ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / bharat jodo yatra hardeep puri advicve to congress refuel vehicles in bjp ruled states

ભારત જોડો યાત્રા / મોદી સરકારના મંત્રીએ રાહુલ ગાંધીને આપી પૈસા બચાવાની સલાહ: ભાજપ શાસિત રાજ્યોમાં ડીઝલ ભરાવાની શિખામણ આપી

Published By: Pravin

Last Updated: 10:02 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ હાલમાં ભારત જોડો યાત્રા કરી રહી છે. આ દરમિયાન કન્યાકુમારીથી કશ્મીર સુધીની યાત્રા કરશે અને 3500 કિમી 150 દિવસમાં પુરી કરી શકશે. આ બાબતને લઈને મોદી સરકારને મંત્રીએ કોંગ્રેસને ખાસ સલાહ આપી છે.

ADVERTISEMENT

  • કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ કોંગ્રેસને આપી સલાહ
  • ભારત જોડો યાત્રા પર આ કામ કરવા જણાવ્યું
  • ભાજપ શાસિત રાજ્યો અને બિનભાજપશાસિત રાજ્યો વચ્ચે ફરક બતાવ્યો

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર કટાક્ષ કરતા કહ્યુ કે, તે પોતાની યાત્રા દરમિયાન ભાજપ શાસિત રાજ્યોમાં ડીઝલ ભરાવીને જાય. તેનાથી ઘણા રુપિયા બચી જશે. હકીકતમાં પુરીએ આ કટાક્ષ એ સંદર્ભમાં આપ્યો હતો કે, પ્રધાનમંત્રી મોદીના આહ્વાન પર ભાજપશાસિત રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડી દીધો હતો. જો કે, અમુક બિન ભાજપશાસિત રાજ્યોએ આવું કરવાની ના પાડી દીધી હતી.

શુક્રવારે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ કહ્યું કે, યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા 12 રાજ્યોમાંથી 3500 કિમી યાત્રા કરતા પ્રત્યેક ડીઝલવાહન દીઠ 1050-2205 રૂપિયા બચાવી શકશે. એક સાથે કટેલાય ટ્વિટ કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કોંગ્રેસ માટે એક સલાહ છે કે, એ રાજ્યોમાં પ્રવેશ કરતા પહેલા ભાજપ સાથે જોડાયેલ રાજ્યોમાં ઈંધણ ભરાવી લેજો. કારણ કે કેટલાય રાજ્યોએ વેટ ઘટાડવાની ના પાડી દીધી હતી. ઉદાહરણ તરીકે તેલંગણા અને જમ્મુ કાશ્મીરની વચ્ચે 14.5 રૂપિયા પ્રતિ લિટરનો ફરક છે. 

પુરીએ જણાવ્યું- આવી રીતે બચાવી શકશો પૈસા

કટાક્ષ કરતા પુરીએ કોંગ્રેસ પાર્ટીને સલાહ આપી છે. પૈસા બચાવી શકાય છે. દિલ્હીની જગ્યાએ હરિયાણામાં ઈંધણ ભરવશો તો 3.07 રૂપિયા પ્રતિ લિટર, રાજસ્થાનના જગ્યાએ યુપીમાં ઈંધણ ભરાવશો તો પ્રતિ લિટર 3.96 રૂપિયા, તેલંગણાની જગ્યાએ મહારાષ્ટ્રમાં ઈંધણ ભરાવશો તો, 3.55 લીટર જ્યારે તમિલનાડૂ અને કેરલમાં ન ભરાવીને ક્રમશ: 6.35 અને 8.63 રૂપિયા લીટરે બચાવી શકાય.

બાદમાં થેંક્યુ કહી દેજો- પુરી

પુરીએ આગળ કહ્યું કે, કુલ મળીને 12 રાજ્યોમાં 3500 કિમી અને 150 દિવસમાં પોતાની યાત્રા દરમિયાન કોંગ્રેસ 1050 રૂપિયા અને 2205 રૂપિયા પ્રતિ ડીઝલ વાહનની વચ્ચે બચાવી શકશે. લક્ઝૂરી વાહનોના વિશાળ કાફલાને જોતા યુવા નેતા ખાસ કરીને યાત્રા કરી રહ્યા છે. તેઓ મારી આ સલાહ બાદ મારો આભાર વ્યક્ત કરી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bharat jodo yatra congress hardeep puri rahul gandhi congress

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ