બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Be careful if Gujarati is the milk father of this well-known dairy, the report of the milk sample failed for the second time

ભાવનગર / ગુજરાતની આ જાણીતી ડેરીનું દૂધ પીતા હોય તો સાવધાન, દૂધના સેમ્પલનો રિપોર્ટ બીજી વખત પણ ફેલ

Vishal Khamar

Last Updated: 06:21 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર મહાનગર પાલિકાનાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા થોડા સમય અગાઉ ભાવનગરની માહી ડેરીમાં તપાસ હાથ ધરી દૂધનાં સેમ્પલ લીધા હતા. જે સેમ્પલ ફેલ થતા ચકચાર મચી જવા પામી હતી.

  • માહી ડેરીના દૂધના સેમ્પલ ફેલ
  • સપ્ટેમ્બર 2022માં લેવાયા હતા સેમ્પલ
  • ડેરીએ ફૂડ વિભાગના ચુકાદાને પડકાર્યો હતો

સપ્ટેમ્બર 2022 માં ભાવનગરની માહી ડેરીમાંથી દૂધનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે  દૂધનાં સેમ્પલ ફેલ થતા હડકંપ મચી જવા પામ્યો હતો. ત્યારે ડેરીએ ફ્રૂડ વિભાગનાં ચુકાદાને કોર્ટમાં પડકાર્યો છે.

 સમગ્ર ભાવનગરમાં લોકોને દૂધ પુરૂ પાડતી માહી ડેરીનાં દૂધનાં સેમ્પલ ફેલ થતા હાલ સમગ્ર મુદ્દો ભાવનગરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. ત્યારે ભાવનગરની માહી ડેરીમાંથી સિનિયર ફ્રુડ અધિકારી દ્વારા લેવામાં આવેલ દૂધનાં નમૂનાંને સૌ પ્રથમ તો રાજ્ય સરકારની લેબમાં ચેક કરતા સબ સ્ટાન્ડર્ડ જાહેર કર્યા હતા.  

મૈસુરથી પણ સેમ્પલનો રિપોર્ટ આવ્યો ફેલ
જે બાદ મૈસુર ખાતે પણ દૂધનાં સેમ્પલનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો.  મૈસુરથી પણ સેમ્પલનો રિપોર્ટ ફેલ આવ્યો હતો. તેમજ રિપોર્ટમાં લોકોનાં સ્વાસ્થ્યને નુકશાન કરે તેવા આલ્ફા ટોક્સિનની માત્રા નિયત કરતા વધુ પ્રમાણમાં હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું. ત્યાર બાદ ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં ચુકાદાને ડેરીએ પડકાર્યો હતો.  

માહી ડેરી વિરુદ્ધ ચીફ જ્યૂડીશ્યલ કોર્ટમાં કેસ દાખલ
રાજ્યની સરકારી લેબ તેમજ કેન્દ્રની સરકારી લેબમાં માહી દૂધનાં સેમ્પલ ફેલ થયા બાદ ફ્રુડ વિભાગ દ્વારા માહી ડેરી સામે ફોજદારી ગુનો દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  માહી ડેરી વિરૂદ્ધ ચીફ જ્યૂડીશલ કોર્ટમાં કેસ દાખલ કરેલ છે. ડેરી વિરૂદ્ધ ફોજદારી ગુનો હોવાથી હાલ કેસ કોર્ટમાં છે. 

માહી ડેરી હવે ઉત્તર, મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં પોતાનો ફેલાવો વધારી રહ્યું છે
ભાવનગરની માહી ડેરીનાં વાર્ષિક ટર્ન ઓવરની વાત કરીએ તો રૂા. 1500 કરોડથી પણ વધુનું ટર્ન ઓવર છે. માહી સૌરાષ્ટ્ર, કચ્છ સુધી હવે સિમિત રહી નથી. માહી ડેરી હવે અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરો સહિત ઉત્તર, મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં પોતાનો ફેલાવો વધારવા પ્રયત્ન કરી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ