બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / વિશ્વ / Before the meeting, Biden came to meet PM Modi, hugged and greeted him

G-7 સમિટ / મીટિંગ પહેલા PM મોદીને જોતાં જ મળવા આવ્યા બાયડન, ગળે લગાવી કર્યું અભિવાદન, G-7 સમિટમાં દેખાઈ મિત્રતા

Priyakant

Last Updated: 01:32 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G-7 Summit 2023 News: અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન બેઠકમાં પહોંચતા જ PM મોદીને જોતા જ તેમની પાસે પહોંચી ગયા અને ગળે લગાવ્યા

  • G-7 મીટિંગમાં હાજરી આપવા માટે જાપાનના હિરોશિમા પહોંચ્યા PM મોદી 
  • G-7 સમિટમાં ભારત અને અમેરિકાની મિત્રતા દેખાઈ 
  • બાયડન PM મોદીને જોતા જ તેમની પાસે પહોંચી ગયા અને ગળે લગાવ્યા
  • PM મોદી પણ બાયડનને એટલી જ ઉષ્મા સાથે ભેટી પડ્યા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે G-7 મીટિંગમાં હાજરી આપવા માટે જાપાનના હિરોશિમા પહોંચ્યા છે. આ દરમિયાન G-7 સમિટમાં ભારત અને અમેરિકાની મિત્રતા દેખાઈ હતી. વાત જાણે એમ છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન પણ આ બેઠકમાં સામેલ થયા છે. બાયડન ત્યાં પહોંચતા જ પીએમ મોદીને જોતા જ તેમની પાસે પહોંચી ગયા અને તેમને ગળે લગાવ્યા. પીએમ પણ તેમને એટલી જ ઉષ્મા સાથે બાયડનને ભેટી પડ્યા હતા. ભલે તેમની મુલાકાત થોડા સમય માટે હતી પરંતુ તેનાથી ચીનની ચિંતા વધી શકે છે. 

G-7 મીટિંગમાં જાપાન અને અમેરિકા ઉપરાંત બ્રિટન, ફ્રાન્સ, જર્મની, કેનેડા અને ઈટાલી તેમજ યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો છે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ડિજિટલાઈઝેશન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ઉપરાંત કનેક્ટિવિટી, સુરક્ષા, પરમાણુ નિઃશસ્ત્રીકરણ, આર્થિક સુરક્ષા, પ્રાદેશિક મુદ્દાઓ, ક્લાઈમેટ ચેન્જ, ખાદ્ય અને સ્વાસ્થ્ય અને વિકાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.

હિરોશિમામાં ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ
G-7 સમિટમાં ભાગ લેતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પછી તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પછી પીએમ મોદીએ કહ્યું કે, હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમા અહિંસાના વિચારને આગળ વધારશે. 

PM મોદીએ કહ્યું કે, મારા માટે એ જાણવું ખૂબ જ આનંદની ક્ષણ છે કે, મેં જાપાનના પીએમને ભેટમાં આપેલું બોધિ વૃક્ષ અહીં હિરોશિમામાં વાવવામાં આવ્યું છે જેથી લોકો અહીં આવે ત્યારે શાંતિનું મહત્વ સમજી શકે. મહાત્મા ગાંધીનો 42 ઈંચ લાંબો કાંસ્ય પ્રતિમા પદ્મ ભૂષણ એવોર્ડ વિજેતા રામ વનજી સુતાર દ્વારા બનાવવામાં આવ્યો છે. આ પ્રતિમાને મોટોયાસુ નદીના કિનારે ઐતિહાસિક એ-બોમ્બ ડોમ પાસે સ્થાપિત કરવામાં આવી છે, જ્યાં દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે.

પ્રખ્યાત ભાષાશાસ્ત્રી ટોમિયોને મળ્યા PM મોદી
PM મોદીએ શનિવારે જાણીતા ભાષાશાસ્ત્રી પદ્મ પુરસ્કારથી સન્માનિત પ્રોફેસર ટોમિયો મિઝોકામી સાથે પણ મુલાકાત કરી હતી. ટોમિયો એક પ્રખ્યાત હિન્દી અને પંજાબી ભાષાશાસ્ત્રી છે. બેઠક બાદ પીએમએ કહ્યું કે, તેઓ હિરોશિમામાં ટોમિયો મિઝોકામી સાથે વાત કરીને ખુશ છે. તેમણે જાપાનના લોકોમાં ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યને લોકપ્રિય બનાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ