બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ભારત / Bhojshala Was Saraswati Temple, Later Converted To Mosque- Ex-ASI Officer Blasts

મધ્યપ્રદેશ / ભોજશાળા સરસ્વતી મંદિર હતું, પછી મસ્જિદમાં બદલવામાં આવ્યું- પૂર્વ ASI અધિકારીનો ધડાકો

Priyakant

Last Updated: 08:11 AM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhojshala Latest News: હિંદુઓ અને મુસ્લિમોએ કોર્ટના નિર્ણયનું પાલન કરવું જોઈએ અને આવા સ્થાનો પર મતભેદોને ઉકેલવા માટે વાતચીતની સાથે સાથે પૂજા સ્થળ અધિનિયમ, 1991નું સન્માન કરવું જોઈએ

Bhojshala Latest News : મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ભોજશાળાને લઈ ફરી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, જાણીતા પુરાતત્વવિદ્ કેકે મુહમ્મદે રવિવારે દાવો કર્યો હતો કે, મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં વિવાદાસ્પદ ભોજશાળા/કમાલ મૌલા મસ્જિદ સંકુલ સરસ્વતી મંદિર હતું અને બાદમાં તેને ઇસ્લામિક પૂજા સ્થળમાં ફેરવી દેવામાં આવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, હિંદુઓ અને મુસ્લિમોએ કોર્ટના નિર્ણયનું પાલન કરવું જોઈએ અને આવા સ્થાનો પર મતભેદોને ઉકેલવા માટે વાતચીતની સાથે સાથે પૂજા સ્થળ અધિનિયમ, 1991નું સન્માન કરવું જોઈએ. મુહમ્મદે કહ્યું કે, મુસ્લિમોએ પણ મથુરા અને કાશીને લઈને હિંદુઓની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ.

મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્દેશોને પગલે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) રાજ્યના આદિવાસી બહુલ જિલ્લામાં વિવાદિત ભોજશાળા સંકુલનું સર્વે કરી રહ્યું છે. હિન્દુઓ માને છે કે તે દેવી વાગદેવી (સરસ્વતી)નું મંદિર છે જ્યારે મુસ્લિમ સમુદાય તેને કમલ મૌલા મસ્જિદ કહે છે. 

ભૂતપૂર્વ ASI અધિકારી મુહમ્મદે કહ્યું, ધાર (ભોજશાળા) વિશે ઐતિહાસિક હકીકત એ છે કે, તે સરસ્વતી મંદિર હતું. તેને ઈસ્લામિક મસ્જિદમાં પરિવર્તિત કરવામાં આવી હતી. પરંતુ પ્લેસ ઓફ વર્શીપ એક્ટ 1991 મુજબ, ધાર્મિક સ્થળના દરજ્જા માટેનું આધાર વર્ષ 1947 છે. જો તે 1947 માં મંદિર હતું તો તે મંદિર છે અને જો તે મસ્જિદ હતું તો તે મસ્જિદ છે.

વધુ વાંચો: મહાકાલ મંદિરમાં ભષ્મ આરતી વખતે આગ ફાટી નીકળી, મચી અફરાતફરી, 5 લોકો દાઝ્યાં

1976-77માં અયોધ્યામાં મુહમ્મદ પ્રોફેસર બી.બી.લાલની આગેવાની હેઠળની પ્રથમ ખોદકામ ટીમનો ભાગ હતો. પદ્મશ્રી પુરસ્કાર વિજેતાએ અગાઉ દાવો કર્યો હતો કે, તેમણે બાબરી ઢાંચાની નીચે રામ મંદિરના અવશેષો પહેલીવાર જોયા હતા. તેમણે કહ્યું કે, બંને પક્ષોએ એક્ટનું સન્માન કરવું જોઈએ અને હાઈકોર્ટ તમામ હકીકતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે. 11મી માર્ચે હાઈકોર્ટે ASIને 6 સપ્તાહની અંદર ભોજશાળા સંકુલનો 'વૈજ્ઞાનિક સર્વેક્ષણ' કરવાનો આદેશ આપ્યો હતો. રવિવારે સર્વેનો ત્રીજો દિવસ હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ