બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Beware before going out at night on the 31st! Preparing to impose strict curfew with thousands of police personnel

ચક્ર 'વ્યૂહ' / 31st પર રાતે બહાર નીકળતા પહેલા ચેતજો! હજારો પોલીસ જવાન સાથે કડક કર્ફ્યૂ લગાવવાની તૈયારી

Mehul

Last Updated: 05:32 PM, 28 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં પોલીસ પોઈન્ટ અને પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. શી ટીમ, સ્થાનિક પોલી, ટ્રાફિક પોલીસ પણ સર્ચ કરશે. પ્રોહિબિશન ડ્રાઈવ પણ કરવામાં આવશે

  • હમણાં રાત્રે રખડતા વિચારી લેજો 
  • 31 ડિસેમ્બરનો 'મદ' ઉતરી જશે 
  • 50 જેટલા નાકા બંધી પોઇન્ટ રહેશે 

થર્ટી ફર્સ્ટ નજીક છે. કોરોનાના પ્રતિબંધો છે. તેવામાં હવે અમદાવાદ પોલીસે પણ એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. 31 ડિસેમ્બરે પોલીસ સતત પેટ્રોલિંગ ચાલુ રાખશે. આ દરમિયાન જો કોઈ દારૂ પીને નિકળતા પકડાય તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. ક્રાઈમબ્રાંચના JCP પ્રેમવીર સિંઘે જણાવ્યું કે કોરોનાના કેસ વધી રહ્યા છે. અને સેલિબ્રેશન અંગે પણ કોઈએ મંજૂરી માગી નથી. સાથે જ તેમણે લોકોને માસ્ક પહેરવા અને ભીડભાડવાળા વિસ્તારમાં એકઠા ન થવા માટે અપીલ કરી છે. 

અમદાવાદ શહેરમાં પોલીસ પોઈન્ટ અને પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. શી ટીમ, સ્થાનિક પોલી, ટ્રાફિક પોલીસ પણ સર્ચ કરશે. પ્રોહિબિશન ડ્રાઈવ પણ કરવામાં આવશે. સાથે જ દારૂ પીને વાહન ચલાવતા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.  કર્ફ્યૂનો અમલ કરવામાં આવશે. અને 11 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂનો અમલ કરાવવામાં આવશે. બંદોબસ્તમાં 13 હજાર પોલીસ જવાનો, 12- 12 DCP કક્ષાના અધિકારીઓ અને 50 જેટલા નાકા બંધી પોઇન્ટ બનવાવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ