બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Bhupendra Patel and Harsh Sanghvi joined the Tiranga Yatra of Ahmedabad

તિરંગા યાત્રા / હાથમાં તિરંગો ઝંડો લઈને યાત્રામાં જોડાયા CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી સંઘવી, અમદાવાદના રસ્તા પર ભારે ભીડ

Malay

Last Updated: 01:00 PM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદના આંગણે યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા, જેમાં CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના રાજકીય નેતાઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા.

 

  • અમિત શાહે AMCની તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો
  • ઘાટલોડિયાથી નિર્ણય નગર સુધી તિરંગા યાત્રા નીકળી 
  • મોટી સંખ્યામાં શહેરીજનો તિરંગા યાત્રામાં જોડાયા 

દેશભરમાં આજથી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત થઈ છે. ત્યારે અમદાવાદ  સહિત સમગ્ર ગુજરાતમાં આ અભિયાનને લઈ લોકોમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે આજે અમદાવાદમાં  ‘હર ઘર તિરંગા’ અને 'મેરી માટી, મેરા દેશ' અભિયાન અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ યાત્રામાં જોડાયા હતા.

Image

અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે તિરંગા યાત્રાની કરાવી શરૂઆત
અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા આજે ઘાટલોડિયા ચાણક્યપુરીથી નિર્ણયનગર સુધીની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાનું શહેરના ઘાટલોડિયા ચાણક્યપુરી વિસ્તારથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ તિરંગા યાત્રામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી સહિતના રાજકીય નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 

Image

હજારોની સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા
એટલું જ નહીં 1.5 કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રામાં ઈન્ડિયન આર્મી, એરફોર્સ અને નેવીના જવાનો, પોલીસકર્મીઓ સહિત હજારોની સંખ્યામાં નાગરિકો અને બાળકો જોડાયા હતા. આઝાદી પર્વ પહેલાની આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા.

Image

લોકોએ લગાવ્યા ભારત માતા કી જયના નારા 
અમદાવાદના ઘાટલોડિયાથી નીકળેલી આ તિરંગા યાત્રામાં થનગનાટ છવાયો હતો. ઘાટલોડિયા ચાણક્યપુરી વિસ્તારથી ભવ્ય તિરંગા યાત્રાની શરૂઆત થયા બાદ ઘાટલોડિયાનો કે.કે નગર રોડ તિરંગામય બન્યો હતો. ચારેકોર દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. સમગ્ર રોડ પર વંદે માતરમ્ અને ભારત માતા કી જયના લોકોએ નારા લગાવ્યા હતા. ચાણકયપુરી બ્રિજ ઉપર પણ મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગા લઈને ઉભા રહી ગયા હતા. તો કેટલાક લોકો આ તિરંગા યાત્રાને જોવા માટે બાલ્કની અને ધાબા પર ચઢી ગયા હતા. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ