બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / Banned ban on News coverage of former pakistan PM Imran Khan

મુસીબત / પૂર્વ પીએમ ઈમરાન ખાનના ન્યૂઝ કવરેજ પર લગાવાયો પ્રતિબંધ, પાકિસ્તાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિના એંધાણ

Kishor

Last Updated: 11:59 PM, 5 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાં આર્થિક કટોકટી તો ઠીક વધુ એક મોટો રાજકીય ઘટનાક્રમ સર્જાયો છે. તોશખાના કેસમાં પૂર્વ પીએમ અને પીટીઆઈ ચીફ ઈમરાન ખાન સામે કર્યાવાહી થઈ રહી છે.

  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનની મુસીબતમાં વધારો
  • 7 માર્ચે સુનાવણી દરમિયાન કોર્ટમા હાજર રહેશે.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સુપ્રીમો ઈમરાન ખાન પર આવેલ મુસીબત વધતી દેખાઈ રહી છે. હાઈ વોલ્ટેજ દ્રામાંને લઈને હાલ તેમની ધરપકડ મોકૂફ રાખી દેવામાં આવી છે. ઈમરાનની કાનૂની ટીમ દ્વારા ધરપકડ કરનારા અધિકારીઓને ખાતરી આપવામાં આવી છે અને આગામી તા. 7 માર્ચે સુનાવણી દરમિયાન કોર્ટમા હાજર રહેશે.

ઈમરાન ખાન અને પાકિસ્તાન આર્મી ચીફના તણાવપૂર્ણ સંબંધોનું ખુલ્યું રાજ, આ  વ્યક્તિને ગણાવ્યો જવાબદાર | pakistan imran khan says ties with pakistan  army chief gen bajwa


આ દરમિયાન તેમને મોટો ઝટકો એ લાગ્યો કે પાકિસ્તાનની ઇલેક્ટ્રિક મીડિયા રેગ્યુલીટી ઓથોરિટીએ આજે નિર્ણય લઇ ઇમરાનના ભાણ, પ્રેસ કોમ્ફ્રન્સ અને ચેનલ પર નિવેદન પ્રસિદ્ધ કરવા અંગે જાણ કરાઈ છે. પેમરાએ વટહુકમની કલમ 27 હેઠળ ઇમરાન ખાનના લાઈવ અને રેકોર્ડ કરેલા ભાષણો, નિવેદનો અને વાર્તાલાપ પર પ્રતિબંધ મૂકાયો છે. જેનો ભંગ કરનાર ચેનલ સામે આકરી કાર્યાવહ કરવાનો દાવો કરાયો છે. તેઓ પોતાના ભાષણમાં ખોટા અક્ષેપો કરી રહ્યા છે જેને લઇને કાયદો અને વ્યવસ્થામાં તેમજ શાંતી ડહોળાઈ શકે છે.


ઇમરાન ખાનનું જીવન જોખમમાં

પીટીઆઈના ફવાદ ચૌધરીએ કહ્યું કે ઇમરાન ખાનનો આવાજ દબાવવા અંગેનો નકારાત્મક પ્રયાસ છે. તો પીટીઆઈના વાઇસ ચેરમેન શાહ મોહમ્મદ કુરેશી અને જનરલ સેક્રેટરી અસદ ઉમરે પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશને લેખિત રજુઆત કરી જણાવ્યું કે ઇમરાન ખાનનું જીવન જોખમમાં છે. જેથી અપીલ કરી ઇમરાન ખાનને કોર્ટની સુનાવણીમાં ભાગ લેવા તકનીકીનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા જણાવ્યું છે.


 ઈમરાનના સમર્થકોએ મચાવ્યો હતો હોબાળો

ઈસ્લામાબાદ પોલીસે જેવી ઈમરાનની ધરપકડ માટે આવી કે તરત તેમની પાર્ટી પીટીઆઈના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો, કાર્યકરો પોલીસ સાથે ઝપાઝપીમાં પણ ઉતર્યાં હતા. તેઓ ઈમરાનની ધરપકડનો વિરોધ કરવા લાગ્યાં જોકે પોલીસે પણ તેમને મચક આપી નહોતી. જોકે ઈસ્લામાબાદના IGએ લાલ આંખ દેખડતાં પોલીસને આજને આજ ધરપકડ કરવાનો ઓર્ડર આપી દેતા પોલીસને પણ તાકાત મળી હતી.

 શું છે તોશખાના કેસ 

તોશાખાના એક કેબિનેટ વિભાગ છે જ્યાં સરકારો, દેશના વડાઓ અને અન્ય દેશોના વિદેશી મહેમાનો દ્વારા આપવામાં આવતી કિંમતી ભેટો રાખવામાં આવે છે. નિયમો હેઠળ, રાજ્યના વડાઓ અથવા અન્ય દેશના મહાનુભાવો પાસેથી મળેલી ભેટો તોશાખાનામાં રાખવાની જરૂર છે. ઈમરાન ખાન 2018માં પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા. આરબ દેશોની મુલાકાત દરમિયાન તેમને ત્યાંના શાસકો તરફથી મોંઘી ભેટ મળી હતી. તેને ઘણા યુરોપિયન દેશોના વડાઓ તરફથી કિંમતી ભેટો પણ મળી હતી, જે ઇમરાને તોશાખાનામાં જમા કરાવી હતી. પરંતુ બાદમાં ઈમરાન ખાને તેમને તોશાખાના પાસેથી સસ્તા ભાવે ખરીદીને મોટા નફામાં વેચી દીધા હતા. આ સમગ્ર પ્રક્રિયાને તેમની સરકાર દ્વારા કાનૂની મંજૂરી આપવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ