બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Bhavnagar jatka machine 3 students electrocution death Mahuva Police

VTV વિશેષ / ભાવનગરમાં 3 વિદ્યાર્થીઓના ઝટકા મશીનથી મોત, પણ શું મોતનો ઝટકો લાગ્યો કે પછી જુગાડમાં ચોંટયા બાળકો, તપાસનો વિષય

Vishnu

Last Updated: 12:10 AM, 8 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરના કાટીકડા ગામે વાડીમાં રાખેલા ઝાટકા મશીનથી વીજ કરંટ લાગતા 3 વિદ્યાર્થીઓનો જીવ ગયો છે? પણ હકીકત એ છે કે ઝાટકા મશીનથી જીવ જતો નથી કોઈ જુગાડ કરવામાં આવ્યો હોય તેવો અંદેશો છે

  • ભાવનગર: મહુવાના કાટીકડા ગામે 3 વિદ્યાર્થીના ઝટકા મશીનના કરંટથી મૃત્યુ
  • સ્કૂલેથી પરત ફરતી વખતે બની ઘટના
  • પશુ હોય કે પછી માણસ તે એક ઝટકો ખાઈ દૂર ફંગોળાઈ જાય મોત થાય જ નહીં: ઝટકા મશીન બનાવનાર 
  • GEBની ટીમ તપાસ કરી રહી છે, નિયમ વિરુદ્ધનું થયું હશે તો 304 લાગશે: જયદીપ સિંહ સરવૈયા,DY.sp,મહુવા

ભાવનગર જિલ્લામાં વીજ કરંટ લાગતા 3 વિદ્યાર્થીઓના મૃત્યુ નિપજ્યાં છે. આ અંગેની જાણ થતાં મહુવા પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી અને વિદ્યાર્થીઓના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. પરંતું ઝટકા મશીન કોઈનો જીવ લેતું નથી આ પણ એક સત્ય હકીકત છે. સરકાર માન્ય આ મશીન છે જેમાં ખેડૂતોને 50% સબસિડી પણ આપવામાં આવે છે. આ મશીનનો મૂળ ઉપયોગ રખડતાં અને જંગલી પશુઓ જે ખેડૂતોના પાકને નુકસાન કરતાં હોય તેને રોકવા માટે થયો હતો છે આ મશીનના વાયરને અડકતા જ પશુ હોય કે માણસ ઝટકો લાગતાં દૂર જતો રહે છે પરંતુ મોતને ભેટતો નથી

ઝટકા મશીન બનાવનાર કહે છે શક્ય જ નથી કે ઝાટકા મશીનથી મોત થાય..!
રાજકોટના ઝટકા મશીન બનાવતા નિષ્ણાંત વ્યક્તિએ જણાવ્યું હતું કે ઝટકા મશીન DC કરેલ હોય તો કોઈ દિવસ કોઈનું મોત થતું નથી. આ મશીન પલ્સ (ધબકારા) મુજબ ચાલતું હોય છે 0.5 સેકન્ડનો ધબકારો હોય છે. જો કોઈ આ સમયમાં અડકે તો એ પશુ હોય કે પછી માણસ તે એક ઝટકો ખાઈ દૂર ફંગોળાઈ જાય છે. કોઈ દિવસ મોત થયું હોય તેવું અમારા ધ્યાને આવ્યું નથી. જો એવું થતું હોય તો સરકાર જ આવા મશીનની પરમિશન ન આપે. હા જો કોઈ દેશી જુગાડ કરે તો ચોક્કસ ઝટકા મશીનથી જીવ જઈ શકે છે. જેમ કે વધારે પાવર રાખવા માટે મોટી કોયલ રાખી પોતાની રીતે વાયર દોડાવી અથવા તો 3 ફેજ લાઇનમાં સીધૂ કનેક્શન આપી જો મશીન ચાલુ રાખે તો જરૂર જીવ જઈ શકે છે. જે સરકારની રીતે  ગેરકાયદેસર છે. 

ઝટકા મશીન રિપેરિંગ કરનારનું શું કહેવું છે?
આ ઉપરાંત પાલીતાણામાં ઝટકા મશીન રિપેરિંગ કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે ઝટકા મશીનમાં મીઠો પાવર આવતો હોય છે. જેણે કોઈ અડે તો શરીરમાં ધ્રુજારી ઉપાડી તેને જે તે જગ્યાએથી દૂર ખસેડી દે છે. પરંતુ કોઈનો જીવ ગયો હોય તેવું વર્ષોના અનુભવમાં ધ્યાન આવ્યું નથી. અમે રિપેર કરતાં હોય ત્યારે અનેક વખત ઝટકા મશીનના ઝટકા ખાધા છે. કોઈ દિવસ કોઈ મોટી ઈજા પણ થઈ નથી. જેમ બાળકોના મોત નિપજ્યાં તેમાં ચોક્કસ પણે હાઇ વૉલ્ટેજ લેવા પ્રયાસ કરવા કોઈ જુગાડ કર્યા હોય તો જ બાળકોના મૃત્યુ થયા હોઈ શકે

જયદીપ સિંહ સરવૈયા, DYsp, મહુવા
 

મહુવાના DY.spએ કહ્યું GEBને તપાસ સોંપી છે,  
મહુવાના DYsp જયદીપ સિંહ સરવૈયાએ VTV સાથેની વાતચીતમાં જણાવ્યું કે ત્રણ બાળકો શાળાએથી પરત ફરતા હતા ત્યારે સામંત બારૈયાએ ભાગિયામાં વાડી આપી છે ત્યાંથી આ બાળકો પસાર થયા હતા. અને બાળકો તાર ફેન્સિંગને અડકતા જ ઘટના સ્થળ પર જ તરફડિયા મારી મોતને ભેટયા, અન્ય એક બાળક સાથે હતો જે દૂર હતો તેણે દોડી જઈ ગામમાં સમગ્ર વાત જણાવી, હાલ સમગ્ર ઘટના તપાસનો વિષય છે. GEBની ટીમ તપાસ કરી રહી છે. જો ઝટકા મશીન સિવાય વધારાના વાયર કે પાવર ખેતર માલિકે નિયમ વિરુદ્ધ કાઢ્યો હશે તો 304 ( જાણી જોઈને મૃત્યુ કરાવવું)ની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. હાલ GEBના રિપોર્ટની પોલીસ રાહ જોઈ રહી છે ત્યારબાદ એક્શન લેવામાં આવશે.

શું છે સમગ્ર ઘટના?
ભાવનગરના મહુવા તાલુકાના કાટીકડા ગામની સીમમાં આવેલી એક વાડીમાં લગાવવામાં આવેલા ઝાટકા મશીનથી વીજકરંટ લાગતા 3 વિદ્યાર્થીના મૃત્યુ થયા છે. એક સાથે ત્રણ વિદ્યાર્થીઓના મોત થતાં આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી છે. આ ઘટનામાં કોની બેદરકારીથી વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો છે તે અંગે તપાસ શરુ કરવામાં આવી છે. એક સાથે ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ થતાં ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે,  શાળાએથી ઘરે જતી વખતે 3 વિદ્યાર્થીઓને વાડીમાં રાખેલા ઝાટકા મશીનથી કરંટ લાગ્યો હતો.

ઝાટકા મશીન શું છે?
ખેડૂતોના પાકને નુકસાન માત્ર જીવાતો અને રોગોને લીધે નથી થતું. રખડતા અને જંગલી જાનવરો અને રખડતાં પશુઓના કારણે પણ પાકનો બગાડ થાય છે. આ પશુઓથી થતાં બગાડને અટકાવવા માટે સરકાર માન્ય ઝાટકા મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. ઝાટકા મશીનને કરંટ મશીન પણ કહેવામાં આવે છે, કારણ કે કરંટ ખૂબ જ હાઈ વોલ્ટેજમાં આવે છે. તેને શરૂ કરવા માટે, 12 વોલ્ટની બેટરીની જરૂર છે. આ બેટરીને ચાર્જ કરવા માટે અપ્સ ચાર્જર અથવા સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે.

ક્યાં ક્યાં ઉપયોગ થઈ રહ્યો છે?
ખેડૂતો આ મશીનનો ઉપયોગ માત્ર તેમના ખેતરમાં પાક બચાવવા માટે જ નથી કરતા, પરંતુ આ મશીનનો ઉપયોગ ઘર, શાળા, હોસ્પિટલ, જ્યાં વાંદરાઓ કે ચોરોની સમસ્યા હોય ત્યાં રાત્રે સુરક્ષા તરીકે પણ કરતાં હોય છે. વાડીમાં ખેતીનો કિંમતી સામાન હોય ત્યાં પણ ઘણા ખેડૂતો રાત્રે ઝટકા મૂકીને જતાં હોય છે.

કેવી રીતે ઝાટકા મશીન લગાવેલા હોય છે?
ખેતરની આસપાસ વાંસ અથવા સિમેન્ટ અને બાલાસ્ટથી બનેલા 6 ફૂટના થાંભલાઓ લગાવીને પાતળા વાયરના 4 થી 6 સ્તરોથી ખેતરને વાડ કરવાની હોય છે. વાયરને ચારે બાજુથી ઘેરી લીધા પછી, વાયરના એક છેડો તાર સાથે અને એક અર્થીન્ગમાં જમીનમાં આપવાનો હોય છે. જે બાદ ઝાટકા મશીને શરૂ કરતાં 0.5 સેકન્ડના અંતરે હાઈ વૉલ્ટેજ ઝટકા આવતા હોય છે જેને ટચ કરવામાં આવે તો જોરદાર ઝટકો લાગે છે પણ તે કરંટ ક્ષણભરમાં ઓટોમેટિક બંધ થઈ જતાં કોઈનો પશુ કે માણસનો જીવ જતો હોય તેવું બનતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ