બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big news about prasad in Ambaji after ghee sample failed

નિર્ણય / ઘીના સેમ્પલ ફેલ થયા બાદ અંબાજીમાં પ્રસાદને લઈને મોટા સમાચાર, જાણો હવે કોણ બનાવશે મોહનથાળ

Vishal Khamar

Last Updated: 12:10 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાજીમાં મંદિર મોહનથાળનાં પ્રસાદ મામલે કલેક્ટર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હાલ અંબાજી મંદિરની ટીમ દ્વારા જ મોહનથાળ બનાવવાનું કામ શરૂ છે. તેમજ હાલમાં કોઈ એજન્સીને કામ સોંપાયું નથી.

  • અંબાજી મંદિરની ટીમ દ્વારા જ મોહનથાળ બનાવવાનું કામ શરૂ 
  • મોહનથાળના પ્રસાદ મુદ્દે કલેકટરનું નિવેદન 
  • હાલમાં કોઈ એજન્સીને કામ નથી સોંપાયું: કલેક્ટર 

 અંબાજી મંદિરમાં બનાવવામાં આવતા મહાપ્રસાદમાં ઉપયોગ કરવામાં આવતા ઘી નાં સેમ્પલ ફેલ થતા સૌ કોઈમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. ઘી નાં સેમ્પલ ફેલ થતા એજન્સી દ્વારા જ્યાંથી ઘી ખરીદવામાં આવ્યું હતું. તે અમદાવાદની પેઢી પર ફ્રુડ વિભાગ તેમજ એએમસીની સંયુક્ત ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે બાદ દુકાનને સીલ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ નીલકંઠ ટ્રેડર્સનાં માલિક જતીન શાહ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. 

ત્યારે અંબાજી મંદિર મોહનથાળનાં પ્રસાદ મામલે વહીવટદાર સિદ્ધિ વર્માએ નિવેદન આપ્યું છે કે, મોહિની કેટરર્સનું ટેન્ડર અંબાજી મંદિરે રિન્યુ કર્યું ન હતું. પ્રસાદ બનાવવાનું ટેન્ડર 30 સપ્ટેમ્બરે પુરુ થયું હતું.   ત્યારે હવે આ જ એજન્સી મંદિરનો પ્રસાદ બનાવશે કે અન્ય એજન્સીને ટેન્ડર અપાશે તેનો નિર્ણય આગમી સમયમાં લેવામાં આવશે. તેમજ આગામી સમયમાં  ઉચ્ચ અધિકારીઓની મિટિંગ બાદ નિર્ણય લેવાશે.  

AMC અને ગાંધીનગરની સયુંકત ટીમ દ્વારા કાર્યવાહી
અંબાજી મંદિરને નકલી ઘી આપનાર નીલકંઠ ટ્રેડર્સ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં એએમસી અને ગાંધીનગરની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં દુકાનને સીલ કરીને બહાર નોટીસ પણ લગાવાઈ હતી. અમદાવાદનાં માધુપુરામાં નીલકંઠ ટ્રેડર્સે નકલી ઘી મંદિરને પધરાવ્યું હતું. હાલ નીલકંઠ ટ્રેડર્સનાં માલિક જતીન શાહ ગાયબ થઈ ગયા છે. તેમજ ઘી નો જથ્થો ક્યાંથી લાવ્યા, કેટલા પ્રમાણમાં લાવ્યા તેની હાલ તપાસ ચાલી રહી છે.

 મોહનથાળના પ્રસાદ મુદ્દે કલેકટરનું નિવેદન 
અંબાજી મંદિરનાં પ્રસાદ માટેનાં ઘી નાં સેમ્પલ ફેલ થયા બાદ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.  જેમાં અંબાજી મંદિરની ટીમ દ્વારા જ મોહનથાળ બનાવવાનું કામ શરૂ કરાશે. મોહિની કેટરર્સને પ્રસાદ ઘરથી દૂર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. તેમજ આ બાબતે કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં કોઈ એજન્સીના કામ સોંપાયું નથી. મેળા દરમિયાન ભક્તોને શુદ્ધ ઘી નો પારસાદ અપાયો છે. જે ઘી નાં સેમ્પલ લેવાયા હતા. તે ઘી પ્રસાદમાં વપરાયું નથી. બનાસ ડેરીનાં ઘી દ્વારા બનાવેલો પ્રસાદ ભક્તોને અપાયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ