બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / bank will close four days in next may month check rbi calendar

કામની વાત / મે મહિનામાં આટલાં દિવસ બેન્કો બંધ રહેશે, ફટાફટ પતાવી લો તમારા કામકાજ, જાણી લો રજાની તારીખો

Dhruv

Last Updated: 10:17 AM, 26 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI દર વર્ષે રજાનું કેલેન્ડર બહાર પાડે છે. ત્યારે મે મહિનો શરૂ થાય એ પહેલાં જ તમારા જરૂરી કામકાજ પતાવી લો નહીં તો બેન્કોમાં 11 દિવસ રજા રહેશે.

  • મે મહિનામાં બેંકોંમાં 4 દિવસ જાહેર રજા
  • 4 જાહેર રજા મળીને કુલ 11 દિવસ બેન્કો બંધ રહેશે
  • બેંકોની રજા મુખ્યત્વે રાજ્યોના તહેવારો પર નિર્ભર હોય છે

મે મહિનો શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે જે લોકો બેંકને લગતા કામકાજ ફટાફટ પતાવવા ઇચ્છતા હોય તેઓએ અગાઉથી જ મે મહિનાની રજાઓ જોઇ લેવી જોઈએ. જેથી તમારે ધક્કા ખાવાના દહાડા ના આવે અને તમારું કામ પણ ફટાફટ પૂર્ણ થઇ જાય.

રિઝર્વ બેંક દર વર્ષે પોતાનું રજા કેલેન્ડર બહાર પાડે છે

તમને જણાવી દઇએ કે, રિઝર્વ બેંક દર વર્ષે રજાનું કેલેન્ડર બહાર પાડે છે. જેમાં તારીખથી તારીખ સુધી જણાવવામાં આવે છે કે, કયા રાજ્યમાં કયા દિવસે બેંકો બંધ રહેશે. તેઓ રાષ્ટ્રીય રજાઓનો પણ ઉલ્લેખ કરે છે કે જે દિવસે દેશભરમાં એક સાથે બેંકો બંધ રહે છે. દરેક રાજ્યોમાં પોતપોતાને ત્યાના તહેવાર અનુસાર રજા આપવાનો નિયમ હોય છે.

નોંધનીય છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ત્રણ કેટેગરીમાં રજાઓની યાદી બહાર પાડે છે. જેમાં, પ્રથમ નિગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ મુજબ રજાઓ હોય છે, બીજી વાસ્તવિક સમય (Real Time) ની ગ્રોસ સેટલમેન્ટ રજાઓ હોય છે અને ત્રીના નંબરે બેંક ક્લોઝિંગ એકાઉન્ટની રજાઓ હોય છે. આ ત્રણ રીતે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે બેંકની રજાઓ નક્કી કરવામાં આવે છે. રાષ્ટ્રીય સ્તરની રજાઓ શનિવાર, રવિવાર અથવા હોળી, દિવાળી અથવા દશેરા જેવાં તમામ મોટા તહેવારો પર હોય છે.

બેંકોની રજાઓ મુખ્યત્વે રાજ્યોના તહેવારો પર નિર્ભર હોય છે

જો કે, અહીં ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે, બેંકોની રજાઓ મુખ્યત્વે રાજ્યોના તહેવારો પર નિર્ભર હોય છે. જે રાજ્યમાં બેંક છે ત્યાંની રજાઓ તે રાજ્યના તહેવારો પરથી નક્કી કરવામાં આવશે. આ રજાઓ દરેક રાજ્યમાં બદલાઈ શકે છે. એટલે કે જે દિવસે દિલ્હીમાં બેંકો બંધ હોય તે દિવસે હરિયાણામાં પણ બંધ રહે તે જરૂરી નથી. દિલ્હીમાં તહેવારના કારણે બેંકો બંધ હોઈ શકે છે પરંતુ હરિયાણામાં જો તે તહેવાર ઉજવવામાં ના આવતો હોય તો ત્યાં તે દિવસે બેંક ચાલુ રહે છે. આવી જ સ્થિતિ છઠ પૂજા વખતે જોવા મળતી હોય છે. કારણ કે બિહાર-યુપીમાં છઠ પર બેંકો બંધ રહે છે, જ્યારે અન્ય રાજ્યોમાં એ દિવસે બેંકોનું કામકાજ ચાલુ રહે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ વખતે મે મહિનામાં બેંકો કેટલાં દિવસ બંધ રહેશે. જેની યાદી નીચે મુજબ છે...

આ 4 દિવસ બેંકોમાં રહેશે રજા

  • 2 મે (સોમવાર): રમઝાન-ઈદ
  • 3 મે (મંગળવાર): ભગવાન શ્રી પરશુરામ જયંતિ/રમઝાન-ઈદ/બસવ જયંતિ/અક્ષય તૃતીયા
  • 9 મે (સોમવાર): રવિન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ
  • 16 મે (સોમવાર): બુદ્ધ પૂર્ણિમા
તારીખ રજા
1 મે રવિવાર
2 મે રમઝાન-ઈદ
3 મે ભગવાન શ્રી પરશુરામ જયંતિ/રમઝાન-ઈદ/બસવ જયંતિ/અક્ષય તૃતીયા
8 મે રવિવાર
9 મે રવિન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ
14 મે બીજો શનિવાર
15 મે રવિવાર
16 મે બુદ્ધ પૂર્ણિમા
22 મે રવિવાર
28 મે ચોથો શનિવાર
29 મે રવિવાર

આ સિવાય મહિનામાં અન્ય રજાઓમાં એક બીજો શનિવાર અને એક ચોથો શનિવાર એમ 2 દિવસ અને મહિનામાં કુલ 5 રવિવારની રજા આવે છે ત્યારે એમ 7 દિવસ પણ રજા આવે છે. ત્યારે મે મહિનામાં કુલ 11 રજાઓ આવશે.

આવતા મહિને બેંકોમાં કુલ 11 દિવસ રજા રહેશે

આ 4 દિવસોને છોડીને બેંકો વીકેન્ડમાં એટલે કે શનિવાર-રવિવારે પણ બંધ રહે છે. RBI કેલેન્ડર મુજબ દર મહિનાના રવિવાર અને બીજા અને ચોથા શનિવાર બેંકોમાં રજા હોય છે. આથી, જો આ દિવસોનો ઉપરની જાહેર રજામાં જો સમાવેશ કરીએ તો આવતા (મે) મહિને બેંકોમાં કુલ 11 દિવસ રજા રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ