બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Bareilly father killed son and burnt body bones thrown in pond

અચરજભરી ઘટના / પિતાએ પુત્રની હત્યા કરીને લાશ સળગાવી, હાડકાં તળાવમાં ફેંક્યાં, વહુએ પિયરમાંથી ખોલ્યો ભેદ

Hiralal

Last Updated: 06:01 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના બરેલીમાં એક પિતાએ તેના પુત્રની હત્યા કરીને લાશ સળગાવી નાખી હતી તથા તેના અવશેષો તળાવમાં ફેંકીને મામલો રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હતો.

રામનવમીએ યુપીના બરેલીમાં એક ખૌફનાક ઘટના બની છે જેમાં પિતાએ વહુના પિયર ગયા બાદ તેના સગા પુત્રની હત્યા કરી નાખી હતી અને તેની લાશ સળગાવી નાખી હતી તથા તેના બચેલો હાડકાં તળાવમાં ફેંકીને મામલો રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વહુએ પિયરમાં બેઠાં બેઠાં આ મામલામાં સસરાંનો ભેદ ખોલી નાખ્યો હતો. 

વધુ વાંચો : MDH સહિત તમામ મસાલાના ટેસ્ટિંગનો ઓર્ડર, કેન્સરના તત્વો મળતાં કેન્દ્રનો મોટો નિર્ણય

તળાવમાં મળી યુવાનની અસ્થિઓ 
યુપીના બરેલીથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ચાર દિવસથી ગુમ યુવાનના અસ્થિઓ તળાવમાંથી મળી આવ્યાં હતા. યુવકની પત્નીની શંકાના આધારે પોલીસ આરોપી પિતાની પૂછપરછ કરી રહી હતી. તેના કહેવાથી તળાવમાંથી હાડકાં મળી આવ્યાં છે. ફોરેન્સિક ટીમે ઘટના સ્થળેથી પુરાવા પણ એકત્રિત કર્યા છે. આરોપી પિતાનું કહેવું છે કે, જ્યારે યુવકનું મોત થયું ત્યારે તેણે તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. જ્યારે યુવકની પત્ની સસરા પર હત્યા કરી લાશ સળગાવવાનો આરોપ લગાવી રહી છે. સાથે જ પોલીસે રિકવર થયેલાં અસ્થિઓને તપાસ માટે મોકલી આપ્યાં છે.

શું હતી ઘટના 
બરેલીમાં રહેતાં રામનક્ષત્રનો 30 વર્ષનો પુત્ર વિજેન્દ્ર અને તેની પુત્રવધૂ નીલમ અવારનવાર ઝઘડતા રહેતા હતા. રામનવમીના દિવસે બન્ને વચ્ચે ઝગડો થયો હતો જેનાથી કંટાળીને તેની પત્ની બાળકોને લઈને પિયર જતી રહી હતી. ત્યાર બાદ બન્ને વચ્ચે ફોન પર વાતો થતી હતી અને આવું થયું હોવા છતાં વિજેન્દરે નીલમના બેન્ક એકાઉન્ટરમાં પૈસા ટ્રાન્સફર કર્યાં હતા. 

ફોન સ્વિચ ઓફ આવતાં શંકા પડતાં સાસરીએ પાછી આવી 
પૈસા ટ્રાન્સફર કર્યાંના બે દિવસ બાદ પતિ વિજેન્દરનો ફોન સ્વિચ ઓફ આવતાં નીલમને શંકા પડી કારણ કે તે ફોન સ્વીચ ઓફ રાખતો નહોતો અને તેથી તે રામનવમીના દિવસે ઘેર આવી હતી સસરાંને પતિ અંગે પૂછ્યું હતું પરંતુ તેણે ગોળ ગોળ જવાબ આપતાં શંકા પાકી થઈ. 20 એપ્રિલના રોજ તેણે પોતાના સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 
સ્ટેશન હાઉસ ઓફિસર રાજુ રાવે જણાવ્યું હતું કે વિજેન્દ્રના પિતા રામ નક્ષત્રની કડક પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે વિજેન્દરનું મોત થયું છે, તેથી તેણે ખેતરમાં લાશ સળગાવી દીધી હતી અને તે પછી તેના અવશેષો ગામના છેવાડે કેનાલ પાસે આવેલા તળાવમાં ફેંકી દેવામાં આવ્યા હતા. રવિવારે પોલીસને તળાવમાંથી હાડકાં મળી આવ્યાં હતાં. હાલ પોલીસ કસ્ટડીમાં રહેલા પરિવારના ત્રણ લોકોની પૂછપરછ કરી રહી છે. 

કેમ કરી હત્યા?
બિજેન્દ્ર ઘરમાં સૌથી મોટો હતો. બિજેન્દ્રને એક નાનો ભાઈ પંકજ છે. ઘરમાં મોટો થયેલો બિજેન્દ્ર એકમાત્ર કમાનાર હતો. થોડા દિવસ પહેલા તેની વહુના લગ્ન થયા હતા. તેણે કમાણી પણ શરૂ કરી અને નજીકમાં પોતાનું ઘર બનાવ્યું. આ પછી તેના સસરા રામ નક્ષત્રે તેના મોટા પુત્ર બિજેન્દ્રથી અંતર જાળવવાનું શરૂ કર્યું અને તેને જમીનમાં કોઈ હિસ્સો ન આપવાની વાત કરી. ત્રણ એકર જમીન છે. આ મુદ્દે બિજેન્દ્ર તેના પિતા સાથે ઝઘડો કરતો હતો. બિજેન્દ્રની પત્નીએ આરોપ લગાવ્યો છે કે તેના કારણે તેના સસરાએ તેના પુત્રની હત્યા કરી હતી.

લાશ દાટવાં ઓરડો ખોદી નાખ્યો
પોલીસ જ્યારે બિજેન્દ્રના ઘરે પહોંચી ત્યારે તેની પત્ની નીલમે શંકા વ્યક્ત કરી હતી કે તેના સસરાએ તેની હત્યા કરી લાશને એક રૂમમાં દાટી દીધી હતી. ઘર. આના પર પોલીસે ઓરડો પણ ખોદી નાખ્યો પરંતુ ત્યાંથી કંઈ મળ્યું નહીં. થોડા સમય પછી, આરોપીએ હત્યાની કબૂલાત કરી અને પોલીસને હત્યા કરીને લાશને સળગાવવાની વાત કહી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ