બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / BBC mumbai delhi IT servey official statement is declared

ખુલાસા / BBCની ઓફિસમાંથી ITને શું હાથે લાગ્યું? આયકર વિભાગનું સત્તાવાર નિવેદન જાહેર, થયા મોટા ધડાકા

Vaidehi

Last Updated: 07:35 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્રણ દિવસની તપાસ બાદ આયકર વિભાગ તરફથી મોટી માહિતી સામે આવી છે. BBC ઓફિસમાં રેડ પાડ્યાં બાદ વિભાગ તરફથી ઓફિશિયલ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે

  • IT વિભાગે ત્રણ દિવસનાં અંતે તોડ્યું મૌન
  • BBCની ઓફિસોમાં છાપા માર્યા બાદ કર્યા ખુલાસા
  • ટેક્સ ચૂકવણીમાં ઘોટાળા સહિત અનેક બાબતોનો પર્દાફાશ

દિલ્હી અને મુંબઈમાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોરપોરેશન BBCનાં કાર્યાલયોમાં IT વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી.  સતત 3 દિવસ એટલે કે 59 કલાકની તપાસ બાદ હવે વિભાગ તરફથી સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આયકર વિભાગે સર્વે સંબંધિત કેટલાક મોટા ખુલાસા કર્યાં છે. 

ઓછી આવક દેખાડીને ટેક્સ બચાવવાનાં પ્રયાસો 
આયકર વિભાગે કહ્યું કે આયકર અધિનિયમ 1961ની કલમ 133A અંતર્ગત એક સર્વેક્ષણ કાર્યવાહી BBCના દિલ્હી અને મુંબઈ સ્થિત કાર્યાલયોમાં કરવામાં આવી હતી. ગ્રુપ અંગ્રેજી, હિંદી અને વિભિન્ન અન્ય ભારતીય ભાષાઓમાં કોન્ટેન્ટ આપ્યા સહિત અન્ય પણ કેટલાક બિઝનેસમાં જોડાયેલ છે. તેમણે જણાવ્યું કે સર્વે દરમિયાન માહિતી મળી કે BBC ગ્રુપ દ્વારા ઓછી આવક દેખાડીને ટેક્સ બચાવવાનાં પ્રયાસો કરવામાં આવ્યાં છે. સર્વેક્ષણથી માહિતી મળી કે વિભન્ન ભાષાઓમાં પર્યાપ્ત કોન્ટેન્ટ હોવા છતાં પણ ગ્રુપની અલગ અલગ સંસ્થાઓ દ્વારા દેખાડવામાં આવેલ ઈનકમ/પ્રોફિટ ભારતમાં કામગિરીનાં સ્કેલ સાથે અનુરૂપ નથી. 

ડોક્યુમેન્ટેશનનાં સંબંધમાં કેટલીક વિસંગતતા
આયકર વિભાગે જણાવ્યું કે ટ્રાન્સફર પ્રાઈસિંગ ડોક્યુમેન્ટેશનનાં સંબંધમાં કેટલીક વિસંગતતા મળી આવી છે. CBDT અનુસાર આઈટી ટીમોએ કર્મચારીઓનાં નિવેદન, ડિજીટલ પ્રમાણ અને દસ્તાવેજોનાં માધ્યમથી વધારે પુરાવાઓની માહિતી મળી આવી છે. IT વિભાગે આગળ કહ્યું કે તપાસ દરમિયાન વિભાગે સંગઠનનાં સંચાલન સંબંધિત કેટલાક પુરાવાઓ મળ્યાં છે જે જણાવે છે કે કેટલાક રેમિટન્સ પર ટેક્સની ચુકવણી કરવામાં આવી નથી...જેને ગ્રુપની વિદેશી સંસ્થાઓની તરફથી ભારતમાં ટેક્સનાં રૂપમાં પ્રગટ કરવામાં આવેલ નથી. 

ટેક્સ ભરવામાં આવેલ નથી- IT
આયકર વિભાગ અનુસાર વિદેશ અને દેશમાં હાજર એવા અનેક કર્મચારી છે કે જેમની પેમેન્ટ ભારતીય એકમ દ્વારા કરવામાં આવી પણ તેમાં પણ ટેક્સ ભરવામાં આવ્યું નથી. BBCનાં કર્મચારીઓનાં નિવેદન, ડિજિટલ પુરાવાઓ અને કાગળોનાં આધાર પર આ તમામ નાણાકીય અનિયમિતતાનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ નિવેદન ટોપ લેવલ કર્મચારીઓ, ફાઈનાન્સ, કંટેટ ડેવલોપમેન્ટ અને પ્રોડક્શન સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓએ આપેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ