ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Big news about Rajinikanth's health, hospital says 'caution needed'

હેલ્થ અપડેટ / રજનીકાંતની તબિયતને લઈ મોટા સમાચાર, હોસ્પિટલે કહ્યું,' સાવધાની રાખવાની જરૂર છે'

Published By: Nirav

Last Updated: 08:43 PM, 27 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રજનીકાંતને બે દિવસ તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા અને આરોગ્યની સારી સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે હોસ્પિટલે તેમને ડિસ્ચાર્જ કરવાનો નિર્ણય કર્યો છે.

ADVERTISEMENT

  • રજનીકાંતને હોસ્પિટલમાંથી કરાયા ડિસ્ચાર્જ 
  • હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો ઈલાજ 
  • રજનીકાંતનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

સુપરસ્ટાર રજનીકાંત ને થોડા સિવસ પહેલા બ્લડ પ્રેશર, હાયપોટેન્શન અને થાકની સમસ્યાને કારણે હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેને લઈને તેમના ફેન્સમાં ઘણી હલચલ મચી હતી. જો કે હવે કહેવામાં આવી રહ્યું છે કે રજનીકાંત ની તબિયત પહેલા કરતા ઘણી સારી છે અને આજે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

બે દિવસ પહેલા રજનીકાંતને એપોલોમાં દાખલ કરાયા હતા 

રજનીકાંત ને બે દિવસ તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા અને સ્વાસ્થ્યની સારી સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે તેમને હોસ્પિટલ દ્વારા રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એપોલો હોસ્પિટલ માંથી આજે એક સત્તાવાર નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું અને એવું કહેવામાં આવ્યું છે કે રજનીકાંતને એક અઠવાડિયા સુધી સંપૂર્ણ પથારીની આરામ કરવાની જરૂર છે.

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા રજનીકાંત આવનારી ફિલ્મ અન્નાથેનું શૂટિંગ ચાલી રહ્યું હતું, જેમાં તેમના સેટ પર એકીસાથે આઠ જણાનો કોરોના રિપોર્ટ પોજીટીવ આવ્યો હતો, જેને લઈને ઘણી હલચલ મચી જવા પામી હતી અને તે સમયે રજનીકાંતે પોતાને બધાથી આઇસોલેટ કરી નાખ્યા હતા. જો કે તેમનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને તેના પછી બીજી હેલ્થ સમસ્યાઓએને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેના કારણે તેમના ફેન્સમાં ચિંતા પ્રસરી જવા પામી હતી. 

રાજનીતિમાં આવવાની જાહેરાત કરી ચૂક્યા છે રજનીકાંત 

મહત્વનું છે કે આગામી ચૂંટણીમાં રજનીકાંત ના ઊતરવાના સમાચારોને લઈને પણ તેઓ ચર્ચામાં હતા. 

અભિનેતાથી રાજકારણી બનેલા રજનીકાંત ને હાલમાં અન્ય આવી કોઈ પણ ત્તિ ટાળવાનું કહેવામાં આવ્યું છે, જેનાથી COVID-19 નું જોખમ વધી જાય છે. હોસ્પિટલ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, 'ટ્રાન્સપ્લાન્ટ પછીની સ્થિતિ, લેબિલ હાયપરટેન્શન અને વયને જોતાં, દવાઓ અને ખોરાક ઉપરાંત એક અઠવાડિયા માટે સંપૂર્ણ બેડ રેસ્ટ અને બ્લડ પ્રેશરનું નિયમિત દેખરેખ અને ઓછામાં ઓછી શારીરિક પ્રવૃત્તિ અને સ્ટ્રેસ ન લેવાની સલાહ અપાઈ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Rajnikanth South Indian Movie Industry Thalaiva south cinema એપોલો હોસ્પિટલ રજનીકાંત Health Update

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ