બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / bcci secretary jay shah confirmed rahul dravid to remain head coach

સ્પોર્ટ્સ / T20 વર્લ્ડકપમાં રાહુલ દ્વવિડની છુટ્ટી કે પછી? ટેસ્ટ સિરીઝ વચ્ચે ભવિષ્ય પર થયો ફેંસલો, જુઓ BCCIની સ્પષ્ટતા!

Arohi

Last Updated: 03:13 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCI Rahul Dravid: શાહે બુધવારે કહ્યું, "વિશ્વ કપ બાદ રાહુલ ભાઈને તરત જ દક્ષિણ આફ્રીકા પ્રવાસ પર જવું પડ્યું. આ વચ્ચે અમારી મુલાકાત ન થઈ શકી જે આજે સંભવ થઈ. તમે રાહુલ દ્રવિડ જેવા સીનિયર વ્યક્તિના કોન્ટ્રાક્ટ માટે ચિંતિત કેમ છો? તે ટી20 વિશ્વ કપમાં પણ કોચ બની રહેશે."

  • રાહુલ દ્રવિડના ભવિષ્ય પર નિર્ણય 
  • ટી20 વિશ્વ કપમાં રહેશે કે થશે છુટ્ટી? 
  • BCCIએ કરી સ્પષ્ટતા 

ભારતીય ક્રિકેટ ટીમને આઈસીસી વનડે વર્લ્ડ કપ ફાઈનલ સુધી પહોંચાવનાર મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ ભારતીય ક્રિકેટ બોર્ડે વધાર્યો છે. ટૂર્નામેન્ટની સાથે જ તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો જેને બોર્ડની તરફથી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો. બીસીસીઆઈ સચિવ જય શાહે પુષ્ટિ કરી છે કે રાહુલ દ્રવિડ આ વર્ષે જૂનમાં થવા જઈ રહેલા ટી20 વિશ્વ કપ સુધી ભારતના મુખ્ય કોચ બની રહેશે. 

પુરો થઈ ગયો હતો દ્રવિડનો કોન્ટ્રાક્ટ 
દ્રવિડનો કોન્ટ્રાક્ટ ગયા વર્ષે વનડે વિશ્વ કપ બાદ સમાપ્ત થઈ ગયો હતો. તેના બાદ તેમને કાર્યકાળ નક્કી કર્યા વગર સહયોગી સ્ટાફની સાથે ડિસેમ્બર જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રીકાના પ્રવાસ સુધી પદ પર બની રહેવા માટે કહેવામાં આવ્યું હતું. 

હવે બીસીસીઆઈ સચિવ જય શાહે કહ્યું કે તેમણે વેસ્ટઈન્ડીઝ અને અમેરિકામાં થવા જઈ રહેલા ટી20 વિશ્વ કપ સુધી દ્રવિડને મુખ્ય કોચ બનાવી રાખવાનો નિર્ણય કરતા પહેલા આ પૂર્વ કેપ્ટનની સાથે વાતચીત કરી. 

વધુ વાંચો: રાજકોટ ટેસ્ટમાં આ ખેલાડીએ ટીમ ઈન્ડિયામાં કર્યું ડેબ્યૂ, ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા પિતા, ભાવુક કરી દે તેવો વીડિયો વાયરલ

શાહે બુધવારે અહીં એક કાર્યક્રમમાં જણાવ્યું, "વિશ્વ કપ બાદ રાહુલ ભાઈને તરત જ દક્ષિણ આફ્રીકા પ્રવાસ પર જવું પડ્યું. આ વચ્ચે અમારી મુલાકાત ન થઈ શકે જે છેલેલે આજે સંભવ થઈ. તમે રાહુલ દ્રવિડ જેવા સીનિયર વ્યક્તિના કોન્ટ્રાક્ટને લઈને ચિંતિત કેમ છો? તે ટી20 વિશ્વ કપમાં પણ કોચ બની રહેશે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ