બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Politics / Big blow to DK Shivakumar: Minister said, there is no two-and-a-half year formula

નિવેદન / સરકાર બન્યા બાદ DK શિવકુમારને મોટો ઝટકો: મંત્રીએ કહ્યું, કોઈ અઢી-અઢી વર્ષની ફોર્મ્યુલા નથી

Priyakant

Last Updated: 08:36 AM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

DK Shiva Kumar News: પહેલા એવા સમાચાર હતા કે, સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે અઢી વર્ષની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ, પરંતુ હવે કોંગ્રેસના નેતાનાં નિવેદનથી હડકંપ મચ્યો

  • કર્ણાટકમાં CM તરીકે સિદ્ધારમૈયાના શપથગ્રહણ બાદ મોટા સમાચાર
  • કોંગ્રેસના નેતાએ કહ્યું સત્તાની વહેંચણીની ફોર્મ્યુલા નક્કી થઈ નથી 
  • પહેલા સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે અઢી વર્ષની ફોર્મ્યુલાના હતા સમાચાર 

કર્ણાટકમાં મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયાએ શપથગ્રહણ કર્યા બાદ હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, કર્ણાટકમાં ખૂબ મંથન કર્યા પછી કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધારમૈયાને રાજ્યના આગામી મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય લીધો હતો. જોકે એવા સમાચાર હતા કે, CM પદ માટે સિદ્ધારમૈયા અને તેમના ડેપ્યુટી CM ડીકે શિવકુમાર વચ્ચે અઢી વર્ષની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. પરંતુ હવે રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનારા કોંગ્રેસના નેતા એમબી પાટીલે દાવો કર્યો છે કે, બંને વચ્ચે સત્તાની વહેંચણીની ફોર્મ્યુલા નક્કી થઈ નથી.

કોંગ્રેસના નેતા એમબી પાટીલે શું કહ્યું ? 
કર્ણાટક કોંગ્રેસના નેતા એમબી પાટીલે કહ્યું કે, જો તેમની વચ્ચે સત્તા વહેંચણીની ફોર્મ્યુલા હોત તો હાઈકમાન્ડે જાહેરાત કરી હોત. સિદ્ધારમૈયા પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેશે. હકીકતમાં ભૂતકાળમાં કર્ણાટકના આગામી મુખ્યમંત્રીના નામ પર નિર્ણય લેવા માટે ચર્ચાઓ અને બેઠકો ચાલી રહી હતી. એવા અહેવાલ હતા કે, રાજ્ય કોંગ્રેસના વડા ડીકે શિવકુમાર વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા સાથે સત્તાની વહેંચણી માટે સંમત થયા હતા. 

પહેલા CM પદ વહેંચવાના સમાચાર અને હવે....
કોંગ્રેસના કેટલાક સૂત્રોએ દાવો કર્યો હતો કે, મુખ્યમંત્રી પદ સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે વહેંચવામાં આવશે. સૂત્રોએ એવો પણ દાવો કર્યો હતો કે, ડીકે શિવકુમારે અગાઉ તેમને કાર્યકાળ આપવાની માગણી કરી હતી. જોકે બાદમાં જ્યારે શિવકુમારને તેના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે "હવે ધ્યાન માત્ર શાસન, લોકો અને દેશ પર છે". 

કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર 
કર્ણાટકમાં CM પદની રેસમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર હતા. બંને નેતાઓએ 20 મેના રોજ અન્ય મંત્રીઓ સાથે શપથ લીધા હતા. આ દરમિયાન રાજ્યમાં ઘણી વિપક્ષી એકતા જોવા મળી હતી. કોંગ્રેસે 10 મેના રોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 224 બેઠકોમાંથી 135 બેઠકો પૂર્ણ બહુમતી સાથે જીતી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ