ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Bcci Creates Team Mask Force, Video Features Messages From Kohli, Tendulkar Feature

VIRAL / ઘરે બેસીને માસ્ક બનાવીને સાથે ખાસ મેસેજ આપી રહી છે ટીમ ઇન્ડિયા

Published By: Juhi

Last Updated: 04:49 PM, 18 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામારી કોરોના વાયરસની જંગમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ભારત સરકારને સાથ આપી રહી છે. BCCI એ આ પહેલા 51 કરોડ રૂપિયાનું દાન આપ્યુ અને હવે લોકોને જાગરૂક્ત કરવા માટે એક વીડિયો બનાવ્યો છે. તમને જણાવી દઇએ કે, સરકારે તમામને અપીલ કરતા કહ્યુ કે, બહાર જતા સમયે માસ્ક ચોક્કસથી પહેરો.

ADVERTISEMENT

  • ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સે એક વીડિયો બનાવ્યો, ટીમ માસ્ટ ફોર્સ
  • BCCI એ વીડિયો જારી કર્યો, જેમાં વિરાટ કોહલી અને સચિન તેંડુલકર જોવા મળશે.
  • BCCI ના પ્રમુખ પણ આ વીડિયોમાં જોવા મળી રહ્યા છે, તમામ દેશવાસીઓને એક અપીલ કરી રહ્યા છે
  • આ અપીલ ઘર પર માસ્ક બનાવો અને તેના વગર ઘરની બહાર ના નીકળો

આ અપીલને વધુ મબજૂત કરવા માટે BCCI એ વીડિયો બનાવ્યો છે. આ વીડિયોમાં ભારયીય ક્રિકેટરો માસ્ક પહેરવાની વાત કરી રહ્યા છે અને તેમાં નામ આપ્યુ છે ટીમ માસ્ક ફોર્સ. આ વીડિયોમાં કેપ્ટન વિરાટ કોહલી, BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સ્મૃતિ મંધાના, રોહિત શર્મા, હરભજન સિંહ, મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, વિરેન્દ્ર સહેવાગ, રાહુલ દ્રવિડ, મિતાલી રાજ અને સચિન તેંડુલકર જોવા મળી રહ્યા છે. 

 

આ વીડિયોમાં ખેલાડીઓ જણાવી રહ્યા છે કે, કઇ રીતે ઘરે બેઠા માસ્ક બનાવી શકાય છે ખેલાડીઓ તેમ પણ કહ્યુ કે, આ ખાસ અભિયાનમાં શામેલ થઇને તમે તમારી સુરક્ષા કરવાની સાથે દેશ માટે પણ મોટું યોગદાન આપી રહ્યા છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આ વીડિયોમાં કહી રહ્યો છે કે, ''ટીમ ઇન્ડિયાના સભ્ય હોવુ સન્માનની વાત છે અને અમે આજે એક મોટી ટીમ ટીમ માસ્ટ ફોર્સ બનાવી રહી છે.'' તો સચિન તેંડુલકરે કહ્યુ કે, ''કમ ઑન ઇન્ડિયા, માસ્ક બનાવો અને માસ્ક ફોર્સનું ભાગ બનો.  20 સેકન્ડ હાથ ધોઇને સોશ્યલ ડિસ્ટિન્સિંગ કરો.'' રોહિત શર્માએ કહ્યુ ''માસ્ક ફોર્સનું ભાગ બનવું સરળ છે. ઘરે બેસીને માસ્ક બનાવો અને જેમ મેં બનાવ્યુ છે.''

ટ્વિટર પર BCCI એ લખ્યુ કે, ટીમ ઇન્ડિયા હવે માસ્ટફોર્સ બની ગઇ છે.કોરોની સાથે લડાઇમાં સાથ આપો. આરોગ્ય સેતુ મોબાઇલ એપ ડાઉનલોડ કરો. BCCI એ પહેલા જ કોરોના વાયરસની જંગ માટે 51 કરોડ રૂપિયાની મદદ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

BCCI Cricket India Mask India Sachin Tendulkar Team India Video viral Virat Kohli covid 19 sports Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ