બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big decision taken in the matter of Ambaji temple, AAP MP Sanjay Singh arrested samachar supar fast news

2 મિનિટ 12 ખબર / અંબાજી મંદિરના પ્રસાદ મામલે લેવાયો મોટો નિર્ણય, AAPના સાંસદ સંજય સિંહની ધરપકડ, ગોલ્ડન બોય નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ

Dinesh

Last Updated: 11:20 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambaji Prasad controversy : અંબાજી મંદિરના પ્રસાદ બનાવવાની કામગીરી ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને છ માસ માટે સોંપવામાં આવી છે

રાજ્યમાંથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. તો બીજી તરફ ચોમાસાની વિદાયની સાથે સાથે રાજ્યમાં એકાએક ગરમીનો પારો ઉંચકાયો છે. ત્યારે આગામી સમયમાં અમદાવાદનાં તાપમાનમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાંથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. પરંતું દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી છે.ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં સામાન્ય કરતા 19 ટકા વધુ વરસાદ પડ્યો છે. તેમજ આગામી સપ્તાહમાં ચોમાસુ રાજ્યમાંથી વિદાય લઈ શકે છે. જેથી અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદની સંભાવનાં નહિવત છે. પરંતું વરસાદની વિદાય થતા ઓક્ટોમ્બર મહિનામાં અમદાવાદનાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

Black heat in 5 cities including Ahmedabad

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 7 ઓક્ટોબરના રોજ પશ્ચિમી વિક્ષેપને કારણે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણામાં વરસાદની આગાહી છે. જ્યારે મધ્ય પ્રદેશ, રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. મુંબઈથી ગોવા તરફની સિસ્ટમ દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદ લાવી શકે છે.નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, નવરાત્રી દરમિયાન 17 ઓક્ટોબરથી દરિયાકિનારાના ભાગોમાં વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં 17થી 19 ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. 

Ambaji Prasad controversy : અંબાજીમાં યાત્રાળુઓને માતાજીના પ્રસાદ તરીકે મોહનથાળ વિતરણ કરવામાં આવે છે. મોહનથાળ પ્રસાદની સંતોષકારક અને સુચારુ ચાલનને ધ્યાને રાખી સરકારે હંગામી ધોરણે મોહની કેટરર્સને ટેન્ડર પ્રક્રિયાના આધારે આપવામાં આવી હતી પરંતુ ભેળસેળ ઘી મામલે તેને બ્લેક લિસ્ટ કરાઈ છે. હવે મહોનથાળ પ્રસાદનો કોન્ટ્રાક્ટ ટચ સ્ટોન ફાઉન્ડેશનને સોંપવામાં આવ્યો છે. પાપ્ત માહિતી મુજબ અગાઉ વર્ષ 2012થી 2017 સુધી શ્રી ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને અંબાજીમાં મોહનથાળ પ્રસાદ સંચાલનની કામગીરી કરેલી છે. ત્યારે વધુ એક વખત આ કોન્ટ્રોક્ટ એજન્સીને છ માસમાં માટે આપવામાં આવ્યો છે. જે ટચ ફાઉન્ડેશન અક્ષયપાત્રનો જ એક ભાગ છે

The work of making Prasad of Ambaji Mandir was entrusted to Touch Stone Foundation Ahmedabad for six months

ગત રોજ અમદાવાદની ક્લોરેક્સ શાળામાં નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થયા બાદ વાલીઓ તેમજ હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ સમગ્ર મામલે ડીઈઓ દ્વારા તપાસનાં આદેશ આપ્યા હતા. આજે ડીઈઓની ટીમ દ્વારા શાળાની મુલાકાત લીધી હતી. આ બાબતે શાળાનાં પ્રિન્સિપાલ નિરાલી ડગલીએ પ્રતિક્રિયા આપી હતી કે, અમારી શાળા દરેક તહેવારની નિયમિત રીતે ઉજવણી કરીએ છીએ. અધિકારીઓ દ્વારા કાર્યક્રમનાં વીડિયો તેમજ ફોટો પણ માંગવામાં આવ્યા હતા.  તેમજ અમારો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો ન હતો કે કોઈ ધર્મને પ્રમોટ કરવાનો આશય નથી. આર.એમ.ચૌધરી જીલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે સ્કૂલ દ્વારા કોઈ બદ ઈરાદાથી આ કાર્યક્રમ કર્યો હોય તેવું નથી જણાતું. જે અહેવાલ રજૂ થયો છે તેમાં એક બાબત ચોક્કસ છે કે એક બાળક જે છે તે મુસ્લિમ સમાજનું છે જે નમાઝ પઢી રહ્યો છે.  તેની સાથે બીજા જે બાળકો હતો તેઓ હિન્દુ હોવા છતાં તેઓને આ પ્રવૃતિમાં ભાગ લેવડાવ્યો હતો. શાળા આ બાબતે એવું કહે છે કે સર્વ ધર્મ સમભાવનાં ભાગરૂપે અમે આ પ્રવૃતિ કરાવવામાં આવી હતી.

વડોદરા શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ કુલદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. તેઓએ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી પર આક્ષેપો કરી રાજીનામું આપી દીધું છે.  કુલદીપસિંહ વાઘેલાએ રાજીનામા પત્રમાં પણ ભરતસિંહ સોલંકી પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓએ જણાવ્યું છે કે, ભરતસિંહ સોલંકીના વિશ્વાસું માણસો ભાજપમાં જોડાયા છે. ભૂતકાળમાં જે.વી કાકડીયા પણ ભરતસિંહ સોલંકીના કહેવાથી ભાજપમાં જોડાયા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.  કુલદીપસિંહ વાઘેલાએ રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે, કોંગ્રેસ મારી માતૃ સંસ્થા છે. જેમાં નાના બાળકને ઉછેરે તેમ કોંગ્રેસ પરિવારે સામાજિક જીવનમાં મારો ઉછેર કર્યો છે, જેથી હું હંમેશા કોંગ્રેસ વિચારધારા સાથે વરેલો છું અને રહીશ. હું વડોદરા યુવક કોંગ્રેસમાં સૌથી વધુ યુવાઓના મતો મેળવી ચૂંટાયેલો પ્રમુખ છું.

Vadodara City Youth Congress President Kuldeep Singh Vaghela resigned before the Lok Sabha elections.

Mehsana News: મહેસાણા જિલ્લા સહકારી સંઘના ચેરમેન પદેથી વિઠ્ઠલભાઈ પટેલે રાજીનામું આપ્યું છે. બહુચરાજી APMC ચૂંટણીમાં હાર થયા બાદ તેઓએ રાજીનામું ધરી દીધું છે. જોકે, તેઓએ 88 વર્ષની વયે નાદુરસ્ત તબિયતનું કારણ આપી રાજીનામું આપ્યું છે. આપને જણાવી દઈએ કે, મહેસાણા જિલ્લામાં દાયકાઓથી સહકારી ક્ષેત્રે વિઠ્ઠલભાઈ પટેલ દબદબો ધરાવતા હતા. તેઓ મહેસાણા જિલ્લા સહકારી સંઘમાં છેલ્લા નવ વર્ષથી ચેરમેનપદે હતા.બહુચરાજી APMCમાં ખેડૂત વિભાગમાં એક બેઠક ખાલી પડતા પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી. ભાજપે આ ચૂંટણીમાં અગાઉ વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા અને મોટા ગજાના નેતા ગણાતા કિરીટ પટેલ દેવગઢને મેન્ડેડ આપ્યું હતું. તો કિરીટ પટેલની સામે મહેસાણા જિલ્લા સહકારી સંઘના ચેરમેન અને પીઢ સહકારી અગ્રણી ગણાતા 88 વર્ષીય વિઠ્ઠલ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. વિઠ્ઠલ પટેલે ભાજપના ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવતા નાની ગણાતી આ ચૂંટણી મોટી બની ગઈ છે.

Vitthalbhai Patel's resignation after defeat in Bahucharaji APMC elections, know the reason

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દિલ્હીમાં આતંકવાદી નેટવર્કનો મોટો પર્દાફાશ કર્યો છે અને ISIS મોડ્યુલના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામા, અરશદ અને રિઝવાનની ધરપકડ કરી છે. શાહનવાઝ મૂળ દિલ્હીનો રહેવાસી છે અને વ્યવસાયે તે એન્જિનિયર હતો તેના પર NIAએ ત્રણ લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. 24 સપ્ટેમ્બર, 2002ના દિવસે દિલ્હીના અક્ષર ધામ પર આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચનાર પરતુલ્લા ગૌરીના સંપર્કમાં શાહનવાઝ હતો અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતો. શાહનવાઝે અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગરની રેકી પણ કરી હતી અને કોઈ મોટી ઘટનાને અંજમ આપવાની તૈયારી કરી રહ્યો હતો. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે શાહનવાઝ પાકિસ્તાનમાં બેઠેલા પરતુલ્લાહ ગૌરી અને તેના જમાઈ શાહિદ ફૈઝલના સંપર્કમાં હતો. ત્યારે શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામાની ધરપકડ બાદ હવે ગુજરાત ATS અને અમદાવાદ NIAની ટીમ દિલ્હી પહોંચી છે. જ્યાં આતંકી શાહનવાઝની તપાસ અને પૂછપરછ કરવામાં આવશે.  

Gujarat ATS-Ahmedabad NIA team reached Delhi to take terrorists

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ICC ક્રિકેટ વર્લ્ડ કપને લઈને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરભરમાં દિવાળી જેવો માહોલ છે. મોટાભાગની હોટલો ધડાધડ બુકીંગ થઈ રહી છે. આવી સ્થિતિ વચ્ચે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં મેચને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફના કેટલાક રસ્તા બંધ રાખવામાં આવશે. જેથી લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.સાથે જ સ્ટેડિયમ આસપાસ કે વૈકલ્પિક માર્ગ પર આડેધડ પાર્કિંગ ન કરવા પણ સૂચના આપવામાં આવી છે.આડેધડ પાર્કિંગ રોકવા માટે 8 ટોઈંગ ક્રેઈનની પણ મદદ લેવામાં આવશે.પાર્કિંગ માટે 15 પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે.પાર્કિંગ માટે ઓનલાઈન બુકિંગ કરી શકાશે. સાથે જ મેચ જોવા આવતા લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. મેચ દરમિયાન સુરક્ષા બંદોબસ્ત માટે 3 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. 

આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે ધરપકડ બાદ એક વીડિયો જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે આજે અચાનક ઈડી મારા ઘરે પહોંચી ગઈ અને આખો દિવસ દરોડા પાડ્યા, પરંતુ કંઈ બહાર આવ્યું નહીં. મારી જબરદસ્તી ધરપકડ કરવામાં આવી રહી છે, પરંતુ અમે આમ આદમી પાર્ટીના સૈનિક છીએ. અમે મોદીજીને કહેવા માંગીએ છીએ કે તમે ચૂંટણી ખરાબ રીતે હારી રહ્યા છો. આ તમારી હતાશા અને પરાજયની નિશાની છે. તેમણે કહ્યું કે, જ્યારે પણ અત્યાચાર વધે છે તો તેની સામે જનતાનો અવાજ બુલંદ થાય છે. સંજય સિંહે કહ્યું કે મરવું સ્વીકાર્ય છે, ડર સ્વીકાર્ય નથી. તેમણે કહ્યું કે હું ભૂતકાળમાં આ વિશે બોલતો રહ્યો છું અને બોલતો રહીશ. 

મોદી કેબિનેટે આજે મોટો નિર્ણય કર્યો છે. કેબિનેટે ઊજ્જવલા યોજનાનાં લાભાર્થીઓની સબ્સિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરી દીધી છે. કેબિનેટે રક્ષાબંધન અને ઓણમનાં દિવસે LPGમાં 200 રૂપિયાનાં ઘટાડાની ઘોષણા કરી હતી હવે આજે ઊજ્જવલા યોજનાનાં લાભાર્થીઓ માટે 200થી વધારીને 300 રૂપિયાની સબ્સિડી કરી દેવામાં આવી છે.કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મીટિંગ બાદની પ્રેસ કોન્ફેરેન્સમાં કહ્યું કે, PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ મીટિંગ થઈ છે. અમે રક્ષાબંધન અને ઓણમનાં પર્વે રાંધણ ગેસનાં સિલિન્ડરમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ત્યારે કિંમત 1100થી ઘટીને 900 રૂપિયા થઈ હતી. તે સમયે ઊજ્જવલા યોજનનાં લાભાર્થીઓને 700 રૂપિયામાં સિલિન્ડર મળતો હતો. હવે ઊજ્જવલા યોજનાની લાભાર્થી બહેનોને 300 રૂપિયાની સબ્સિડી મળશે એટલે કે ઊજ્જવલા યોજનાનાં લાભાર્થીઓને હવેથી ગેસ સિલિન્ડર 600 રૂપિયામાં મળશે'

એશિયન ગેમ્સમાં બીજી વાર નીરજ ચોપડાએ ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. બુધવારે રમાયેલી ભાલા ફેંકની ઈવેન્ટમાં નીરજ ચોપડાએ પોતાના કાંડની તાકાત દેખાડીને દૂર સુધી ભાલો ફેંકીને પહેલા નંબરે પાસ થયો હતો અને ગોલ્ડ પોતાને નામે કર્યો હતો. ભાલા ફેંકની ફાઈનલમાં એક તબક્કે એવું લાગતું હતું કે કિશોર જૈના છવાઈ જશે પરંતુ થોડી વાર નીરજ આગળ થઈ ગયો હતો અને 88.88 મીટર દૂર ભાલો ફેંકીને તેણે ગોલ્ડ જીતી લીધો હતો. એશિયન ગેમ્સના 11મા દિવસે પણ ભારતને મેડલ મળવાનું ચાલું રહ્યું હતું. નીરજ ચોપડાની સાથે કિશોર કુમાર જૈનાએ પણ સિલ્વર જીત્યો હતો. કિશોર કુમારે 87.54 મીટરનો થ્રો કરીને સિલ્વર મેળવ્યો હતો. 

Neeraj Chopra Bags Gold, Kishore Jena Wins Silver In Javelin Throw

બોલીવુડ એક્ટર રણબીર કપૂર સામે મુશ્કેલીનો મોટો પહાડ ઉભો થયો છે. ઈડીએ રણબીર કપૂરને સમન્સ મોકલતા ચર્ચા જાગી છે. મહત્વનું છે કે મહાદેવ ગેમીંગ બેટિંગ કેસમાં રણબીર કપૂરનું નામ ઉછળ્યું છે. હવે મહાદેવ ગેમિંગ મુદ્દે પૂછપરછ હાથ ધરાશે, વધુમાં ટાઇગર શ્રોફ સહિત અન્ય કલાકારો પણ રડારમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલામાં માત્ર રણબીર કપૂર જ નહિ પરંતુ આતિફ અસલમ, રાહત ફતેહ અલી ખાન, અલી અસગર, વિશાલ દદલાની, ટાઈગર શ્રોફ, નેગા કક્કર, ભારતી સિંહ, એલી અવરામ, સની લિયોન, ભાગ્યશ્રી, પલકિત સમ્રાટ, કીર્તિ ખરબંદા, નુસરત ભરૂચા અને કૃષ્ણા સહિત 15-20 વધુ સેલેબ્સ પણ EDના રડાર પર હોવાનું જણાઇ રહ્યું છે.હત્વનું છે કે 'મહાદેવ ગેમિંગ-બેટિંગ' એક ઓનલાઈન સટ્ટાબાજીનું પ્લેટફોર્મ છે.જેના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના ફેબ્રુઆરી માસમાં સંયુક્ત આરબ અમીરાતમાં લગ્ન થયા હતા. આ લગ્ન પ્રસંગમાં 200 કરોડ ઉપરાંતનો ખર્ચ કરાયો હતો.

ED summons Ranbir Kapoor questioning will be conducted on October 6 in Mahadev Gaming issue

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ