગર શહેરમાં 225, જામનગર શહેરમાં 79, નવસારીમાં 140, ગાંધીનગરમાં 142, રાજકોટમાં 77, કચ્છમાં 101, મહેસાણામાં 104, આણંદમાં 65, ખેડામાં 69, વડોદરામાં 99, અમદાવાદમાં 74, પાટણમાં 65, મોરબીમાં 78, બનાસકાંઠામાં 75, ગીર સોમનાથમાં 69, જૂનાગઢ શહેરમાં 68, સુરેન્દ્રનગરમાં 56, અમરેલીમાં 52, સાબરકાંઠામાં 51, જામનગરમાં 46, દાહોદમાં 39, ભાવનગરમાં 38, પંચમહાલમાં 31, દેવભૂમિ દ્વારકામાં 24, મહીસાગરમાં13, નર્મદામાં 7, જૂનાગઢમાં 3, તાપીમાં 18, અરવલ્લીમાં 2, પોરબંદરમાં 23, છોટા ઉદેપુરમાં 2 અને ડાંગમાં 6 કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે આજે બોટાદમાં એકપણ કોરોના કેસ નોંધાયો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.